________________
૩૮૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૭૯ વ્યવહાર જેટલો બધો કહેવાય છે, એ બધો ‘ફોરેન’ છે. અને આ રીલેટિવ' છે, એ બધો વ્યવહાર જ છે, “રીયલ’ એકલું જ નિશ્ચય છે, હકીકત સ્વરૂપ છે, વાસ્તવિક છે !
વ્યવહારમાં પણ જાગૃતિપૂર્વક થાય ત્યારે ‘પ્રોગ્રેસ’ કહેવાય. વ્યવહારમાં પોતાનો છોકરો છે એવું કહે ખરો, પણ મહીં પોતાનો છે એવા પરિણામ ના વર્તતા હોય. આત્મા કોઈનો છોકરો થાય નહીં, આત્મા કોઈનો પુત્ર કે પિતા થાય ? એટલે એ જાગૃતિપૂર્વકનું હોવું જોઈએ. આમ વ્યવહારમાં વાતચીત કરીએ, પણ નાટકની પેઠે અને અંદર જાગૃતિ રહેવી જોઈએ કે કોઈ કોઈના બાપ નહીં અને કોઈ કોઈનો છોકરો નહીં. એ આત્મા જ છે, આપણે આત્મા જ છીએ, એવું રહેવું જોઈએ. બધાનામાં શુદ્ધાત્મા જો જો કર્યા કરવા. બીજું આમાં શું કરવાનું છે ! બીજો વ્યવહાર વચ્ચે લવાય નહીં. બીજો વ્યવહાર તો વ્યવહાર કરવા માટે છે. મોક્ષે જવું હોય તો તમારા કોઈ પુત્ર-પુત્રી છે નહીં. સંસારમાં રહેવું હોય તો પુત્ર-પુત્રી તમારાં જ છે.
સોંપે છોરાંતે કરી કમાણી કાળી! ઘરડાં ઘરે ઘાલે, મરે જીવ બાળી!
આવ્યા હોય છે ! આપણે ઘરાકને કહીએ કે, ‘મને તારા વગર ગમતું નથી, તારા વગર ગમતું નથી.” તો ઘરાક શું કરે ? મારે. આ તો રીલેટિવ' સગાઈઓ છે, આમાંથી કષાયો ઊભા થાય. આ રાગકષાયમાંથી ષકષાય ઊભો થાય. ઉછાળે ચઢાવાનું જ નહીં. આ દૂધપાક ઊભરાય ત્યારે લાકડું કાઢી લેવું પડે, એના જેવું છે.
છોકરાંને આપણે કશી લેવાદેવા નથી. આ તો વગર કામની ઉપાધિ ! બધાં કર્મને આધીન છે. જો ખરી સગાઈઓ હોય ને તો ઘરમાં બધાં નક્કી કરે કે આપણે ઘરમાં વઢવાડ નથી કરવી, પણ આ તો કલાકબે કલાક પછી બાઝી પડે ! કારણ એ કોઈના હાથમાં હોતો જ નથી ને ! આ તો બધા કર્મના ઉદય ફટાકડાં ફૂટે તેમ ફટાફટ ફટાફટ ફૂટે છે !
આ મોહ કોની ઊપર ? જૂઠા સોના ઊપર ? સાચું હોય તો મોહ રખાય. આ તો ઘરાક-વેપારી જેવો સંબંધ. માલ સારો મળે તો ઘરાક પૈસા આપે, એવો આ સંબંધ છે. જો એક જ કલાક વર જોડે ભાંજગડ કરે તો સંબંધ તૂટી જાય, એવા સંબંધમાં મોહ શો રાખવો ?
શેઠ શું કહે કે અમે શું કરીએ ? અમારે તો મિલકત છોકરાને આપવાની છે. મૂઆ, ચારસોવીસી કરીને કમાણી કરી અને તે ય પાછી પરદેશમાં કમાણી કરી અને પછી છોકરાને આપશે ? છોકરો તો રીલેશનવાળો છે; રીલેટિવ સંબંધ અને પાછો અહંકારી કંઈ શાશ્વત સંબંધ હોય, રિયલ સંબંધ હોય ને કમાણી કરી આપતો હોય તો સારું. આ તો સમાજને લીધે દબાઈને જ સગાઈ રહી છે અને તે ય ક્યારેક બાપ-દીકરો લઢે છે, ઝઘડે છે. તે ઉપરથી કેટલાક છોકરાં તો કહે છે કે, બાપને ઘરડાઓના ઘરમાં મૂકી આવવાના છે ! જેમ આ બળદોને પાંજરાપોળમાં મૂકી આવે તેમ ઘરડાંઓનું ઘર ! કેવું રૂપાળું નામ કાઢયું છે ! આ સગાઈમાં કેમ બેસી રહ્યા છો તે જ મને તો સમજાતું નથી. આ રીલેશન સંબંધમાં અહંકાર ના હોય તો તો પછી એ ચલાવી લેવા જેવો સંબંધ છે. તમે ક્યાં નથી જાણતા કે બાપને કેદમાં નાખીને, મારી નાખીને રાજગાદીઓ લીધેલી !
આ તો મછવામાં ભેગું થયેલું માણસ. તે એ તો એનો કિનારો આવશે એટલે ઊતરી પડશે. અને આ કહેશે કે, મને એના વગર નહીં
બાબો માંદો હોય તો આપણે દવા બધી કરીએ, પણ બધું ઉપલક. આપણાં છોકરાંને કેવાં માનવા જોઈએ ? ઓરમાન. છોકરાંને ‘મારા છોકરાં’ કહે અને છોકરાં ય “મારી મા’ કહે, પણ મહીં લાંબી સગાઈ નહીં. એટલે આ કાળમાં ઓરમાઈ સગાઈ રાખજો, નહીં તો માર્યા ગયા જાણજો. છોકરાં કોઈને મોક્ષે લઈ જનારાં નથી. જો તમે ડાહ્યા થશો તો છોકરાં ડાહ્યા થશે. છોકરાં જોડે વહાલ તે કરાતું હશે ? આ વહાલ તો ગોળી મારે. વહાલ દ્વેષમાં ફરી જાય. પરાણે પ્રિત કરીને ચલાવી લેવાનું બહાર ‘સારું લાગે છે તેમ કહેવાનું. પણ મહીં જાણીએ કે પરાણે પ્રીતિ કરી રહ્યા છીએ, આ હોય સાચી સગાઈ.
આ તો બધી પરભારી પીડા છે. છોકરો એમ નથી કહેતો કે મારા પર પડતું નાખો, પણ આ તો બાપ જ છોકરાં પર પડતું નાખે છે. આ આપણી જ ભૂલ છે. આ કળિયુગમાં તો માંગતા લેણાવાળાં છોકરાં થઈને