________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૩
૪૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
જતી ગાડી થાય જલદી ગરમ; છોકરાં શાંત તો બાપ જલદી તરમ!
અંદર ઊંડું ઉતરવું છે ? એ કાયદેસર છે, ગેરકાયદેસર નથી. આ તો કુદરત શું કરે છે ? નિરંતર ન્યાયમાં જ હોય છે. એક સેકન્ડ પણ અન્યાય કરતી નથી, એનું નામ કુદરત ! અહીં કોર્ટે ગમે તેમ કરે. પણ કુદરત ન્યાયમાં જ છે. અને અસલ ન્યાય જ કરે છે. એટલે બાપા વઢે છે ને તે જ ન્યાય છે. હવે તેને ઉપરથી તમે કહો કે મને કેમ વઢો છો, એ ન્યાયને તમે ઊંધું બોલો છો.
પ્રશ્નકર્તા: આ તો વઢે છે ને જાણી જોઈને દુઃખી થાય છે ને અમને બધાને દુઃખી કરે છે.
દાદાશ્રી : ના, ના. એ તો બધું આનું નામ જ સંસાર ને ! ઊંધી માન્યતાઓ એનું નામ સંસાર ! એ પોતે દુઃખી થતા નથી કે દુઃખી થાય છે ને એ કાયદેસર થાય છે અને તમને દુ:ખ કરે છે તે ય કાયદેસર કરે છે. અને તમે વળી પાછા એને ગૂંચવો છો. એમને વધાવી લો કે બહુ સારું થયું આ હિસાબ મારો ચૂકતે થાય છે.
પ્રશ્નકર્તા : પણ આમાં તો એવું થયું ને દાદા કે અમે ભૂલ નથી કરતાં છતાં અમે ભોગવીએ છીએ, તેનું શું ? તમે કહો છો ભૂલ કરે એ ભોગવે, પણ અમે ભૂલ નથી કરી એવી ખાતરી છે. છતાં અમે ભોગવીએ છીએ.
દાદાશ્રી : એમને કંઈ ભૂલની સાથે ભાંજગડ નથી. આ તો તમારો હિસાબ છે તે ચૂકતે કરે છે. ને તે ચૂકતે ના કરે તો પાછું તમારું બાકી રહી જાત ફાધર પાસે. એટલે ચોપડા ચૂકવી દેવા પડે ને ! આ તો ભૂલમાં તો હોતું નથી કોઈ ! અને આમ ભૂલો જ છે બધી જોવા જાય તો !
પ્રશ્નકર્તા: પણ અમે તો ચૂકવવા તૈયાર છીએ પણ ક્યાં સુધી આ? બધો હિસાબ કરી દો, અમે જલ્દી હિસાબ કરવા માંગીએ છીએ. આ ગૂંચ તો ઉકેલવી જ છે, પણ આવી રીતે નથી ઉકેલવી.
દાદાશ્રી : એવું છે, આ હિસાબ છે. તે તમને બુદ્ધિથી શું લાગે છે કે આવું એ કેમ કર્યા કરે છે ? શું તો એ ચક્રમ છે, ગાંડા છે ?! તમને લાગે છે ગાંડા છે. ના, આ તો હિસાબ છે.
પ્રશ્નકર્તા : તો વડીલો જ કેમ વધારે ગરમ થઈ જતા હશે ?
દાદાશ્રી : એ તો ઠઠારો ગાડી થઈ ગયેલી હોય, ગાડી જૂની થઈ હોય તો પછી ગરમ થઈ જાય ને આખો દહાડો. એ તો નવી ગાડી હોય તો ના થાય. એટલે વડીલોને તો બિચારાને શું..
અને ગાડી ગરમ થઈ જાય. તો એને આપણે ટાઢી ના પાડવી પડે ! બહારથી કંઈક કોઈકની જોડે ભાંજગડ થઈ હોય, રસ્તામાં પોલીસવાળા જોડે, તો મોઢા ઉપર છે તે થઈ ગયા હોય ઈમોશન્સ. તમે મોટું જુઓ ત્યારે તમે શું કહો ? ‘તમારું મોટું જ બળ્યું. આ જ્યાં ને ત્યાં ઉતરેલું ને ઉતરેલું કાયમને માટે.’ એવું ના બોલાય. આપણે સમજી જવાનું કંઈક મુશ્કેલીમાં આવ્યા છે. એટલે પછી આપણે એમ ને એમ ગાડીને ટાઢી પાડવા માટે ઊભી નહીં રાખતાં ?!
પ્રશ્નકર્તા: હં.
દાદાશ્રી : એવું એમને ટાઢી પાડવા માટે જરા ચા-નાસ્તો બધું કરવું. તો ઠંડું પડી જાય એમનું. એવું સાચવવું પડે બધું. આ તો આ આવતાની સાથે, જુઓને તમારું મોઢું ચઢેલું છે ! અલ્યા ભઈ, એ ક્યા કારણથી ચઢ્યું એ શું કારણથી, એ તો એ સમજે બિચારા. એવું ના બને આ દુનિયામાં ?
પ્રશ્નકર્તા : એવું બને જ છે.
દાદાશ્રી : માટે આપણે સાચવી લેવાનું. અને ગાડી ગરમ થાય તો ત્યાં ચીઢાતા નથી ને ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો આ બધી ગાડીઓ જ છે, ગરમ થાય એ બધી ગાડી જ કહેવાય. કારણ કે જે મીકેનિકલ ભાગ છે ને, ત્યાં જ ગરમી થાય છે. કોન્સીયસ પાર્ટમાં થતું નથી. મીકેનિકલ પાર્ટમાં ગરમ થાય છે એટલે