________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૨૩
૪૨૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ્રશ્નકર્તા : મનુષ્ય થવું છે.
દાદાશ્રી : તો પછી મનુષ્યના ગુણો જોઈશે. જે તને ‘ગમે છે” એવું જ સામાને આપીએ તો મનુષ્યપણું આવે. કોઈ તને નાલાયક કહે તો ગમે ?
પ્રશ્નકર્તા : ના ગમે.
દાદાશ્રી : એટલે આપણે સમજી જવું કે આપણે કોઈને નાલાયક કહીએ તો એને કેમ ગમે ? એટલે આપણે એમ કહેવું કે આવો ભાઈ, તમે બહુ સારા માણસ છો. એટલે એને આનંદ થાય.
એક જીવ બતાવે, તેને મારવાનો રાઈટ; અહિંસક હોય તેવું, ઊંચું બુદ્ધિનું લાઈટ:
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો પછી મરાય શી રીતે આપણે ! ત્યારે કોઈ દુનિયામાં બનાવી આપે ખરો, સાયંટીસ્ટ લોકો ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો પછી જે બનાવી ના શકીએ ને તેને મારી શકાય નહીં આપણાથી. આ ખુરશી બનાવીએ, આ બધું બનાવીએ, એનો નાશ કરી શકીએ. તને સમજણ પડી ?
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : હવે શું કરીશ ? પ્રશ્નકર્તા : નહીં મારું.
દાદાશ્રી : એ જીવડાને મરવાનો ભય લાગે ખરો ? આપણે મારવા જઈએ તો નાસી જાય ખરું ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તો પછી કેમ મરાય ? અને આ ઘઉં, બાજરી ને ભય ના લાગે, એને વાંધો નહીં, શું કહ્યું ? ઘઉં, બાજરી બધું, આ દૂધી કંઈ નાસી જાય ? આપણે ચપ્પ લઈને જઈએ તો દૂધી નાસી જાય ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો એને શાક કરીને ખવાય. તને મરવાનો ભય લાગે કે ના લાગે ?
પ્રશ્નકર્તા : લાગે. દાદાશ્રી : હં. તો એવું એને ય લાગે.
દાદાશ્રી : જીવડાં મારેલાં ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ક્યાં મારેલાં ? પ્રશ્નકર્તા: બગીચામાં પાછળ, વાડામાં. દાદાશ્રી : શું હોય જીવડાં ? વંદા-વંદાને એવું તેવું હોય ? પ્રશ્નકર્તા : બધું જ મારેલું. દાદાશ્રી : માણસના છોકરાને મારી નાખું ખરો ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : ના મરાય છોકરાને ! આ કો'કનો છોકરો હોય તો મારી ના નખાય !
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : કેમ એમ ? હવે તે માર્યું, તે જીવડું માર્યું, એક બનાવી આપીશ તું મને ? લાખ રૂપિયા ઈનામ આપવું છે કે કોઈ જો બનાવી આપે તો એને લાખ રૂપિયા ઈનામ આપું. તું બનાવી આપીશ ! ના બને!
મા-બાપ રાખે છોકરાં સંગે મિત્રાચારી; ન ખોળે છોકરાં, પછી કોઈતી યારી!
દાદાશ્રી : ત્યારે તને શું ગમે છે કહે ? પૈણવાનું ગમે છે ?