________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૬૧
પ્રશ્નકર્તા : ત્યારે હીરાબાને શું પ્રતિભાવ થયો હતો ?
દાદાશ્રી : હીરાબાને સારું ના લાગે. આવું કરાતું હશે ?’ કહે છે અને અમારા મિત્રોએ ય કહેલું ‘આવું કર્યું ?” મેં એમને સમજણ પાડી કે હું તમને કહેત કે પેલો છોકરો આપણે પેંડા ખવડાવ્યા હતા એ છોકરો મરી ગયો. તો તમારાં મોંઢા ઉપર ઉદાસીનતા ના આવી હોય અને હાર્ટિલી ના આવી હોય તો ય તમારે બનાવટ કરવી પડે. એના કરતાં આ કશું ભાંજગડ જ નહીં. ખાઈપીને મોજ કરો.
દાદા કહે, ગેસ્ટ આવ્યાં તે ગયાં! કેવી સમજ, છોકરાં જ્યારે મર્યાં!!
બાકી મને તો પપ્પો થવાનું નહોતું ગમતું, બળ્યું. હતો જ ને, પપ્પો. ગયો ત્યારે મેં કહ્યું, ‘સચ્ચિદાનંદ’. રહ્યો હોત તો વાંધો ન્હોતો. અને બેબીને ય પૈણાવત નિરાંતે. ના, એ વાંધો ન્હોતો.
પ્રશ્નકર્તા : તમને કેમ પપ્પો થવું ન્હોતું ગમતું ?
દાદાશ્રી : ના, ન્હોતું ગમતું એવું નિહ. એટલે ડીસ્લાઈક જેવું નહિ, તેમ લાઇક જેવું નહિ. જે હોય, આપણી દુકાનમાં જે આવ્યા ઘરાક એ ખરાં. જતાં રહ્યા તો ય ઘરાક.
પ્રશ્નકર્તા : પણ જતાં રહે ત્યારે હાશ લાગે ને ? જતાં હોય ત્યારે આપણે છૂટ્યાં એવું લાગે ને ?
દાદાશ્રી : ના, એવું નહિ. બંધાયેલાં જ નહોતાં, તે છૂટ્યાં ક્યાંથી ? મને તો એવું લાગ્યું કે, ‘આ ગેસ્ટ આવ્યા’તા, તે ગેસ્ટ ચાલ્યા ગયા.' ગેસ્ટ આવે ને જાય.
આપણે ત્યાં કંઈ હિસાબ બાકી છે તેથી આયા. અને નહીં તો લોક ઊંચકીને એમને રમાડે ? ના, હિસાબ છે બાકી ત્યારે જ ને.
હા, અમારા ભઈ બોલતા’તા એવું ન્હોતો બોલતો હું. અમારા ભઈ વળી એવું બોલતા’તા. ‘છોકરાં ધાડે દેવા છે’, કહે છે. તે એમને છોકરું
મા-બાપ છોકરાંનો વ્યવહાર
હતુંને એક એ મરી ગયું. પછી થયું જ નહીં. બીજી પૈણ્યા તો ય ના થયું. ધાડે દેવાં છે, કહે છે તે ના જ થયું. એવો તિરસ્કાર ના કરાય !
૩૬૨
આપણે ત્યાં જે આવે તે પધારે. ત્યારે કહીએ, આવજો ભઈ, સારું થયું બા.’ એ કંઈ આપણા બાબા છે ? એ તો મનમાં માની લે છે, ફૂલાયા કરે, બાબાનો હું બાપો ને !
જ્ઞાન થતાં પહેલાં હીરાબા કહે. છોકરાં મરી ગયાં તે હવે છોકરાં નથી. શું કરીશું આપણે ? છૈડપણમાં સેવા કોણ કરશે ?' એમને હઉં મૂંઝવે ! ના મૂંઝવે ? ત્યારે મેં તેમને કહ્યું, ‘આજનાં છોકરાંઓ દમ કાઢશે તમારો. એ દારૂ પીને આવશે તે તમને ગમશે ?” ત્યારે એ કહે, ‘ના એ તો ના ગમે.’ ત્યારે મેં કહ્યું, “દારૂ પીને આવશે. આ આવ્યા હતા તે ગયાં. તેથી મેં પેંડા ખવડાવ્યા.’ તે પછી જ્યારે એમને અનુભવ થયો ત્યારે મને કહે છે, ‘બધાનાં છોકરાં બહુ દુઃખ દે છે.' ત્યારે મેં કહ્યું, અમે તમને પહેલેથી કહેતા પણ તમે નહોતાં માનતાં !'
આ પારકું તે વળી પોતાનું થતું હશે કોઈ દહાડો ય ? નકામી હાય, હાય, હાય કરીએ. આ દેહ જ્યાં પારકો, તે દેહનાં પાછાં એ સગાં. પારકો અને પારકાની પાછી મૂડી, તે પોતાની થતી હશે ?
છોકરાંતી ચિંતા બાંધે જાતવરગતિ; ગયા ભવતી કરે તો ખરી ગતિ!
દાદાશ્રી : મોક્ષે જવાની ઇચ્છા થતી નથી ?
પ્રશ્નકર્તા : જીવન કંટાળેલું છે.
દાદાશ્રી : કંટાળો દૂર થાય એવી ઇચ્છા નહીં ? શું કરવા કંટાળી
ગયા છો ? ખાવાપીવાનું નથી મળતું ?
પ્રશ્નકર્તા : બધું મળે છે.
દાદાશ્રી : તો શેનાથી કંટાળી ગયો છે ?
પ્રશ્નકર્તા : કુટુંબિક જંજાળથી.