________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૬૭
૩૬૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
કે છ મહિનાનું બાળક હોય, એ મા-બાપને દુઃખ આપીને મરી જાય. એ બીજા જન્મમાં. બીજી યોનિમાં જાય, તો ત્યાં આગળ કયા કર્મ લઈને જાય ? અત્યારે તો કઈ રીતના નવા કર્મો બાંધ્યાં હશે ?
દાદાશ્રી : હા, એને છે તે હિસાબ બધો ત્યાં આગળ પૂરો થઈ જાય છે. આ છ મહિનાનું બાળક તો હિસાબ આપીને ચાલ્યો ગયો. પણ હજુ તેમનાં તેમ જ છે બીજાં કર્મો, એ કર્મો એને જન્મ આપે પાછો બીજી જગ્યાએ.
બાળકને કર્મ બંધાય ક્યારથી? અંત:કરણ ડેવલપ થાય ત્યારથી!
બંધાય. સૌથી પહેલું ભાન થાય છે તે કપટનું થાય છે. અંતઃકરણમાં કપટનો માલ પહેલાં હોય, એટલે છોકરાં કપટ કરતાં પહેલું શીખે છે. હવે એને કર્મ બંધાય તો ખરું, પણ એ તો જેટલો અહંકાર હોય ને તેટલું બંધાય. હજુ અહંકારની બહુ બધી પરિપકવતા ના હોય, તે છતાં પણ એ સંસ્કાર પડ્યા વગર રહે નહીં. એ બધા સંસ્કાર જાય નહીં ને. એટલે ત્યાંથી જ ગાંઠ બંધાય. - પ્રશ્નકર્તા : નાના બાળકને ગમતું-ના ગમતું હોય ? કે તેઓને તે બધું સરખું જ લાગે કે એમાં ફરક છે ?
દાદાશ્રી : એનું લઈ લે તો એને દુઃખ થાય. એને ગમતું ને ના ગમતું હોય છે જ, બાળકને ! એને સરખું ના હોય. એને નથી ગમતું ત્યારે રડે છે અને ગમતું આવે ત્યારે હસે છે. એ રાગ-દ્વેષ કર્મ ત્યારથી જ ચાર્જ થઈ ગયાં. અને જેમ બુદ્ધિ વધતી જાય તેમ તેમ ચાર્જ વધારે થતાં જાય.
છોકરાને કડવી દવા આપીએ તો મોટું ખૂબ બગાડે. આપણે જોઈએ તો આ મોટું ફોટો પાડવા જેવું દેખાય અને સારી દવા આપો, મીઠી દવા આપો તો ખુશે ય એટલો થઈ જાય.
પ્રશ્નકર્તા : નાનું છ મહિનાનું બાળક કયા ધ્યાનમાં હોય ?
દાદાશ્રી : એને ધ્યાન ના હોય. જ્યાં સુધી અંતઃકરણ ફૂલ ડેવલપ ના થાય ત્યાં સુધી ધ્યાન ઉત્પન્ન ના થાય. ધ્યાન તો અંતઃકરણ ડેવલપ થયા પછી જ ઉત્પન્ન થાય.
બાળક તો રડવાના ટાઈમે રડે અને હસવાના ટાઈમે હસે. બસ, એ જ એનું કામ અને આ ધ્યાન કરનારા તો રડે નહીં. આ તો રડવાનો ટાઈમ હોય તો રડે નહીં, ધ્યાન કરે ! આ ધ્યાન કરનારા જુદાં ને બાળકો જુદાં. બાળક તો એનો ટાઈમ થાય એટલે રડે, બસ. તેમને કશું જોવા કરવાનું નહીં કે મારી આબરૂ જશે ને મોટી ઉંમરના હોય તો એની તો આબરૂ જાય.
પ્રશ્નકર્તા : એમનામાં નિર્દોષતા તો ખરીને ?
દાદાશ્રી : એ તદ્ન નિર્દોષ જ ને, જ્યાં સુધી અંતઃકરણ બરોબર ચાલુ ના થાય ત્યાં સુધી નિર્દોષ જ કહેવાય ! હજુ ‘હું કરું છું’ એવું ભાન પાછું એમને નથી. જેમ મહીં નચાવે એમ એ નાચે છે !
પ્રશ્નકર્તા : નાનું બાળક ચોરી કરે તો એને ચોરીનું કર્મ બંધાય કે
નહીં ?
દાદાશ્રી : એને બંધાય ને ! મહીં જેટલું ભાન થયેલું હોય તેટલું