________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૭૫
આ બુદ્ધિશાળી તો આ મારો દીકરો, આ મારા દીકરાનો દીકરો ! આ બધાં દૂધિયાં બૂમાબૂમ કરે નહીં ને ! પણ એ તો વેલાને દૂધિયાં બેસ્યા જ કરે, એ એનો કુદરતી ક્રમ છે આ બધું તો ! એટલે મનુષ્યોએ બધો વિકલ્પ ઊભો કરેલો છે. વિકલ્પ જૂઠ્ઠો વિકલ્પ ઊભો કરીને આખો માળો ઊભો કર્યો છે. જ્યારે નિર્વિકલ્પ થાય ત્યારે બંધ થઈ જાય.
આ
ભજવ પાત્ર નાટકતાં ‘હું કોણ' જાણી! કહેવાય રાણીને ઘેર હેડ', ખરી માતી?
એટલે આ બધા વિકલ્પો છે. હવે આ વિકલ્પોમાં રહીને આપણે પોતાનું કામ કાઢી લેવાનું છે. કારણ કે આ વિકલ્પો લોકોએ પરમેનન્ટ બનાવ્યા છે અને ખરેખર એ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે, એ ડ્રામેટિક એડજસ્ટમેન્ટ છે. આ તમારા ફાધર, તમારા વાઇફ, તમારા ભાઈ એ બધાં ડ્રામાનાં, ઓન્લી ફોર ડ્રામા છે. જ્યાં સુધી આપણો આ દેહ છે ત્યાં સુધીનો આ ડ્રામા છે !
બાપ છોકરાંને કહે કે, ‘તને આવો જાણ્યો હોત, તો જન્મતાં જ તને મારી નાખ્યો હોત !' ત્યારે છોકરો કહે કે, ‘તમે મારી ના નાખ્યો તે ય અજાયબી છે ને !! આવું નાટક થવાનું તે શી રીતે મારો !!!' આવાં આવાં નાટક અનંત પ્રકારનાં થઈ ગયાં છે, અરે ! સાંભળતાં ય કાનના પડદા તૂટી જાય !! અલ્યા, આનાથી ય કંઈ જાતજાતનું જગતમાં થયું છે, માટે ચેતો જગતથી ! હવે ‘પોતાના’ દેશ ભણી વાળો, ‘સ્વદેશ’માં ચાલો. પરદેશમાં તો ભૂતાં ને ભૂતાં જ છે, જ્યાં જાઓ ત્યાં !
આ તો નાટક છે ! નાટકમાં બૈરી-છોકરાંને પોતાનાં કાયમનાં કરી લઈએ તે કંઈ ચાલી શકે ? નાટકમાં બોલે તેમ બોલવામાં વાંધો નહીં
કે, ‘આ મારો મોટો દીકરો, શતાયુ થા.’ પણ બધું ઉપલક, ‘સુપરફલુઅસ’ નાટકીય. આ બધાંને સાચાં માન્યાં તેનાં જ પ્રતિક્રમણ કરવાં પડે છે. જો સાચું ના માન્યું હોત તો પ્રતિક્રમણ કરવાં ના પડત. જ્યાં સત્ય માનવામાં આવ્યું ત્યાં રાગ ને દ્વેષ શરૂ થઈ જાય, અને પ્રતિક્રમણથી જ મોક્ષ છે. આ ‘દાદા’ દેખાડે છે તે ‘આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન'થી મોક્ષ છે.
૩૭૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
‘દાદા’ ભજવે તાટક દિતરાત; કર્મ કરે છતાં અકર્મ આત્મસાત્!
આ તો એક જ ફેરો પોતાનું ભાન થાય ને તો આ જંજાળથી છૂટે. પણ પોતાનું ભાન જ થયું નથી. ‘પોતે કોણ છું’ એ ભાન જો થયું હોત ને તો આ માથાકૂટ હોત નહીં અને લોકોને એમ કહેત ય નહીં કે ‘આ ચંદુલાલનો હું સસરો થઉં’. અલ્યા, સસરા થવાતું હશે ? કાયમનો સસરો છું કે શું છે તે ? જાણે કાયમના સસરા હોય ને, એવું ચોંટી પડયા છે ને ?! આ બધી તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ છે !
વગર કામનાં આ મારા સાસુ ને આ મારો સસરો ! પહેલાં તો હું ય સાચું જ માનતો હતો કે આજે તો મારે સાસુને ત્યાં જવાનું. પણ આ બધું પોલ નીકળ્યું. જો એ આપણાં સાસુ થતાં હોય પણ એમને કોઈ સાસુ ના હોય તો, આપણે જાણીએ કે આ ખરેખર સાસુ. પણ એ સાસુ ને ય સાસુ છે ને એમને ય સાસુ, માટે આનો અર્થ જ શું છે તે ? આપણા
જમાઈ હોય તો આપણે જાણીએ કે ઓહોહો ! આપણા આ જમાઈ છે.
પણ જમાઈને પાછા જમાઈ હોય. ત્યારે મેલને પૂળો !! આ મારો જમાઈ, આ મારી વાઈફ, આ મારા છોકરાં, એ જ બંધનને ત્યારે બીજું શું તે ? એ બંધનને બંધન જાણે, ત્યાર પછી વ્યવહાર કરવાનો વાંધો નથી. પછી સસરા તરીકે વ્યવહાર કરવાનો વાંધો નથી.
પ્રશ્નકર્તા : વ્યવહારમાં ના આવે એ માણસ ફેંકાઈ જાયને ?
દાદાશ્રી : પણ વ્યવહારમાં રહેવું જ જોઈએ. વ્યવહારમાં તો બહુ સારી રીતે રહેવું જોઈએ. જુઓને હું વ્યવહારમાં રહું જ છું ને !
અહીં આગળ બધા મને ભગવાન કહે છે, કોઈ જ્ઞાનીપુરુષ કહે છે. જેને જે વિશેષણ આપવું હોય તે આપે છે અને હું મોસાળમાં જાઉં ત્યારે મને ‘ભાણાભાઈ આવ્યા’ એમ કહે છે અને ટ્રેનમાં મને કોઈ ટિકિટ એક્ઝામીનર મળે કે, ‘આપ કોણ છો ?” ત્યારે હું કહું કે ‘ભઈ, હું પેસેન્જર છું.' અને ધંધા ઉપર જઉં છું, ત્યારે હું કહું છું કે ‘હું કોન્ટ્રાક્ટર છું, હું શેઠ છું.’ એટલે જ્યાં જ્યાં જેવું જેવું નાટક મારું હોય છે તે પ્રમાણે હું વાત બહાર પાડું છું.