________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૬૩
૩૬૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : તો શી રીતે આ બધું ગોટાળા કરો છો ?
મર્યા પછી તો બધું મૂકી દેવાતું; જીવતાં મૂકે ત્યારે મોક્ષે જવાતું!
દાદાશ્રી : કુટુંબ તો તમને એકલાને છે ? આ બધાને, કૂતરાને ય કુટુંબ હોય. કૂતરાને ય બચ્ચાં હોય, બે-ચાર-પાંચ ના હોય ? જંજાળ તો બધે જ હોય ને ! સંસાર એટલે જંજાળ. એ લોકો કંટાળતા નહીં, તમે શું કરવા કંટાળી ગયા છો ? કૂતરાં કંટાળતાં નથી. શેનાથી કંટાળ્યા ? ખાવાપીવાનું બધું મળે છે ને ? સૂઈ રહેવાનું, કંઈ રહેવાનું સ્થળ છે નહીં ?
પ્રશ્નકર્તા : બધું છે.
દાદાશ્રી : ત્યારે કપડાં-બપડાં લાવવાની સગવડ ? છોકરાંને ફી આપવાની સગવડ છે કે નહીં ?
પ્રશ્નકર્તા : હા છે.
દાદાશ્રી : તો પછી કયું દુ:ખ છે તે ? શેને દુ:ખ કહો છો તે ? તે આટલું બધુ કંટાળી ગયા છો !
પ્રશ્નકર્તા : એક જ છોકરો છે, જુદો થઈ ગયો છે.
દાદાશ્રી : એ તો ત્રણ હોત તો ય જુદા થઈ જાત અને ના જુદા થાય તો આપણે જવું પડશે પાછું. એ પાછા ભેગા રહેલા હોયને, તો ય જવું પડશે, આપણે મેલીને. મેલીને નહીં જવું પડે ? ત્યાંની હાય હાય શું ? ગયા અવતારનાં છોકરાં ક્યાં ગયાં ? ગયા અવતારનાં છોકરાં ક્યાં રહે છે ?
પ્રશ્નકર્તા : ભગવાનને ખબર.
દાદાશ્રી : લ્યો ! ગયા અવતારનાં છોકરાંનું ઠેકાણું નથી, આ અવતારનાં છોકરાંનું પાછું આવું થયું. ક્યારે પાર આવશે આનો ? મોક્ષ જવાની વાત કરોને, નકામા અધોગતિમાં જતાં રહેશો. ઉપાધિ. કંટાળો આવેને, તે ઉપાધિમાં શેના અવતાર થાય ? અહીંથી પછી મનુષ્યમાંથી શેનો અવતાર થાય ? જાનવરનો અવતાર. નર્કગતિમાં જતો રહે. નર્કગતિ ને જાનવરગતિ બધી ગમે છે ?
પ્રશ્નકર્તા : ના. નર્કગતિમાં જવાનું કોને ગમે ?
પ્રશ્નકર્તા : જીવતા નથી છૂટતું એ જ દુઃખ છે.
દાદાશ્રી : ગયા પછી આખું ય છોડી દે છે. પછી હપુરું (સંપૂર્ણ) કાગળ-પત્ર કશું ભાંજગડ જ નહીં. જીવતાં નથી છૂટતું એ જ મુશ્કેલી છે. ને. તમે અહીં આવો તો છોડાવી આપીએ.
ગયા અવતારનાં છોકરાં ભૂલી ગયાં અને આ અવતારમાં અહીંથી જાય કે તરત ભૂલ્લી જાય. ત્યાં સુધી ભૂલે તો જ્ઞાની કહેવાય. જીવતાં ભૂલે તો જ્ઞાની કહેવાય. નહીં તો ગયા પછી તો બધા ભૂલેલાં જ છે ને ! જીવતાં ભૂલે એ જ્ઞાની. કબૂલ કર્યું ને ?!
પ્રશ્નકર્તા : નથી ભૂલાતું એ જ દુઃખ છે. દાદાશ્રી : હું તમને ભૂલાડી આપીશ.
પ્રશ્નકર્તા: આપ તો એવું જ્ઞાનમાં બતાવી દો છો કે એને ભૂલવાં પડતાં જ નથી. એ એમની મેળે જ છૂટી જાય.
દાદાશ્રી : એની મેળે જ ભૂલી જાય. એની મેળે જ છૂટી જાય.
એક-એક અવતારમાં ભયંકર માર ખાધો છે, પણ પાછલો માર ખાધેલો ભૂલતો જાય છે અને નવો માર ખાતો જાય છે. ગયા અવતારનાં છોકરાં મૂકતો આવે છે. ને નવા આ અવતારમાં વળગાડતો જાય છે !
ગયા અવતારની બે-ત્રણ નાની છોડીઓ હતી, છોકરાં હતાં, એ બધાં આવડાં આવડાં નાનાં નાનાં મૂકીને આવ્યા'તા. તે એ બધાની કંઈ ચિંતા કરે છે ? કેમ ? અને આમ મરતી વખતે તો બહુ ચિંતા થાય છે. ને, કે નાની બેબીનું શું થશે ?! પણ અહીં પછી નવો જન્મ લે છે, તે પાછળની કશી ચિંતા જ નહીં ને ! કાગળ-બાગળ કશું જ નહીં !! સત્તામાં નહીં એ ચિતરવું નહીં. એટલે આ બધી પરસત્તા છે. એમાં હાથ જ ના ઘાલવો. માટે જે બને એ ‘વ્યવસ્થિત’માં હો તે ભલે હો ને ના