________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૧૭
૪૧૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
કે ખોટા ?! એના કરતાં સાચા જ માની લેવાં, એ જજ તો રાખવો ના
પડે.
પ્રશ્નકર્તા: કોઈવાર મા-બાપનું ખોટું હોય તો છોકરાઓને નુકસાન ના થઈ જાય ?
દાદાશ્રી : નુકસાન વળી શું થવાનું છે તે ! આ મોટલ કંઈ નાની થઈ જવાની છે આમ !
તને મારે છે કે મમ્મી ? પ્રશ્નકર્તા : હા. કોઈક વાર મારે છે. દાદાશ્રી : તું ના નથી કહેતી, ના મારશો એવું ? પ્રશ્નકર્તા : ના, નથી કહેતી. દાદાશ્રી : તને ગમે છે માર ખાવાનું ? નથી ગમતું, નહીં ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો ય મારી જાય છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : કશું ભૂલ થાય તેથી મારે છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : શું ભૂલ થાય ત્યારે ? પ્રશ્નકર્તા : કોઈકવાર ઘરમાં દોડતી હોઉં તો મને મારે. દાદાશ્રી : દોડતી હોઉં તો ? સામું બોલું છું કે ? પ્રશ્નકર્તા : કોઈક ટાઈમ બોલું છું. દાદાશ્રી : કોના સામું બોલું છું? પપ્પાની કે મમ્મીની ? પ્રશ્નકર્તા : મમ્મીને કોઈક ટાઈમ બોલાઈ જાય છે.
દાદાશ્રી : ઓહોહો ! એટલે મમ્મીનો રોફ પડતો નથી ! હવે સારું ના દેખાય, મમ્મીની જોડે સામું બોલીએ તે ! તને ગમે છે બોલવાનું?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : નથી ગમતું બધું આ જાણે છે ને આપણે માર-માર કરવાનો શું અર્થ છે તે ? આ તો ના જાણતો હોય છે, ત્યારે મારવું પડે. જ્ઞાનને ના જાણે ને ત્યારે મારવું પડે, આ તો બધું જ્ઞાનને જાણે છે. આપણે એને પૂછીએ તો બધું ય કહે. આ એને સમજણ જ પાડવાની જરૂર કે આવું ના થાય ને !
મમ્મીને તું કોઈ દહાડો મારું ખરી ? પ્રશ્નકર્તા : કોકવાર મારું. દાદાશ્રી : એ ઢેખાળો (પથરો) ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : શું મારું છું ? પ્રશ્નકર્તા : હાથથી મારું.
દાદાશ્રી : કેટલું વાગે તારા હાથથી તો ? એના કરતાં ઢેખાળો મારીએ તો, તો વાગે. ઢેખાળો મારવાનું ગમે તને ?
પ્રશ્નકર્તા : ના. ના મરાય. દાદાશ્રી : ત્યારે સારું. દાદાશ્રી : (બીજી બેન ને) તને મા-બાપે મારી’તી કોઈ દહાડો ? પ્રશ્નકર્તા : નથી મારી, હજી સુધી. દાદાશ્રી : મારી નથી ? ને મારે તો તને ગમે? તો તે ઘડીએ તું
પ્રશ્નકર્તા : કંઈ નહિ. સહન કરી લઉં.
દાદાશ્રી : પણ ચીઢ તો ચઢે ને એમની પર કે વગર ગુને મને મારે છે તે ?
પ્રશ્નકર્તા : ગુનો હોય તો જ મારે ને, આપણને. દાદાશ્રી : અને ગુનો ના પણ હોય. તારો ગુનો ના હોય અને