________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૨૫
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : હમણે પૈણવું છે કે મોટો થઈશ ત્યારે ? પ્રશ્નકર્તા : હમણે નહીં, મોટો થઈશ ત્યારે.
દાદાશ્રી : પૈણ્યા વગર લોકો ફ્રેન્ડશીપ કરે ખરાં કે? આ છોકરીઓ લોકોની હોય છે, તે લગ્ન કર્યા સિવાય ફ્રેન્ડશીપ કરે ખરી કે ?
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એ કરવી જોઈએ કે ના કરવી જોઈએ ?
પ્રશ્નકર્તા : એટલે બહુ નજીક ના આવવું જોઈએ, પણ ફ્રેંડસ તરીકે રાખવાના.
દાદાશ્રી : નજીક ના આવવું જોઈએ. અને ફ્રેંડશીપ તો મા-બાપને જો આવડતું હોય ને, તો છોકરાઓ બહાર કોઈની જોડે ફ્રેંડશીપ જ ના કરે. મારી પાસેથી તો ખસે નહીં. અને આ તો મા-બાપથી જ થાકી ગયેલા હોય છે, કંટાળી ગયેલા હોય છે !
જ નહીં. માટે ચેતીને ચાલવું સારું. માટે તું ચેતી જજે. આ જવાની છે, બુઢાપો આવવાનો હોય તેને અમે ના કહીએ, માટે આ ભય-સિગ્નલ તને બતાવીએ છીએ.
પ્રશ્નકર્તા : હા, હા, નહીં લઈ જાઉં, બીજાની બૈરી નહીં લઈ જાઉં.
દાદાશ્રી : હા, બરોબર. લઈ જવાનો વિચારે ય નહિ કરવાનો. કોઈ સ્ત્રી પ્રત્યે આકર્ષણ થાય તો ય, “હે દાદા ભગવાન ! મને માફ કરો’ કહીએ.
આવે કુવિચારો ત્યારે તે પ્રભુનું નામ; ન છોડીશ ઠેઠ સુધી, એ જ લાગે કામ!
ન ભોગવાય અણહક્કના વિષયો; દાદા ઘરે લાલબત્તી, જો જે લપસ્યો!
પછી અણહક્કનું ભોગવી ના લેવાય. અણહક્કનું વિષય ભોગવે છે લોકો ?
પ્રશ્નકર્તા: ઘણાં જણ ભોગવે.
દાદાશ્રી : અરે, બૈરી હઉ ઉઠાવી જાય છે ને લોકોની ! પોતાની હક્કની બૈરી રાખવી. આ તો બૈરી બીજાની ખોળી લાવે ! હક્કની પોતાની
સ્ત્રી હોય તો કોઈ વાત ના કરે. ઘરના ય કોઈ વઢે નહીં. માટે ક્યા ખાડામાં પડવું સારું ?
પ્રશ્નકર્તા : હક્કના. દાદાશ્રી : અણહક્કનો ખાડો તો બહુ ઊંડો ! પાછું ઉપર અવાય
દાદાશ્રી : ખરાબ વિચારો આવે છે તને ? પ્રશ્નકર્તા : કોઈક વાર આવે.
દાદાશ્રી : તે શું કરું તે ઘડીએ ? એ વિચારો ખરાબ આવે ત્યારે દવા શું ચોપડું તું ?
પ્રશ્નકર્તા : હું ખરાબ વિચાર ના આવે એવા પ્રયત્ન કરું. દાદાશ્રી : પણ એ મોકલે છે કોણ એ વિચારો ? પ્રશ્નકર્તા : મારું મગજ જ મોકલે છે.
દાદાશ્રી : એ ક્યાંથી લાવ્યા નવા તે ! બહારથી ઘુસી જાય છે કે મહીંથી ઉત્પન્ન થયેલા છે ?
પ્રશ્નકર્તા : બહારથી ઘુસી જાય છે. દાદાશ્રી : એ કેમ ઘુસી જાય છે ? પ્રશ્નકર્તા : એ જે બહાર જોયું, સાંભળ્યું, એ પ્રમાણે... દાદાશ્રી : સિનેમામાં વધારે ઘુસે છે ? પ્રશ્નકર્તા : કોઈક વાર જોઉં, પણ બહુ નથી જોતો.