________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૩૩
ભેંસો, નાનાં જીવડાં, વીંછીઓ, સાપ કેટલી બધી જાતો છે ને ? તેમાં માણસો એકલાએ જ આવા ગાંડા કાઢયા છે. દેવ લોકોએ ય આવા ગાંડા નથી કાઢયા ! દેવ લોકો ય કોઈને એમ નથી કહેતા કે આ મારા સસરા આવ્યા ને આ મારા સાળા આવ્યા. આ મારા ફુવા થાય ને આ મારા મામા થાય, એવું કોઈ લોકો નથી કહેતાં. મનુષ્યો એકલાએ જ છે તે વિકલ્પની જાળો ઊભી કરી છે. આમને કુદરતના નિયમથી બુદ્ધિ ઊભી થઈ ગઈ. તે બુદ્ધિનો દુરૂપયોગ કરીને વિકલ્પની જાળો ઊભી કરી. એ જાળમાં પછી પોતે જ ફસાયા. નિર્વિકલ્પ પોતે હતો, તેને બદલે વિકલ્પી થઈ ગયો. હવે શું થાય તે ?!
હવે આ ‘મારા સસરા થાય’ કહેવાનો વાંધો નથી, એ તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે પણ આ તો કાયમનાં જાણે સસરા હોય ને એવું બોલે છે. તમે અત્યાર સુધી બધું આ કાયમનું જ જાણતા હતા ને ! આ કાયમના સસરા, આ કાયમના મામાં, બધુ કાયમનું માનતા હતા ને ? પણ એ બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. બૈરી ભાયડાને ના ફાવે ને, એટલે પેલો કહેશે ‘મારે ડીવોર્સ લેવા છે.’ અને પેલી કહેશે, “મારે ડીવોર્સ નથી આપવો'. પછી ચાલે તોફાન ! છે એવું તોફાન બીજી નાતોમાં ? ગાયોભેંસો એમને ય આપણી પેઠે બૈરી-છોકરાં બધું ય હોય છે. પણ ત્યાં છે કશી ભાંજગડ ? લગન નહીં, લઢવાડો નહીં, કાંણ નહીં, મોકાણ નહીં. ૨ડારોળ નહીં. એમને ય છોડીઓ નાસી જાય ખરી, પણ તે કશી ભાંજગડ જ નહીં ને ! કારણ કે એ કાયદેસર છે. ભગવાનનાં લૉમાં રહે છે. બીજી આવી જાતો ઊભી કરી નથી. તમને લાગે છે એવું કે કંઈક આપણી જ ભૂલો છે ?
પ્રશ્નકર્તા : માયાનું બંધન તો પશુઓને પણ હોય ને ?
દાદાશ્રી : ના, એ માયાનું બંધન નથી. માયાનું બંધન તો એકલાં મનુષ્યોને જ છે. એમને તો દુનિયાદારીનું બંધન છે. વાછરડું નાનું હોય ત્યાં સુધી ગાય એને રાખે. અને મોટું થયું એટલે ગાયને લેવાદેવા નહીં ને બચ્ચાં ને ય લેવાદેવા નહીં અને આપણે અહીં તો સાત પેઢી સુધી ખસવા ના દે. આપણે અહીં તો મમતા ભારે છે કે નહીં ? મારા છોકરાનો છોકરો ખાશે એટલા માટે ભેગું કરતા હોય છે ને ?! એ ગાયને એવું
૩૭૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર હોય છે ? ગાયને ય છોકરાં હોય છે કે નથી હોતાં ? પણ ગાયનું કંઈ નામ કાઢે છે ? એ એનું જ નામ નથી કાઢતાં ને ?! આપણે અહીં તો મારું નામ કાઢશે, ફલાણું કાઢશે ! અને આપણે ત્યાં મરી જાય, ત્યારે રડે કે ના રડે ? અને ગાયો-ભેંસોમાં રડવા કરવાનું ખરું કે ? રડવાનું કશું ય નહીં. એમને પૈણાવાની ચિંતા નહીં ને રાંડ્યાની ચિંતા નહીં, કશું જ ચિંતા નહીં. છતાં પૈણે-રાંડે બધું જ થાય પણ ચિંતા નહીં કરવાની. કુદરતી વ્યવહાર તો બધે ય થયાં જ કરે છે. આ તો વચ્ચે આપણું ડહાપણ ઘાલ્યું, તેથી તો બધા જીવો કરતાં વધારેમાં વધારે દુ:ખી હોય તો મનુષ્યો. ગાયો-ભેંસોને ય આવું દુ:ખ નહીં હોય, ચિંતા-કકળાટ કશું નહીં. ગાયોભેંસોને ભૂખનું દુ:ખ ખરું. જરા ખાવાનું ના મળ્યું તો દુ:ખ લાગે, બાકી બીજું દુઃખ નહીં. અને આ મનુષ્યો તો ચિંતામાં આખો દહાડો શક્કરીયા ભરવાડમાં મૂકેલા હોય ને એવા બફાયા કરે છે. આનો પાર જ ના આવને !
એટલે આ ગૂંથાયેલું છે બધું. કલ્પિત ગૂંથણી છે આ બધી. તે ગૂંથણીમાં ભરાઈને નહીં રહેવાનું. ગૂંથણીમાં આપણે હરવાનું-ફરવાનું, કરવાનું બધું પણ નાટકીય, ડ્રામેટિક બધું રહેવાનું. આપણું જ્ઞાન કઈ એવું છે કે ઘરનાંને મુકીને નાસી જવાનું છે. એવું નાસી જવાનું હોય તો ઘરનાં કેટલા જણાને દગો કરીને નાસે એ બિચારો ? બૈરી-છોકરાં, મા-બાપ, બધાંને છોડે તો એમને કેટલું દુઃખ થાય ? પણ આપણે એવો દગો-ફટકો કશું નહીં ને ! ફાઈલનો સમભાવે નિકાલ કરી નાખવાનો ને !
આપણું આ વિજ્ઞાન બહુ સારું છે. મહીં ઠંડક પણ વળે છે. અત્યારે કેવી ઠંડક છે ને ! દુકાનો સાંભરતી નથી, ને કશું ય સાંભરતું નથી. નહીં તો જગત વિસ્મૃત જ ના થાય. જગત વિસ્તૃત કરે એ જ સાચું વિજ્ઞાન કહેવાય. અત્યારે કશું ય યાદ નથી આવતું ? સગાવહાલાં કશું ય નહીં ?
પ્રશ્નકર્તા : ના. કશું ય નહીં, કોઈ જંજાળ યાદ નથી આવતી.
દાદાશ્રી : જંજાળ, આ જંજાળ તો કેટલી લાંબી છે ને ? જો ચિતરવા જાય ને તો મોટો નકશો થઈ જાય. દીકરાના દીકરા ને તેનાં દીકરા, આ તો પાને પાને દૂધિયાં બેસતાં જ જાય, સ્વાભાવિક રીતે ! આ કોઈ દૂધી બીજા દૂધિયાને એમ નથી કહેતી કે ‘હું તારો બાપ છું.” અને