________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૩૫
૪૩૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
ચીજ હોય તે એને થોડી ખવડાવીએ. ના ફાવે એવું? અમને તો બધા સાથે ફાવે. છોકરાઓ બહુ ડાહ્યા છે. ઇન્ડિયનો, સંસ્કાર તો સારા છે. છે તો સરસ ઘઉંનો લોટ, પણ શું થાય ? વેઢમી કરતાં ના આવડે તો ભાખરાં કરે પછી ! નહીં તો લાહી બનાવે !
અને લોકોને સુખ જ આપવું. દુઃખ આપવું નહીં. એ વેપાર સારો, ચોખ્ખો કરવો. આપણે દુકાનમાં સુખનો માલ રાખવો જોઈએ કે દુ:ખનો ? દુકાન શરૂ કરીએ તો સુખનો માલ રાખવો જોઈએ કે દુઃખનો ?
પ્રશ્નકર્તા: સુખનો જ, દાદા ?
દાદાશ્રી : હા, બધાને સુખનો માલ આપવો. એ વખતે દુ:ખ આવી જાય, તો ય પણ આપણે એને સુખ આપવું. સમજ પડીને ? છેવટે સુખનો વિજય થશે. દુ:ખનો વિજય નહીં થાય. દુકાનમાં માલ સુખનો જ આપવાનો રાખવો. સુખની દુકાન કાઢવી. કોઈ સલાહ પૂછવા આવે તો સારી સલાહ આપવી. કોઈ ઝઘડો કરવા આવે તો આપણે એને કહીએ કે ભઈ મારી ભૂલચૂક થઈ હોય તો તારી માફી માગું, પણ શું થયું છે, શા હારું આમ કરે છે ? એની પતાવટ કરી દેવી. ના ફાવે ?
પ્રશ્નકર્તા : હા, ફાવે.
સાચો પ્રેમ ત્યાં ન હોય દ્વેષ-રાણ; વધે-ઘટે એ તો છે આસક્તિ અતુરાણ!
વેઢમીનો કેળવવો પડે લોટ; કેળવણી ન ફાવે, સમતાની ખોટ!
પ્રશ્નકર્તા : મારા સગાવ્હાલાં બધા પ્રેમવાળા છે, મારા માટે લાગણી કરે છે.
દાદાશ્રી : એ તું સાચું બોલું ને ત્યારે ખબર પડશે પ્રેમ કેટલો છે. પ્રશ્નકર્તા : સામું બોલીએ એટલે ગુસ્સો કરે છે.
દાદાશ્રી : તો પછી એને પ્રેમ શાનો કહેવાય ? આ આસક્તિ કહેવાય. પ્રેમ તો એનું નામ કહેવાય કે વધે નહીં, ઘટે નહીં, તું ગાળ ભાંડું, ગુસ્સો કરું, તો ય ના ઘટે અને એમ ને એમે ય પ્રેમ કરું તો ય વધે નહીં, એનું નામ પ્રેમ કહેવાય. આને પ્રેમ જ કેમ કહેવાય ? અને હું તો પ્રેમથી મારું.
પ્રશ્નકર્તા: મને કાંઈ દુઃખ નથી થતું. મને ગુસ્સો આવે, થાય થોડુંક, પણ હું પછી વિચાર કરીને એને ભૂલી જવા પ્રયત્ન કરું.
દાદાશ્રી : ના. પણ ગુસ્સો આવે ત્યાંથી જ દુઃખ કહેવાય ને ! એ દેષ કહેવાય. પ્રેમમાં ષ ના હોય. ષ છે ત્યાં પ્રેમ નથી અને પ્રેમ છે ત્યાં દ્વેષ ના હોય ! પ્રેમમાં રાગે ય ના હોય અને દ્વેષ ય ના હોય. અત્યારે તું મને ફૂલહાર ચઢાવું તો મારો પ્રેમ વધી ના જાય, તું મને બે ધોલ મારું તો ઘટી ના જાય, એનું નામ પ્રેમ કહેવાય. એવો પ્રેમ જોયેલો?
આ તો સુધરેલા જ છોકરા છે, આમાં શું બગડેલા છે ? આ તો અજવાળેલી થાળીને, પણ એને ફરી અજવાળીએ તો મૂર્ખ કહેવાઈએ ઉછું. લોકો કહેશે, આ કઈ જાતનાં માણસ છે, આ અજવાળીને હમણે તો લાવ્યા ? અને ફરી અજવાળવા જાય છે. અને પોતે અજવાળ્યા વગરનો પડી રહ્યો છે. બીજું તો આપણા આત્માનું કર્યા કરવાનું, આ તો બધું ચાલ્યા કરે. આ તો સારે ઘેર જન્મેલા છોકરા એવા તો કંઈ ગાંડા-ઘેલા ઓછા હોય છે ?
વેઢમી કરવી હોય તો આપણે ભાખરી જેવો બાંધેલો લોટ હોય તે ચાલે ? કેળવ કેળવ કર્યા કરવું પડે. અમે વેઢમી કરીએ છીએ. તે લોકો છોકરાની ભાખરી કરે છે. ભાખરી કરે તે ય જાડી ભાખરી, એની વેઢમી બનાવજો હવે. હા, ભાખરી બનાવવી તેના કરતાં વેઢમી હોય તો આમ આમ કૂટવું પડે લોટને, ત્યારે વેઢમી થાય. છોકરાને માથે હાથ ફેરવવો પડે, બહાર લઈ જવો બે-ચાર વખત, ફ્રેન્ડશીપ કરવી જોઈએ, આપણી
સામાતા શુદ્ધાત્મા જુએ તો લાગે નિર્દોષ; પ્રકૃતિ જુએ તો દેખાય ખૂબ દોષ! હું અહીં આ મશીનને દબાવું છું કે નહીં દબાવતો ! તો ગુસ્સે કરે