________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૮૧
૩૮૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પોતાને કામ લાગે ત્યાં સુધી સંબંધી ! ઘાટમાં લે ને ! તમને કોઈ ઘાટમાં લેતું નથી ? આ સંસાર ઘાટવાળો જ છે. જ્યાં કોઈપણ પ્રકારનું ઘાટ નથી હોતો ત્યાં પરમાત્મા અવશ્ય હોય જ. ઘાટથી ભગવાન વેગળા. જ્યાં સુધી સાંસારિક કોઈ પણ ઘાટ છે, સંસારિક ઇચ્છાઓ છે ત્યાં સુધી સાચી વાત કોઈથી ના નીકળે. એક શબ્દ ય સાચો નીકળે નહીં.
ચાલે. આવું ‘એના વગર ના ચાલે’ એ કેમ થાય ? આ તો ઋણાનુબંધ છે. આવું તે ક્યાં સુધી ચાલે ? આ શો ડખો ? નહીં લેવા, નહીં દેવા. ચપટીક ખાવું ને ગામ આખાનું માથે લઈને ફરવું ને પગ દુઃખે તો કોઈ જોવા ય આવે નહીં. એકલું જાતે જ પંપાળ પંપાળ કરવું પડે. - ભગવાને શું કહ્યું કે “સબ સબકી સમાલો. મેં મેરી ફોડતા હું ! એક ભૈયાઓનું ટોળું હતું. તે જાતે ખીચડી પકાવીને ખાય. આ બધા ભૈયાઓ એક મેદાનમાં ઊતરેલા. બધાએ સૌ-સૌની ખીચડી ત્રણ પથરા મૂકીને હાંલ્લીમાં મૂકી. પછી બધા ગામમાં વેપાર કરવા ગયા. એક માણસને સાચવવા મૂકીને ગયા. પછી સાંજે પાછા આવ્યા. તેમાં એકને શું થયું કે, તેને પોતાની હાંલ્લી જડી જ નહીં, તેને ચિંતા થઈ કે. મારી પેલી કે પેલી ? આ ઝાડ નીચેની કે પેલા ઝાડ નીચેની ? ને પાછો તે વિચાર કરવા માંડયો કે, બીજાની લઈશ તો મને બધા ગાંડો કહેશે. એટલે એણે ઉપાય શોધી કાઢયો. એક મોટો પથરો લીધો અને મોટેથી બોલવા માંડયો, ‘મેરી હાંલ્લી ફોડતા હું, સબ સબકી સમાલો'. તે તરત જ બધાએ પોત પોતાની હાંલ્લી પકડી લીધી અને પેલાને એની હાંલ્લી મળી ગઈ ! આ તો આપણી હાંલ્લી સમાલીને ચાલવા જેવું છે.
ઘાટવાળી સગાઈઓમાં શો સાર? સાચો સંબંધી આત્મા એ જ સંભાર!
પરિણામ સમજવું જોઈએ, છતાં છોકરાં છે. છોકરા પર પ્રેમ રાખવાનો, છોકરા જ માનવાનાં. છોકરો એટલે શું સંબંધ છે એ સમજી લેવું. કારણ કે આ દરેક જોડે શું સંબંધ છે, એ ના સમજી લઈએ આપણે? એ તો જ્યારે દાઢ દુ:ખે ત્યારે ખબર પડે ! કાન દુઃખે, પેટ દુ:ખે ને ત્યારે ખબર પડે. માટે બહુ અતિશય માયા કરશો નહીં. ફસામણ છે. સમજીને કરજો આ બધું. હું તમને માયા છોડવાનું નથી કહેતો. છોડ્યું છૂટાય એવી નથી. પણ આ બહુ માયા ના કરશો, હાયવોય ના કરશો. મારી વાત વ્યાજબી લાગે છે ને ?
સાચો સંબંધ કોને કહેવાય કે જે કોઈ દહાડો ય ના બગડે. આત્મા જોડે જ સાચો સંબંધ છે. બાકી બધા ઘાટવાળા સંબંધ છે. ઘાટવાળા એટલે