________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૪૫ ગાડી કહેવાય કે ના કહેવાય ?
પ્રશ્નકર્તા: કહેવાય.
દાદાશ્રી : કોન્શીયસ પાર્ટમાં ગરમી નહીં થતી. ક્યા પાર્ટમાં ગરમી થાય છે એ જાણવી જોઈએ.
પ્રશ્નકર્તા : મારા ફાધર તો બહુ ગરમ થઈ જાય, ખાવાનું સહેજ બરાબર ફાવ્યું નહીં તો.
દાદાશ્રી : એમ નહીં, પણ સામી સેવા કરવી જોઈએ. પ્રશ્નકર્તા : હા, દાદા.
દાદાશ્રી : આ વડીલોની સેવા કરવી એ તો મોટામાં મોટો ધર્મ છે. જુવાનીયાનો ધર્મ શું ? ત્યારે કહે, વડીલોની સેવા કરવી. જુની ગાડીઓને ધકેલીને લઈ જવી અને તો જ આપણે પૈડા થઈશું તો આપણને ધકેલનારા મલશે. એ તો આપીને લેવાનું છે. આપણે પૈડાઓની સેવા કરીએ તો આપણી સેવા કરનારા મળી આવે અને આપણે પૈડાઓને હાંક હાંક કરીએ તો આપણને હાંક હાંક કરનારા મળી આવે. જે કરવું હોય તે છૂટ છે.
પ્રશ્નકર્તા : અદ્ભુત. દાદાશ્રી : બાકી આ તમને વાત આમાં કંઈ ગમે આ બધી ? પ્રશ્નકર્તા : હા.