________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૪૭
(૧૭) પત્નીની પસંદગી !
પરણવું ફરજિયાત હરકોઈને; બ્રહ્મચારી વિરલો, પૂર્વતું લઈને!
પ્રશ્નકર્તા: કમ્પ્લસરી કેમ છે ?
દાદાશ્રી : એ આપણે ગયાં અવતારે નક્કી કર્યું ન્હોતું કે ‘લગ્ન નથી કરવું. એવું નક્કી કર્યું હોત તો લગ્ન ન કરવું પડત !
કેટલાકને પૈણવું હોય ને, તે આખી જિદંગી સુધી ‘આ સાલ થશે, આવતી સાલ થશે.” એમ કરતાં કરતાં પચાસ વર્ષનો થઈ ગયો ! તો ય હજી આશા રાખે કે ના, હજુ કંઈક થશે. અલ્યા, પચાસ વર્ષનો થયો, હવે શેની આશા રાખે છે ! એવી રીતે જેમ નથી મળતી, તેમ મળે તેમાંથી પણ આપણાથી છૂટી ના શકાય એવો કુદરતનો કોન્ટ્રાક્ટ કરેલો છે. કરાર થઈ ગયા છે બધા.
તેં કંઈ સરવૈયું કાઢ્યું કે પૈણવા જેવું છે કે નથી પૈણવા જેવું? પ્રશ્નકર્તા નથી પૈણવા જેવું.
દાદાશ્રી : એમ ? ખરું છે, કારણ આ ઇન્દ્રિય સુખો એક તરફી છે. આંખના, કાનનાં, નાકના, એ બધા એક તરફી ઇન્દ્રિય સુખો છે. પણ આ વિષય એ તો બે તરફીનું છે, એટલે દાવો માંડશે અને એ દાવો ક્યારે માંડે એ કહેવાય નહીં. એ કહેશે કે સિનેમા જોવા ઇંડોને, તમે કહો કે ના, આજે મારે ખાસ કામ છે. તો એ દાવો માંડે. એ કહેશે, મારે જોઈએ છે ને તમે ના પાડો છો. એટલે એ દાવો માંડે એવું બને કે ના બને ?
પ્રશ્નકર્તા : એવું જ બને છે.
દાદાશ્રી : હવે એ સ્ત્રી જો પહેલેથી સમજતી હોય કે એમનાં કર્મના ઉદયે ના પાડી છે તો ડહાપણપૂર્વક ઉકેલ આવે. પણ એમને એવું ભાન છે નહીં ને ? એ તો કહેશે કે એમણે કર્યું જ નહીં. મોહ બધો ફરી વળે અને ‘કરે છે કોણ” એ પોતાને ખબર નથી. એ તો એમ જ જાણે છે કે આ જ કરે છે. એ જ નથી આવતા. એમની જ ઇચ્છા નથી આવવાની.
‘ન પૈણવામાં ધ્યેય હોય, તો બરોબર છે. આ છોકરાઓ તો ધ્યેય વગરની વાત કરે છે. આ તો જાણે કે આમ એકલાં પડી રહીશું. મઝામસ્તીમાં રહીશું. એ તો ગધ્ધામસ્તી કહેવાય. એના કરતાં એક રૂમમાં
દાદાશ્રી : લગ્ન તારી મરજીથી કરું છું ? પ્રશ્નકર્તા : બધાં કરતાં હોય. આપણે પણ કરવાનું વળી.
દાદાશ્રી : એટલે મરજીયાતને ? કે ફરજિયાત કરવું પડે છે, ડ્યૂટી બાઉન્ડ ? મારી ઠોકીને કરાવડાવે લગન એ ડ્યુટી બાઉન્ડ. તને લાગે ડયૂટી બાઉન્ડ છે ?!
પ્રશ્નકર્તા : હમણાં નથી વિચાર આવતા કે લગ્ન કરવા છે.
દાદાશ્રી : ના, પણ બુદ્ધિથી વિચારતાં કેવું લાગે છે ? આ બધાં પૈણેલાં, તે બધાં રાજીખુશીથી પૈણેલાં ?
પ્રશ્નકર્તા : લગ્ન સુખ નથી આપતું, પણ કમ્પ્લસરી જ છે ને કરવું જ પડે.
દાદાશ્રી : હા, કમ્પ્લસરી છે !