________________
૪૧૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
સ્કુલમાં જતાં ય બોલજે, ઘેર આવતાં હોય તો ય ‘દાદા ભગવાનનું નામ બોલતાં બોલતાં આવજે. તને એવું ગમે ?
પ્રશ્નકર્તા : હા.
છોકરાંતો મા-બાપ પ્રત્યે વ્યવહાર
ગમે તેટલું મારે તો ય ગમે મમ્મી; હિતમાં જ હોય જયારથી જન્મી!
(ઉત્તરાર્ધ)
(૧૬) ટીનેજર્સ સાથે “દાદાશ્રી'!
ભણવાનો ધ્યેય બાળપણથી; દાદા નામે પાશેર, ભાર મણથી!
દાદાશ્રી : ભણવાનું ગમે છે ? પ્રશ્નકર્તા : ભણવાનું ગમે. દાદાશ્રી : શું ભણું છું અત્યારે ? પ્રશ્નકર્તા : નવમીમાં છું. દાદાશ્રી : દર સાલ પાસ થઈશ કે બેસી રહીશે બે-ત્રણ વર્ષ ? પ્રશ્નકર્તા : પાસ થઈશ.
દાદાશ્રી : બસ, ત્યાર પછી બહુ થઈ ગયું. પણ આ દાદા ભગવાનનું નામ લેજે હવે રોજ.
તું તૈયાર થઈ જશે, દાદા ભગવાનનું નામ બોલજે, જતાં-આવતાં. તું એક વખત વાંચું ને, તો બધું આવડી જાય પછી વધારે વાંચવું ના પડે.
દાદાશ્રી : મમ્મી વઢે છે કે કોઈ દા'ડો ? પ્રશ્નકર્તા : ભાગ્યે જ વઢે છે.
દાદાશ્રી : ભાગ્યે જ નહીં ! તારું ભાગ્ય જાગે તો જ અને પપ્પા વઢે છે કોઈ દા'ડો ?
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એમ ! એ બેમાંથી કોણ ન્યાયથી વઢે છે ? પ્રશ્નકર્તા : બેઉ જણ. બંને ન્યાયી.
દાદાશ્રી : બંને ન્યાયી ! પપ્પા એકલા ન્યાયી હશે, મને લાગે છે? મમ્મી ન્યાયી નહીં હોય.
પ્રશ્નકર્તા : બંને ન્યાયી છે. મને મમ્મી અને પપ્પા મારા સારા માટે કહે, પણ તો ય મને નથી ગમતું એવું કેમ થાય છે ?
દાદાશ્રી : ડૉક્ટર કડવી દવા આપે તો ય તને ના ગમે ? પ્રશ્નકર્તા : એ લેવી પડે તો લેવી જ પડે ને.
દાદાશ્રી : એવું આ ય લેવી જ પડે. ના ગમે તો ય પીવી પડે. આપણે શરીર સુધારવું હોય તો પીવી અને ના સુધારવું હોય તો નહીં. કહી દેવું કે એક શબ્દ ય તમે કહેશો નહીં અમને આજથી.
પ્રશ્નકર્તા : દરેક વખતે મા-બાપ સાચા જ હોય છે ?
દાદાશ્રી : સાચા જ માની લેવાનાં. એને તોલ કરવા જજ આપણે ભાડે રાખીએ પાછા ! એ પાંચ હજાર ડૉલર એ પગાર માંગે. સાચા છો