________________
૩૮૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
(૧૫)
દાદાશ્રી : હોય જ ને, બધું ! બધું લેણ-દેણ જ છે ને આ !
પ્રશ્નકર્તા : આ બધા મનુષ્યો છે, એમાં કોઈ મા છે, કોઈ ભાઈ છે. કોઈ છોકરો છે. એમનો એ બધાનો પૂર્વાપર સંબંધ ખરો ?
દાદાશ્રી : પૂર્વાપર એટલે આપણા ચોપડા હોય ને દુકાને, દુકાનવાળાએ દુકાન પાછી લઈ લીધી, તો આપણે ચોપડા ઘેર લઈ જઈએ. તેથી કંઈ ઘરાક તો જે છે બાકી, તેની પાસે ઊઘરાણી કરાય ને ? માગતો હોય તેને ત્યાં ઊઘરાણીએ જવાય ને ? એવું આપણે ત્યાં હિસાબ લેવા માટે ને આપવા માટે આવેલા. આપણે ત્યાં જે જે આવ્યા છે ને, તે લેવા માટે અને આપવા માટે, તે આપણને શું આપે છે ? એ ઉપરથી જોઈ લેવાનું કે આ લે છે કે આપે છે ? આ હિસાબ છે, બધા હિસાબ પતાવવા આવ્યા છે. તમને એવો અનુભવ થોડો ઘણો થયેલો નહીં ? કે આ હિસાબ પતાવે છે ?
પ્રશ્નકર્તા સારી રીતે થયો છે.
દાદાશ્રી : જે છેતરી જાય છે એ આપણો જ હિસાબ. તે તમારો જ હિસાબ ચૂકવે છે, એ નિમિત્ત છે.
બૈરી-છોકરાં જો પોતાનાં હોય ને, તો આ શરીરને ગમે તેટલી ગભરામણ થતી હોત તો વાઈફ થોડી લઈ લેત, અર્ધાગના કહેવાય છે ને ! લકવો થઈ ગયો હોય તો છોકરો લઈ લે ? પણ કોઈ લે નહીં. આ તો હિસાબ છે બધો ! બાપા પાસે માંગતો હતો, તેટલું જ તમને મળ્યું
એ છે લેણ-દેણ, ન સગાઈ!
જેવો હિસાબ બંધાયો, તેવો ચૂકવાય; આપ-લેનો હિસાબ, નિરાંતે પતાવાય!
પ્રશ્નકર્તા : અમારા બે છોકરાઓ સાથે કોઈ વખત આમતેમ બોલાચાલી થઈ જાય. બાકી મારે એક છોકરાની બાબતમાં ઘણું સહન કરવું પડે છે.
દાદાશ્રી : બધું સહન કરવું પડે એ તો. એ ગોદા મારવા આવ્યો હોય ને, તો ગોદા ખાવા પડે આપણને. એવું છે ને, એ ઋણાનુબંધ કેવું બાંધેલું ? જે પ્રેમથી બંધાયેલું હોય તે આનંદ આપે અને બીજી રીતે બંધાયેલું હોય તે ગોદા મારે. એટલે આપણે ગોદા ખાવાં જ પડે, છૂટકો જ નહીં ને. એટલે સમભાવે નિકાલ કરવાનો. કારણ કે આપણે છૂટા થવું છે. એને કંઈ પડેલી નથી, એ તો બાથંબાથ કરવા તૈયાર છે. આ તમારા પક્ષનો અને પેલા વિપક્ષી, પણ એવું મોઢે બોલીએ નહીં. મોઢે તો કહીએ કે ‘તારા વગર મને ગમતું નથી.’ એમ તેને કહેવું. નહીં તો સામાવળીયો થઈ જાય. પછી એને એમ લાગે કે આ છે જ એવા.
પ્રશ્નકર્તા : તો છોકરાંઓ જોડે ગયા ભવનું લેણ-દેણ હોય છે ?
રણદ્વેષથી મા-બાપ છોરાં મળ્યાં;
દુ:ખ વધુ ભોગવવા ખુદતાં કર્યા! પ્રશ્નકર્તા : આપણે ત્યાં એવો છોકરો પાક્યો હોય તો શું કરો ? તેને આપણે કંઈ કાઢી મૂકીએ છીએ ?
દાદાશ્રી : ના, કાઢી ના મૂકાય. પ્રશ્નકર્તા: તો પછી એ તો એને રાખવો જ પડે ને.