________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૭૭
૩૩૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
છે ?” એનું ભાન તમને કરાવી દઈએ, પછી તમને આ નાટક જેવું જ થઈ જશે. આ હું ડ્રામા જ કરું છું. મારે ભગવાન થઈને શું કાઢવાનું છે?
કેમિલી વ્યવહાર માત્ર છે તિકાલી; ઉપલક રહી રાગ-દ્વેષ કરો ખાલી!
પ્રશ્નકર્તા: અમારા ને તમારા ડ્રામામાં ફેર છે ને ?
દાદાશ્રી : એવું છે ને, તમે આ ભાઈના બાપ થઈને નાટક કરો છો અને હું તો અસલ રૂપમાં નાટક કરું છું. જેવો પાઠ હોય તેવો ભજવું છું. આ બધાના રૂપરંગ, એવું તેવું હું જોતો નથી. હું બધાનામાં આત્મા જોઉં છું. રૂપરંગ જોઈને શું કરવાનું છે ? રૂપરંગ જોડે આવે ખરું ? કાળું હોય કે ગોરું હોય. જાડું હોય કે પાતળું હોય, એ સાથે આવવાનું કશું ? આત્મા તેવો નથી. આત્મા તો એક સ્વભાવી છે. આ બધાં પેકીંગ છે જાતજાતના આ પુરૂષો પેકીંગ, સ્ત્રીઓ પેકીંગ, ગધેડાં, કૂતરાં બધાં પેકીંગની અંદર ભગવાન પોતે રહેલા છે. એ સામાન ઓળખી ગયો તો કામ થઈ ગયું. ખરો વેપારી પેકીંગ ના જુએ ને ? માલસામાન બગડયો નથી ને ! એટલું જ જુએ.
અલ્યા, આ તો નાટક છે, ડ્રામા છે ખાલી ! વર્લ્ડ ઇઝ ધી ડ્રામા ઇટસેલ્ફ. તમે એમાં એકટર છો ને હું એકટર છું. ડ્રામામાં ભર્તુહરી કહેશે. કે હું કાયમનો ભર્તુહરી છું. એવું ના બોલાય અને પીંગળાને ય ચોંટી ના પડાય કે તું તો મારી કાયમની પીંગળા છે. એટલે ભર્તુહરી રહે તો કેવી ય રીતે ? અભિનય પૂરતો જ. પણ અંદરખાને પોતે જાણે કે હું તો લક્ષ્મીચંદ તરગાળો છું. એ ભૂલે નહીં અને આ લોક તો સાચું જ રડે. એટલે આપણે ભર્તુહરીની પેઠ પાઠ ભજવવો, તો તમારે કશું દુઃખ છે નહીં. પણ આ તો પાઠ ભજવવામાં પોતે પોતાને ભૂલી ગયો, પોતે કોણ છે એ વિસારે પડી ગયું ! પણ ભર્તુહરી ‘પોતે કોણ છે તે લક્ષમાં નાટક કરે તો વાંધો શો છે ? “હું લક્ષ્મીચંદ છુંને ઘેર જઈને મારે ખીચડી ખાવાની છે, તે યાદ હોય ને અભિનય કરે કે ‘ભિક્ષા દે ને મૈયા પીંગળા ?” તો કશો વાંધો આવે ખરો ?
પ્રશ્નકર્તા : ભૂલી ગયાં છે તેની તો ઉપાધિ છે ને !
દાદાશ્રી : ભૂલી ગયાં છે તેટલાં માટે તો અમે બધાને આ જાગૃત કરીએ છીએ કે નાટકમાં આવી જાવ બધા. કારણ કે ઊંઘ ઊંઘના ટાઈમે આવે છે, ભુખ ભુખના ટાઈમ લાગે છે. નહાવાનો ટાઈમીંગ થાય ને, ત્યાં પાણી ગરમ થઈને તૈયાર થઈ ગયું હોય છે.
એટલે આ નાટકમાં આપણે આવ્યા છીએ. અમે એ ‘પોતે કોણ
સંસારમાં ડ્રામેટિક રહેવાનું છે. ‘આવો બેન’, ‘આવ બેબી', આમ તે ય બધું છે તે સુપરફલ્યુઅસ કરવાનું છે. ત્યારે અજ્ઞાની શું કરે કે સોડમાં ઘાલ ઘાલ કરે, તો પેલી બેબી ય એની પર ચિઢાયા કરે. અને જ્ઞાની પુરુષ વ્યવહારમાં ‘સુપરફલ્યુઅસ’ રહે તો બધા ય ખુશ રહે એમની પર. કારણ કે લોકોને ‘સુપરફલ્યુઅસ’ જોઈએ છે. બહુ આસક્તિ લોકોને નથી ગમતી. એટલે આપણે પણ બધું ‘સુપરફલ્યુઅસ’ રહેવું, આ બધા તોફાનોમાં પડવું નહીં.
‘જ્ઞાની’ શું સમજે ? કે બેબી પૈણી, તે પણ વ્યવહાર અને બેબી બિચારી રાંડી, તે પણ વ્યવહાર, ‘રીયલ’ ન હોય આ. એ બન્ને વ્યવહાર છે, “રીલેટિવ' છે અને કોઈથી ફેરવી ના શકાય એવું પાછું !! હવે આ લોક શું કરશે ? જમાઈ મરી ગયો ને પાછળ માથાં ફોડે ? તે ઊલટાં ડૉકટરને બોલાવવા પડે. એટલે એ રાગ-દ્વેષને આધીન છે ને ! વ્યવહાર વ્યવહાર સમજાયો નથી તેથી ને !
છોકરાંને વઢવું પડે, બઈને બે શબ્દ કહેવાં પડે. પણ નાટકીય ભાષામાં, ઠંડકથી ગુસ્સો કરવાનો. નાટકીય ભાષા એટલે શું કે ઠંડકની સાંકળ ખેંચીને ગુસ્સો કરવાનો એનું નામ નાટક !
જેમ નાટકમાં કામ કરે છે ને, એના જેવું ‘સુપરફલ્યુઅસ” છે, પણ આ બધી ક્રિયા છે, તેને પોતાની ક્રિયા માની લીધી. એ ખોટી ‘બીલિફ’ થઈ છે. આ ‘સુપરફલ્યુઅસ’ છે. આને મનમાં રાખી મૂકવા જેવું ન્હોય. ચિત્તમાં ફોટોગ્રાફી લેવા જેવું હોય, આ ‘સુપરફલ્યુઅસ’ છે ! આ તેથી આપણે કહીએ છીએને કે તમને ‘આ’ જ્ઞાન આપ્યું છે, તમે ‘હોમ ડીપાર્ટમેન્ટમાં તમારી રૂમમાં રહો અને ‘ફોરેન’માં ‘સુપરફલ્યુઅસ’ રહેજો. આ વ્યવહાર બધો ‘ફોરેન’ છે. જેટલો વ્યવહાર દેખાય છે,