________________
(૧૪) સગાઈ રીલેટીવ કે રીયલ ?
૩૭
મા-બાપ છોકરાંનો વ્યવહાર વ્યવહાર હંમેશા આદર્શ હોય. જે માણસ નિશ્ચય ચૂક્યો ને, એનું નામ વ્યવહાર ના કહેવાય. નિશ્ચયને નિશ્ચયમાં રાખવાનો અને વ્યવહારને વ્યવહારમાં રાખવાનો, એનું નામ આદર્શ વ્યવહાર, હું આખો દહાડો આદર્શ વ્યવહારમાં જ રહું છું. મારે ઘેર આજુબાજુ પૂછવા જાવને તો બધા ય કહેશે. કોઈ દહાડો એ લઢયા જ નથી. કોઈ દહાડો બૂમ પાડી જ નથી. કોઈ દહાડો કોઈની જોડે ગુસ્સે થયા નથી. એવું બધા આજુબાજુવાળા કહે તો એ આદર્શ કહેવાય કે ના કહેવાય ?
પ્રશ્નકર્તા : કહેવાય.
દાદાશ્રી : અને તમારા માટે આજુબાજુ પૂછવા જઈએ તો ? એવું કહે કે, એ કોઈ દહાડો ય ઊંચા સાદે બોલ્યા નથી ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : ત્યારે તમે તો વ્યવહારે ય બગાડયો અને આ નિશ્ચય પણ બગાડયો. વ્યવહાર એટલો જ કરવાનો છે કે બાપ થયો માટે છોકરાનાં ધક્કા તું ના ખાઈશ, નહીં તો છોકરાને ખરાબ લાગશે. અને છોકરો થયો છે એના માટે વ્યવહાર એટલો કરવાનો છે કે બાપના ધક્કા તું ખાજે, નહીં તો ખોટું દેખાશે. એવો વ્યવહાર-વિવેક ચૂકવાનો નથી.
પહેલાં તો મૂર્છાથી વ્યવહાર બહુ કાચો રહેતો હતો. કેટલીક જગ્યાએ તો હVચાં ટાઢાં, તે આખો દહાડો ઘરમાં કોઈને કશું બોલે જ નહીં.
બાપ દીકરાની સગાઈ “રીલેટીવ'; રીયલ' હો તો જોડે જાય એકસરખું જીવે!
રીલેટિવ છે માટે સાચવીને ચાલો; નહીં તો તૂટશે આ તો કાયતો પ્યાલો!
આ કંઈ ખરેખર બાપ-બેટા નથી, આ રીયલી સ્પીકીંગ આખા દુનિયામાં કોઈ બાપ હોય જ નહીં. અને રીયલી સ્પીકીંગ જો બાપ હોય તો, બાપ મરી જાય એટલે છોકરાં એની જોડે જ જાય. કે બાપા, મારાથી નહીં જીવાય. મારા ફાધર ને હું એક જ ?! પણ એ મરે નહીં પછી, નહીં ? કોઈ મરે નહીં ? બધા ડાહ્યા છે ને ? બ્રેડ-બિસ્કીટ, પાઉં-બાઉં બધું ખાઈ લે !!
એટલે જ્ઞાન વસ્તુ સત્ય છે, યથાર્થ જ્ઞાન છે આ ! એટલે શુકલધ્યાન છે આ, એમાં જેમ છે તેમ જુઓ ! અને આ તો હોય, સાસુવહુએ ન્હોય, મામીએ ન્હોય ને કાકીએ ન્હોય. વ્યવહારથી તમારે બધું કરવામાં વાંધો નથી, પણ નિશ્ચયથી કરે તો ભૂલ છે. લોક નિશ્ચયથી વર્તે છે ને ?
પ્રશ્નકર્તા : પણ વ્યવહાર ધર્મમાં તો રહેવું પડે ને ? દાદાશ્રી : વ્યવહાર ધર્મમાં તો તમે કોઈ દહાડો રહ્યા જ નથી.
રીલેટિવ છે આ સંબંધ ! સાચવી સાચવીને કામ લેવાનું છે. આ રીલેટિવ સંબંધ છે, એટલે તમે જેવું રીલેટિવ રાખો તેવું એ રહેશે. તમારે જેવું રાખશો એવું રહેશે, આનું નામ વ્યવહાર કહેવાય છે !
તમે જાણો કે મારો છોકરો છે. એટલે ક્યાં જવાનો છે ! અલ્યા મૂઆ છોકરો છે, પણ ઘડીવારમાં સામો થઈ જશે. કોઈ આત્મા બાપબેટો થાય નહીં. આ તો હિસાબ છે સામાસામી લેણદેણના. જોને ઘેર