________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
છું.’ એટલે એના ઘરની વાત પૂછે. ઘેર કંઈ મા-બાપ જોડે એ થતું હોય, કચ કચ થતી હોય, તો પેલા કહે, “ભઈ કેમ તારા ફાધર તો તને કોઈ દહાડો કશું કહે એવા નથી !’ ‘ના, એ તો આ ગુસ્સે થઈ જાય છે.’ એટલે ફૂટી જાય બધું. પાડોશીને ત્યાં ઘણાં છોકરાઓ ફૂટી જાય છે. અને પાડોશીઓ ઉલ્ટો લાભ ઉઠાવે છે. એટલે આ ગમે છે એટલે, ‘આવો ભઈ, લે ચા પી.’ એને માન જોઈએ છે, માનનો સ્વાદ પડે છે ને !
૪૨૯
એટલે એ છોકરાઓને માટે મા-બાપે શું કરવું જોઈએ ? કે બહાર માન ખોળે નહીં એવી રીતે રાખવું જોઈએ. એ માનના ભૂખ્યા ના હોય ને બહાર પેલું માન ખાવા જાય નહીં, માનની હોટલોમાં. એટલા માટે શું કરવાનું ? ઘેર આવે તો આમ બોલાવાનો, બાબા તું તો ડાહ્યો છું, આમ છું. તેમ છું, એને થોડું માન આપવું એટલે ફ્રેંડશીપ જેવું વલણ રાખવું જોઈએ. એને માથે હાથ ફેરવીને બેસવું, આપણે “બેટા લે હેંડ ! જમવા બેસીએ, આપણે નાસ્તો કરીએ સાથે.’ એવું તેવું બધું હોવું જોઈએ. તો પછી બહાર પ્રેમ ખોળે નહીં પછી. અમે તો પાંચ વર્ષનું છોકરું હોય તો એની જોડે પ્રેમ કરીએ, એની જોડે ફ્રેંડશીપ જેવું રાખીએ.
પ્રશ્નકર્તા : જોયું છે. ઔરંગાબાદમાં બધા છોકરાઓને ભેગા કરીને તમે વાતો કરતા, એમના જ દ્રષ્ટિબિંદુથી ‘દાદા’ બી પાંચ વર્ષના બની
જાય.
દાદાશ્રી : આ બેબી જોડે બી ફ્રેંડશીપ જેવું વાતાવરણ. હાં.. અને એ પાછા પોતે ભાવથી કહી દે બધું હકીકત, બધું કહી દે. કારણ કે એ તમારામાં તો શું હોય, ‘હું મોટી ઉંમરનો છું’, એટલે તમારા બારણા બંધ હોય, ‘એ પેલો નાની ઉંમરનો છે’ એ ભેદ પડી જાય. તે બારણાં બધા બંધ હોય. અહીં ખુલ્લા બારણાં. દોઢ વર્ષનો છોકરો અમારી જોડે રમે હઉં. દોઢ વર્ષનો છોકરો રમે, ‘દાદાજી’ જોડે અહીં જે' જે' કરે બધું કરે.
પ્રશ્નકર્તા : વિધિ કરે !
દાદાશ્રી : હા, વિધિ-બિધિ બધાં દોઢ વર્ષનાં છોકરાં કરે, બહુ છોકરા
કરે.
૪૦
મમતા મા-બાપતી ભારે; છોડવી પડે, જશે ત્યારે!
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મમતા ખરીને તને ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તારા પપ્પાને હઉં ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તને કોની કોની ? પાડોશીની હઉં ? પ્રશ્નકર્તા : પાડોશીઓની બહુ નહીં. પપ્પા-મમ્મીની વધારે મમતા. દાદાશ્રી : ત્યારે તારા દાદા તો હશેને, પહેલાં ? એમના ફાધર હશેને ?
કે ?
પ્રશ્નકર્તા : મેં જોયા નથી.
દાદાશ્રી : પણ હશે તો ખરાં ને ? તને ખાતરી છે ને ? એવું તારી બુદ્ધિ તો કબૂલ કરે છે ને કે હોવા જોઈએ ? કે નથી કબૂલ કરતી ? પ્રશ્નકર્તા : હતા.
દાદાશ્રી : તો તારા પપ્પાને, તારા દાદા જોડે મમતા નહીં હોય ? પ્રશ્નકર્તા : હોય જ ને.
દાદાશ્રી : તો પછી શી રીતે છોડી હશે ? એ અહીંથી ગયા છે
પ્રશ્નકર્તા : ગયા.
દાદાશ્રી : તે શી રીતે મમતા છોડી હશે, જતી વખતે ? મમતા છોડવી તો પડે જ ને પછી ? જ્યારે જાય ત્યારે આપણે મમતા છોડવી ના પડે ? નહીં તો જવાય શી રીતે ? પેલાને જવાય નહીં. અહીંને અહીંયા
જ ભમ્યા કરે. આપણે મમતા ના છોડીએ તો પેલા ત્યાં ને ત્યાં જ ભમ્યા કરે. એમણે મમતા છોડી દીધી હશે કે નહીં છોડી હોય ?