________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૩૩
૪૩૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : એટલે આ બધા વ્યવહારિક પ્રશ્નો અમે છે તે ઉકેલ કરી આપીએ બધા.
તાતો પણ નિર્દોષ, તેથી કહે સત્
તને લાગે છે, પપ્પા ફસાઈ ગયા છે અહીં આગળ ? તે કહ્યું નહિ ? પ્રશ્નકર્તા: સાચા માર્ગે જ આવે છે ને. દાદાશ્રી : આ સાચો માર્ગ તને લાગે છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તન્ન સાચો છે એવું ?
લોક કહે છે કે, કો'ક અનુભવીને પૂછી આવીએ. અલ્યા, છોકરાંને પૂછને મૂઆ. અનુભવીને શું પૂછવાનું ? અનુભવીને ના આવડે. છોકરાંને પૂછ, શું ? કારણ કે નિર્દોષ છે.
સુખ આપવાની કાઢો આજથી દુકાત; સુખનો વેપાર વધારો મતિમાતા
મા-બાપ થાય ગુસ્સે તો શું કરવું?
જય સચ્ચિદાનંદ' કહી ટાઢા પાડવું! પ્રશ્નકર્તા : પપ્પા કે મમ્મી ગુસ્સે ભરાય તો શું કરવું ? મમ્મી મારા ઉપર ગુસ્સો કરે ત્યારે મારે શું કરવું ?
દાદાશ્રી : ‘સચ્ચિદાનંદ' બોલવાનું, ‘સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ' બોલવાનું બોલશે તો ટાઢી પડશે. અહીં ઇન્ડિયામાં તો બધા છોકરા એવું જ બોલે છે. મા-બાપ ગુસ્સે ભરાયા હોય ને ત્યારે છોકરા કહેશે, “સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ.’ પછી ચૂપ થઈ જાય.
પપ્પા, મમ્મી જોડે વઢવાઢ કરવા ફરે ત્યારે છોકરાઓ બધા ‘સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ’ કહે એટલે બધું બંધ થઈ જાય. બેઉ શરમાઈ જાય બિચારા ! ભયની એલાર્મ ખેંચે છે એટલે તરત બંધ થઈ જાય. ‘સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ' કરતાંની સાથે જ બંધ થઈ જાય એ સમજી જાય, નહીં ?
પ્રશ્નકર્તા : સમજી જાય, “સચ્ચિદાનંદ’ તો બહુ ઇફેક્ટિવ છે. દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : દાદા કોઈકની જરાકે બી અમે વાત કરીએ ને તો અમારા છોકરાં ઊભા હોયને, તો એમ જ કહે કે દાદાનું જ્ઞાન લીધું. તમને ચોવીસ કલાક દાદા તો ધ્યાનમાં રહે છે, તો પછી આવી વાતો શું કરવા કરો છો ? એટલે છોકરાના દેખતાં જો કશું બોલવા જઈએને, તો તરત જ પકડે કે કેમ બોલવા માંડ્યો ?
- દાદાશ્રી : આ તો ‘સચ્ચિદાનંદ’ કહેને તો જાણવું કે જાગૃત થઈ જાવ. એ પછી વઢતાં અટકી જાય.
પ્રશ્નકર્તા : અટકી જ જાય દાદા, ચેતી જવાય તરત.
પ્રશ્નકર્તા: બેબી પૂછે છે દાદા, કે જેથી આપ આ બધા મોટાઓને આજ્ઞા આપો છો, એવું અમારે નાના છોકરાઓને માટે શું આપ આજ્ઞા આપો છો ?
દાદાશ્રી : જ્ઞાન આપે ત્યારે તો સરખી જ આશા હોય. જેને જ્ઞાન લેવું હોય, તેને સરખી આજ્ઞા હોય, જેને સંસારના સુખો ભોગવવા છે અને સંસારમાં સારી રીતે ધર્મ પાળવો છે તેને અમે બીજી આજ્ઞા આપીએ.
પ્રશ્નકર્તા : બાળકોને તો જ્ઞાન (જ્ઞાનવિધિ) અપાય નહીં. તો એમને શું ? એવી રીતના પૂછે છે ?
દાદાશ્રી : એટલે એમને આ સંસારનો ધર્મ આપીએ અમે. પ્રશ્નકર્તા : દાદા, સંસારનો ધર્મ ક્યો ?
દાદાશ્રી : આપણી આ નવ કલમો અને ત્રિમંત્રો ને ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર', નમસ્કાર વિધિને એ બધું, એ તો બધા એ ધર્મ કરે, એટલાથી બહુ સેટીફેકશન થઈ જાય.
ઘરમાં જાણો બાળકતો મત;