________________
૪૫૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૫૧
એમને જરૂર જ નથી.
બાકી મનુષ્યો તો બિચારા હુંફ વગર જીવી શકે નહીં. વીસ લાખ રૂપિયાનો મોટો બંગલો હોય અને એકલો સૂઈ જવાનું કહે તો ? એટલે એને હુંફ જોઈએ. મનુષ્યોને હુંફ જોઈએ, તેથી તો આ લગ્ન કરવાનાં ને ! લગ્નનો કાયદો કઈ ખોટો કાયદો નથી. એ તો કુદરતનો નિયમ છે.
એટલે પૈણવામાં સહજ પ્રયત્ન રાખવો, મનમાં ભાવના રાખવી કે લગ્ન કરવું છે, સારી જગ્યાએ. પછી એ સ્ટેશન આવે ત્યારે ઊતરવાનું. સ્ટેશન આવતાં પહેલાં દોડધામ કરીએ તો.... તારે પહેલી દોડધામ કરવી
આઉટ કરે તો પછી શું કરીશ ? તું મા-બાપ, મા-બાપ કરે (લાચારી દેખાડે) એમાં શું દહાડો વળે ? એ ચિઢાય ત્યારે તું શું કરું?
પ્રશ્નકર્તા : શું કરવાનું ? સાંભળવાનું. દાદાશ્રી : ઘસીયા થઈ જવાનું, ગળીયા બળદ જેવા ! લીહટ !
પ્રશ્નકર્તા : નો, ધેન આઈ ગેટ એંગ્રી ઓન હર. એ મારા ઉપર ગુસ્સે થાય તો પછી હું એના ઉપર થઉં એમ.
દાદાશ્રી : તો પછી એન્ડમાં શું આવશે ? મારીને જતી રહેશે. બધું વિચારીને પૈણજે. પૈણવું સહેલું નથી. ચાર વેદ ભણી જાય ત્યારે પૈણવાનું આવડે. આ (ફોરેનનાં) લોકો શું કહે છે, લેડીને તમાચાથી જીતો. લેડીને કહે છે, તારા ધણીને તું તમાચાથી જીત ! ભગવાન મહાવીર શું કહે છે, આપણે અહિંસાથી જીતો, એની હિંસાની ઉપર આપણી અહિંસા ! હિંસાનો એક દહાડો અંત આવશે, અહિંસાનો વિજય થશે. હિંસાનો તો વિજય થયો જ નથી આ દુનિયામાં.
એવું કેમ કહેવાય આપણાથી કે પૈણવામાં સુખ નથી. એમ કેમ કહેવાય ? એ લોકો એવું કહે પૈણવામાં દુ:ખ છે એવું અમે માનીએ નહીં. અનુભવ કરશે એટલે એ ય છોડી દેશે બધાં. લક્કડનો લાડુ છે, ખાધા તે પણ પસ્તાયા, ના ખાધા તે પણ પસ્તાયા.
પ્રશ્નકર્તા : ખાધા પછી પસ્તાવું સારું, પછી અફસોસ ના રહી જાય. દાદાશ્રી : હા, પછી અફસોસ ના રહે.
પ્રશ્નકર્તા : ના. સ્ટેશન આવે ત્યારે.
દાદાશ્રી : હં.. સ્ટેશનને આપણી ગરજ છે ને આપણને સ્ટેશનની ગરજ ! કંઈ સ્ટેશનની આપણને એકલાને જ ગરજ નથી. સ્ટેશનને આપણી ગરજ ખરી કે નહિ ?
પ્રશ્નકર્તા : હોય. દાદાશ્રી : નહિ તો પૈસા કોણ આપે ટિકિટના ?!
નિરાંતે રહેજે. ‘દાદા'એ બધું વ્યવસ્થિત કહેલું છે. પ્રયત્ન રાખવો. મનમાં ભાવ રાખવો. પણ હવે ‘જગતનું કલ્યાણ કરવું છે' એવો ભાવ રાખવો. મારે સાચું સુખ પ્રાપ્ત કરી અને પૂર્ણ કરી અને ‘જગતના લોકો કેમ એ સુખ પામે' એવી ભાવના રાખવી..
ન ચાલે પરણ્યા વિના સંસાર; જ્ઞાતી જ તિરાલંબ, વિતા આધાર!
યુવાવર્ગ દોડી આવે દાદા પાસ; મા-બાપતાં સુખ(?) જોઈ થાય ઉદાસ!
જેમ સંડાસ વિના કોઈને ન ચાલે તેમ પરણ્યા વિના ચાલે તેમ નથી ! તારુ મન કુંવારું હોય તો વાંધો નથી. પણ જ્યાં મન પરણેલું હોય
ત્યાં પરણ્યા વગર ન ચાલે અને ટોળાંવાદ વગર મનુષ્યો રહી ના શકે. ટોળાંવાદ વગર રહી શકે કોણ ? ‘જ્ઞાની પુરુષ’ એકલાં જ, કોઈ ના હોય ત્યાં આગળ ય. કારણ કે પોતે નિરાલંબ થયેલા છે. કોઈ અવલંબનની
પ્રશ્નકર્તા : આપના સંઘમાં ભળનાર યુવાન-યુવતીઓ લગ્નની ના પાડે, તો આપ શું ઉપદેશ તેઓને ખાનગીમાં આપો છો ?
દાદાશ્રી : હું ખાનગીમાં પૈણવાનું કહું છું એમને. હું ખાનગીમાં એ લોકોને લગ્ન કરવાનું કહી દઉં છું કે ભઈ થોડી છોડીઓ ઓછી થઈ જાય તો નિવેડો આવે. મારે અહીં વાંધો નથી, મારે તો પૈણીને આવોને