________________
૩૩૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
કાઢવાનો જ નથી ! તે ફાડે ત્યારે આપણે ય ફાડી નાંખવું. તે ઉકેલ આવી ગયો.
માછલાંની તો કહેવાય જાળ; મનુષ્યોતો સંસાર તો જંજાળ!
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૭૧ જઈને એવું કહેતો નહીં કે તમે મારા બાપ નહીં, એવું ! એ વ્યવહારથી તો ખરા જ ને !
એટલે રીલેટિવ સંબંધ છે. આ સાચવી સાચવીને કામ કરો અને કોઈને સુધારવા ફરશો નહીં. સુધરે ત્યાં સુધી સુધારવો. પછી મૂકી દેવું. નહીં તો પાછું સામાવાળિયો થઈ જશે. આપણે જોઈ લેવું કે સુધરે એવું છે ? તો જરા પ્રયત્ન કરી જોવો. પણ જો વળી સામો થતો હોય, તો છોડી દેવું. આ વળી પાછું ઉપાધિ ! દુશ્મન થાય ઉલ્ટો. આપણે એને સુધારવા જઈએ, એ દુશ્મન થાય. એ જાણે કે મારો બાપ વેરવી છે. એવું કહે કે ના કહે ?
પ્રશ્નકર્તા : કહે.
દાદાશ્રી : બૈરીને ય સુધારવા બહુ મહેનત નહીં કરવાની. એને જો સુધારી શકાય તો સુધારી લો અને ના સુધારાય તો રહ્યું. કારણ કે આ ભવ પૂરતું જ છે ને ભાંજગડ ! કંઈ કાયમની છે ! જો કાયમની હોય તો લાવ સુધારીએ આપણે !
એટલે આ રીલેટિવ સગાઈઓ છે. રીલેટિવ એટલે કોઈ વસ્તુનાં અનુસંધાનમાં. એટલે કંઈ હિસાબ માંગતો હોય, કંઈ બીજું હોય, ત્રીજું હોય, તેના હિસાબે આ ભેગું થાય છે, બધું ઋણાનુબંધ. - ઓલ ધીસ રીલેટિસ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. તે આપણે એડજસ્ટમેન્ટ રહે ત્યાં સુધી સારું છે ! આપણી દાનત કેવી રાખવી કે એ તોડવા ફરે તો ય આપણે સાંધ સાંધ કરવું. એમ કરતાં કરતાં રહે થોડો વખત અને જ્યારે આપણને એમ લાગે કે આ બધું ઉડી જવાનું છે, તો એ ફાડે ત્યારે આપણે ય ફાડી નાખવાનું. બને ત્યાં સુધી સાચવવું.
પ્રશ્નકર્તા : એ ના સમજાયું.
દાદાશ્રી : આપણે સમજી જવું કે આ સગાઈ રીલેટિવ છે, વિનાશી છે. એ છોકરો છેડો ફાડતો હોય ને તો ત્યારે આપણે સાંધ સાંધ કરવું. જો આપણે કામ હોય તો. એ ફાડ ફાડ કરે ને આપણે આખી રાત સાંધ સાંધ કરીએ તો સવારમાં થોડું ઘણું અડધું સંધાયેલું રહે અને આપણે જાણીએ કે આ છોકરાની જરૂર નથી, એની જોડે રહીને આમાં સ્વાદ
પ્રશ્નકર્તા : સંસારને ગાઢ જંજાળ કહ્યો. પણ સંસાર ના હોત તો છૂટતે જ કઈ રીતે ?
દાદાશ્રી : તો તો છૂટેલો જ હતો ને ! છૂટેલાને શું કરવાનું ? પ્રશ્નકર્તા : પણ મનુષ્ય યોનિમાં આવ્યા પછી છૂટે ને ?
દાદાશ્રી : ના, ના. આ સંસાર ના હોત તો છૂટેલો જ છે ને ! આ તો સંસાર છે એટલે એને જંજાળ કહ્યું. જંજાળ તો ખરી જ ને. જંજાળ જો ના કહી હોત તો પાછો ફરવાનો પ્રયત્ન જ કરે નહીં ને.
આ જાળો જ છે નહીં ? માછલાંની જાળ તો સારી. એને કોઈક જગ્યાએ દાંત મૂકે ને તો કાપી નાખે. આ જાળ તો કપાય નહીં. આ તો જંજાળ કહેવાય. આ જાળ નહીં, જંજાળ ! પાછી કપાય નહીં, ભોગવ્યું જ છૂટકો ! ભોગવે ત્યારે જાળ છૂટે ! હિસાબ બધો ચૂકવીએ ત્યારે જાળ છુટે પાછી ! પણ પાછી નવી જાળ તો તૈયાર કરી હોય આપણે, આવતા ભવની જાળ પાછી ઊભી કરી જ હોય !!
કોઈ કોઈનો છોકરો-બાપ હોતો હશે ? આ તો એકદમ આ ચકલાં આમથી ઊડીને આવ્યાં, આમથી ઊડીને આવ્યાં અને પછી ત્યાં આગળ રાતનાં બેઠાં, સવાર થઈ તે બધા ઊડી ઊડીને ઠંડવા માંડયાં. એવી રીતે છે આ. એ જોડે બેઠું હોય તે બાર કલાક માટે પણે પાછાં ! સવારમાં ઊઠીને જવાનું છે ને !
સાહજીક જીવન જીવે જનાવરો; મનુષ્યો માંડે વિલ્પોની વણઝારો
મનુષ્ય એકલાની જ જાત હશે કે બીજા પણ જાતો છે ? ગાયો,