________________
૩૬૫
૩૬૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર હો તે પણ ભલે હો.
જાતવર ગતિ બંધાય કર્યો ગર્ભપાત; ભારે પ્રતિક્રમણથી ઘટે પાપ!
તો દાદા ભગવાન ક્ષમા માંગું છું. આ મારી ભૂલ થઈ ગઈ. તો બહુ થઈ ગયું. પહેલાં દેડકાં જોતાં માય !?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : હં. ત્યાર પછી દાદા ભગવાનને નમસ્કાર કરું છું, ક્ષમા માંગું છું. દાદા ભગવાનનું નામ લઈને માફી માંગી લેવી, બસ. તને એમ લાગે કે ખોટું થયું છે, એવું લાગે ત્યાં તારે પછી માફી માંગી લેવી.
પ્રશ્નકર્તા: એ બધા આત્માઓનું શું થતું હશે ? એ લોકો તો હજુ બહાર આવ્યા નથી અને આવા છે તો એબોર્શન એક મિલિયન જેટલા દર વર્ષે થતાં હોય છે અને નાની નાની છોકરીઓ, ટીનએજર, અઢાર વર્ષથી નીચેની છોકરીઓ. એ પણ એક મિલિયન છોકરીઓ આવી એબોર્શન કરાવી જાય છે. આ બધા આત્માઓનું શું થાય ?
દાદાશ્રી : કશું થવાનું નહીં. અહીંથી જાનવરમાં જાય પછી. બીજું કશું થવાનું નહીં. કરાવનારને ય છે તે જાનવરની ગતિ થાય. બધાને જાનવરની ગતિ થાય. એ જ્ઞાનમાં હોય તો ના થાય, એની ગેરેન્ટી આપું
બધું જ ઈફેક્ટ છે આ. દવાખાનું, તમે ચલાવો છો ને, એ આખો દહાડો ઇફેક્ટ જ હોય છે. એક સેકન્ડ પણ કોઝ નથી હોતું.
પ્રશ્નકર્તા અમારા જે ધંધાનો એક પ્રશ્ન છે. પેલું એબોર્શન કરાવે ને, હવે તો પેલું લીગલ હોય છે ને. એટલે જ્યારે પણ એ માને લાગે કે મારે છોકરું પડાવી નાખવું છે, તો ડૉકટરની પાસે જાય તો ડૉકટરે એને પાડી આપવું પડે એવો કાયદો જ છે એમ. એનાથી ના ના પડાય. તો આ એક પ્રશ્ન છે, ખરી રીતે તો આ ખોટું જ કહેવાય. પણ હવે આપણે તો એવું કોઈ જજમેન્ટ કશું લેવાનું રહેતું જ નથી. તો હવે આમાં કઈ રીતનું રહેવું જોઈએ ?
દાદાશ્રી : બધું ઇફેક્ટ જ છે.
પ્રશ્નકર્તા ઃ હવે ઘણી છે તો નાની નાની સોળ વર્ષની, ચૌદ વર્ષની છોકરીઓ આવે અને કહે છે કે, તમે અમને આ પાડી આપો. નહીં તો મારે આપઘાત કરવો પડશે. હું સમાજમાં રહી ના શકું એવું કહે અમને. તો ત્યાં આગળ એ તો શું કરવું ?
દાદાશ્રી : કેટલા ડૉલર લો ?
પ્રશ્નકર્તા : હું એવું નથી કરતી, પણ જનરલી બીજા બધાં પોણા બસો ડૉલર જેટલા લે.
દાદાશ્રી : પણ તમે કરતાં નથી ? આવે તો શું કરો ?
પ્રશ્નકર્તા : હું ના કરું પણ બીજા પાસે હું મોકલી આપું. તો એ એનું કંઈક દોષ તો લાગે ને આ, અનુમોદન જેવું.
દાદાશ્રી : ના, ના. એ આપણે એમ કહેવું, શુદ્ધાત્મા ભગવાનને કે ‘મારે ભાગે ક્યાંથી આવ્યું આ કામ.” બસ, એટલું બહુ થઈ ગયું. અગર
પ્રશ્નકર્તા : અને બાળકનું શું થાય ?
દાદાશ્રી : બાળકને તો એનો પાછો હિસાબ છે. આ તો ઇફેક્ટ જ છે ખાલી.
પ્રશ્નકર્તા : એને કોઈ કર્મ ના બંધાય એનું ? દાદાશ્રી : ના, એને કર્મ શેનું બંધાય ? એને તો આ છૂટ્ય કર્મ.
બે વર્ષનું બાળક મરે; બાકી રહેલાં કર્મોથી ફરે!
પ્રશ્નકર્તા: કહ્યું ને કે દરેક પોતાનાં કર્મો જેટલા લઈને આવ્યો છે એ ભવમાં એ પૂરા કરીને જ જાય છે. હવે આ બે વર્ષનું બાળક હોય