________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
જરૂર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ્રશ્નકર્તા : એક વાર તો છોડવી જ જોઈએ.
સાચું સુખ કોને કહેવાય; જે આવ્યા પછી ક્યારે ન જાય!
આ તો સુખ જ ન્હોય. આ જે સુખ લાગે છે ને, સરસ જમવાનું સારી રસોઈ બની હોય ફર્સ્ટ કલાસ, બત્રીસ ભાતની રસોઈ હોય તે ઘડીએ સુખ લાગે, પણ જરા વધારે ખવડાવે તો ? જબરજસ્તી ખવડાવ ખવડાવ કરે તો શું થાય ?
ધાકથી નહિ, સમજાવીને લાવો ઉકેલ; આંટી દૂર કાઢવા મા-બાપે કરવી પહેલા
દાદાશ્રી : કંઈ તને સુખ લાગે છે આ સંસારમાં ? પ્રશ્નકર્તા ઃ સુખ તો લાગે છે.
દાદાશ્રી : શેમાં સુખ લાગે છે ? જમતી વખતે સુખ લાગે છે કે ઊંઘતી વખતે સુખ લાગે છે કે સ્કૂલમાં જતી વખતે સુખ લાગે છે ?
પ્રશ્નકર્તા : જ્યારે હું કંઈ સારી ચીજ કરું ત્યારે મને સુખ લાગે છે. દાદાશ્રી : શું કરું ત્યારે ? પ્રશ્નકર્તા : સારું કામ કરું, ત્યારે મને સુખ લાગે. દાદાશ્રી : અને ખરાબ કરું તો ? પ્રશ્નકર્તા : ખરાબ કરું તો દુઃખ બી લાગે કે કેમ કર્યું ?
દાદાશ્રી : તો મમ્મી જોડે ચિઢાઉં છું ને તો તેને દુઃખ નથી થતું? તે બદલ દુઃખ નથી લાગતું !
પ્રશ્નકર્તા: કોઈક વખત દુ:ખ લાગે. હું ચિઢાઉં તો મને દુઃખ લાગે. સાચું સુખ એટલે શું ? દાદાશ્રી : હમણે કોઈ ગાળો ભાંડે છે તે ઘડીએ સુખ ઉત્પન્ન થાય
પ્રશ્નકર્તા : આપણને નાનપણથી ધાક લાગી ગયો છે, બધા વઢે, ખીજવાય એટલે આપણાથી બોલાય નહીં, જેમ છે તેમ..
દાદાશ્રી : પણ અહીં મારી પાસે હઉ ધાક લાગી ગયો છે ? મારી પાસે તો બોલાય ને ! જ્યાં ધાક ના લાગતો હોય ત્યાં તો બોલાય ને !!
જ્યાં ધાક લાગતો હોય ત્યાં ના બોલાય. તેથી મા-બાપ પાસે લોકો પોતાની બધી હકીકત કહેતાં નથી, વાસ્તવિકતા. ધાક લાગી ગયો અને પાછા ફરી કંઈક કહેશે. એટલે આમાં ગુંચવાડો ઊભો થાય છે પછી. એટલે હું માબાપને શું કહું છું કે એની જોડે બેસીને વાતચીત કરો, એને શું અડચણ છે, શું છે, તારા વિચારો શું થાય છે. જે થતા હોય જોઈ લો. નહીં તો ય બોંબ ફાટવાનો જ છે, જો કદી દારૂખાનો ભર્યો હશે તો તે પહેલાં જાણી લીધું તે ના ફાટે કે મોડો ફાટે એવો રસ્તો કરી શકે ને ! નહીં તો બોંબ તો ફાટ્યા વગર રહે કે !?
પ્રશ્નકર્તા : ના રહે.
દાદાશ્રી : એટલે અમે બધા ફાધર-મધરને બધાને કહીએ છીએ કે બધા બેસો, વિચારો, કરો. બાર-તેર વર્ષની પછી એની જોડે સાથે બેસો, વાતચીત કરો. એના મન ખુલ્લા કરો. મનમાં એને ગૂંચવાડો ઊભો થાય, કોણ એનો ગૂંચવાડો કાઢી આપે ? બીજી બેનપણીઓ મળે, તે સારી બેનપણી તે એની પાસે ઊભી ના રહે અને બીજી બેનપણીઓ તો એના જેવી હોય તે ઊભી રહે. એ બધી એન્કરેજ કરે સામસામી. કોણ ડિસ્કરેજ કરે ? તને સમજ પડીને ?
પ્રશ્નકર્તા : હા.
પ્રશ્નકર્તા : એ તો ના જ થાય, દુ:ખ જ થાય એ તો.
દાદાશ્રી : દુઃખ કોને કહો છો તમે ? આ તમને જે સુખ લાગે છે ને, એ ય દુ:ખ છે બળ્યું. આ સુખ તો કલ્પિત સુખ છે, હોય સાચું સુખ. તે તમને આના જેવું પાછું આખું કલ્પિત સુખ જ જોઈએ ? સનાતન સુખ જોઈએ, સાચું સુખ ! જે સુખની પછી દુ:ખ આવે જ નહીં, એનું નામ સાચું સુખ કહેવાય. જે આનંદ પછી દુ:ખ જ ના ઉત્પન્ન થાય !