________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
છોકરો કંઈ તિશ્ચયથી હોય? વ્યવહારથી, તેથી જોડે ન જાય!
૩૫૯
નાનો બાબો અઢી મહિનાનો મરી ગયો તો ય રડે. બાવીસ વર્ષનો પૈણાવેલો મરી ગયો તો ય રડે અને પંચાવન વર્ષનો બાબો હોય, તે ય મરી જાય તો ય રડે. ત્યારે મૂઆ તને સમજણ શું પડી આમાં તો ? ક્યાં રડવાનું ને ક્યાં નહીં રડવાનું સમજતો જ નથી. ડફોળ છું કે શું છું ? પ્રશ્નકર્તા : એટલે બુદ્ધિનો ઉપયોગ આ જાતનો કોઈ દા'ડો થયો જ નથી.
દાદાશ્રી : નહીં થાય ત્યાં સુધી જગતમાં સુખ કેમ પડે ? સુખ જ છે મનુષ્યોને. દરેક જાનવરોને સુખ છે ને આ મનુષ્યોને કંઈ દુઃખ હોતું હશે ? ફક્ત આમને ભોગવતાં નથી આવડતું, એટલું જ છે.
અને મરી ગયું. ત્યારે કહે, કોણ મરી ગયું ? અમારો એકનો એક છોકરો મરી ગયો. એ બહુ ખોટું થયું. મનમાં સમજી લેવાનું કે છોકરો મરી ગયો, પોતે કંઈ મરી ગયો છે ? છોકરો તો વ્યવહારને લીધે છોકરો. પોતાનો એકનો એક છોકરો મરી જાય ત્યાં શેના હારું કલેશ કરે છે ? છોકરો નિશ્ચયથી તારો હતો જ એની સાબિતી આપ. સાબિતિ છે નહીં પોતાની પાસે અને એ છોકરો, બાપ જોડે જતો હોય તો તો આપણે જાણીએ કે, એ છોકરો નિશ્ચયથી એનો હતો. પણ બાપા ગયા પછી ઘેર આવીને ખાય-પીવે ખરો ? તો એનો શાનો છોકરો ? છોકરો વ્યવહારથી છે એ તો હોય ત્યાં સુધી પાડોશીનું ય માન રાખે એમ બાપનું માન રાખે, એમાં શું નવાઈ હોય તે ?
'દાદા'તે દીકરો-દીકરી આવી તે ગયા; ગયાં ત્યારે પેંડાતી પાર્ટી, ત્યારે જ્ઞાતી થયા!
પ્રશ્નકર્તા : દાદાનાં છોકરાં કેટલાં ?
દાદાશ્રી : એક છોકરો ને એક છોકરી હતા. છોકરાંનો જન્મ થયો ત્યારે મેં ભઈબંધોને પેંડા ખવડાવ્યા. ૧૯૨૮માં જન્મેલો. પછી
મા-બાપ છોકરાંનો વ્યવહાર એકત્રીસમાં એ ઓફ થઈ ગયો. એટલે પછી મેં બધાને પેંડા ખવડાવ્યા. તે પહેલાં તો બધાં એમ જ સમજ્યા કે આ તો બીજો કંઈ છોકરો હશે, તેથી આ પેંડા ખવડાવતા હશે. પેંડા ખવડાવતાં સુધી મેં ફોડ ના પાડ્યો. ખવડાવ્યા પછી મેં બધાને કહ્યું, “પેલા ભાઈ, ગેસ્ટ આવ્યા હતા ને તે ગયા !!' જો માનભેર આવ્યા હતા, તો માનભેર કાઢો આપણે. એટલે આ માન આપ્યું. તે મને બધા વઢવા જ માંડ્યા. અરે, ના વઢાય, માનભેર જવા દેવા જોઈએ.
૩૬૦
પછી બેબીબેન આવ્યાં હતાં. તે એમને માનભેર બોલાવ્યાં અને માનભેર કાઢ્યાં. જે બધા આવ્યા તે જાય બધાં. પછી તો કોઈ છે નહીં. હું ને હીરાબા બે જ છીએ.
અમારો છોકરો મરી ગયો, છોડી મરી ગઈ ત્યારે હું ખુશ થતો હતો. ખુશ થતો એટલે એમ નહીં કે સારું, પણ હોય તો ય હા, બરોબર
છે અને ના હોય તો ય કંઈ વાંધો નથી. કારણ કે એ ગેસ્ટ છે.
કોઈ કોઈનો છોકરો નથી ને કોઈ કોઈનો બાપ થયો ય નથી. આ તો ખાલી ઋણનો અનુબંધ છે, માંગતા લેણાનો. તે રૂપિયાનું માંગતું લેણું નહીં, મેં તમને દુઃખ દીધેલું એ દુઃખ દેવા તમે આવો. તે આ બાંધેલા વેર છોડે છે લોકો, એટલે મેં તો છોકરો, છોડી મરી ગયાં હતાં ત્યારે મને તો થયું, ‘આપણું કોઈ થયું ?' આ દેહ આપણો નથી થતો, તો વળી દેહનો છોકરો તે વળી શી રીતે આપણો થતો હશે ? થાય ખરો ? આ છોકરો દેહનો કે આત્માનો ?
પ્રશ્નકર્તા : દેહનો.
દાદાશ્રી : તો પછી આ દેહ આપણો નથી, તો છોકરો શી રીતે આપણો થાય ? આ બધી રીલેટિવ સગાઈઓ છે. ઓલ ધિસ રીલેટિવ્ઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ. ત્યાં આપણે શું કરવાનું ?
પ્રશ્નકર્તા : પુત્ર જન્મે ત્યારે લોકો પેંડા વહેંચે, પણ પુત્ર મરે ત્યારે પેડા વહેંચનાર નહોતા.
દાદાશ્રી : હા, મરે ત્યારે પેંડા વહેંચનાર નહીં.