________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૧
૪૨૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
શાહકારો ન કરે ચોરી ડરથી; પોલીસો ન હોય તો ઉપડે ધૂળથી!
દાદાશ્રી : એ તો માફ કરી આપીએ. આપણે ત્યાં માફી કરી આપીએ તને. તને માફી કરાવી છે ? પ્રશ્નકર્તા : હા.
હે આર્યપત્રો, ત કરાય ભેળસેળ; નહિ તો જાતવર ગતિનો છે મેળ!
તે ચોરી કોઈ દિવસ કરેલી કે ? પ્રશ્નકર્તા : ના, નથી કરી. દાદાશ્રી : નથી કરી ? તને ચોરી કરવાનું ગમતું નથી ? પ્રશ્નકર્તા : ગમે તો ખરું પણ ડર લાગે ને !
દાદાશ્રી : એક જણને મેં પૂછયું કે તારી પોળ તો બહુ શાહુકારોની છે, તે ચોરીઓ થતી નહીં હોય ! ત્યારે એણે કહ્યું કે જો આ સામેની પોલીસચોકી ઉઠાવી જુઓ, પછી અમારા આડોશી-પાડોશી સંડાસનો લોટો હોય તે ય ના રહેવા દે ! એટલે તેં કહ્યું એના જેવું, બીકના માર્યા ! કોઈ બીક ના હોય તો વાંધો નહીં ને ?
પ્રશ્નકર્તા : તો વાંધો ના આવે. દાદાશ્રી : તું ચોરી લાવે ? તને ગમતી હોય તે ચીજો ? પ્રશ્નકર્તા : ગમતી ચીજો તો લઈ આવું. દાદાશ્રી : સોનાની લગડીઓ પડી હોય તો લાવે છે ? પ્રશ્નકર્તા : એવું હોય તો બધાનું મન લલચાઈ જાય.
દાદાશ્રી : આ લોકોનાં મન એવા સ્ટેડી નથી. આ તો ભયના માર્યા સીધા રહે એવા છે. એક ભાઈએ મને કહ્યું કે આ નાલાયકોને માટે સરકારને લશ્કર ને પોલીસવાળા રાખવા પડે છે અને એનો કર છે તે લાયક પાસેથી લે છે ! એવાં ઘણાં લોકો હશે કે જેમને માટે પોલીસવાળાની જરૂર ના હોય.
તે ચોરી કરેલી કે કોઈ દહાડો ? (બીજા છોકરાને) પ્રશ્નકર્તા : એકવાર કરેલી. દાદાશ્રી : રાત્રે કરેલી કે દહાડે ? પ્રશ્નકર્તા : દહાડે.
અણહક્કનો પૈસો ના પડાવી લેવાય. આ મુંબઈ શહેરમાં લોકો ભેળસેળ કરતા નથી ને ?
પ્રશ્નકર્તા : વેપારીઓ કરે તો છે.
દાદાશ્રી : તે કોઈ ઓળખાણવાળો હોય તેને ચેતવજે કે ચાર પગવાળા થવું હોય તો ભેળસેળ કરો. નહીં કરો તો ય તમે ભૂખે નહીં મરો તેની અમે ગેરન્ટી આપીએ છીએ. કંઈક સમજવું તો જોઈએ ને ? આપણે ક્યા દેશના છીએ ?
પ્રશ્નકર્તા: ભારત દેશના.
દાદાશ્રી : ભારત દેશના આપણે, તે આપણી કવૉલિટી કઈ છે? આર્ય પ્રજા ! અને બહારની કઈ કહેવાય ?
પ્રશ્નકર્તા : અનાર્ય.
દાદાશ્રી : આપણે અહીં કોઈ કોઈ માણસ એવા થઈ જાય છે તો તેમને શું કહે છે ? અનાડી. આર્યપ્રજા એટલે આર્ય આચાર, આર્ય વિચાર ને આર્ય ઉચ્ચાર.
આ આડાઅવળા ધંધા હવે કરીશ ? જાનવર થવું છે તારે ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આ બે પગથી પડી જવાય, તેના બદલે ચાર પગ હોય તો સારું, પડી તો ના જવાય ! અને વધારામાં પૂંછડું ઈનામમાં મળે તે કૂદતું કૂદતું તો જવાય !!! હવે તારે એવું કંઈ થવું છે કે મનુષ્ય જ થવું