________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૫૩
૩૫૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
એ તરત જન્મ લઈ લે. એના મા-બાપને જરાક થોડું હેરાન કરવાનો હોય, પેટમાં જઈને દુઃખાડવાનું. વેર હોય ને થોડુંક, તે જઈને પેટમાં સળી કરીને ચૂંક મારી આપે અને પછી જનમતી વખતે વાંકો થઈને જન્મ મૂઓ. તે પેટ કપાવડાવે તો જ છોડે અને પછી એ ય વેર વાળવા આવે છે. આ છોકરાં બધાં વેર વાળવા આવે છે આ કળિયુગમાં અને સત્યુગમાં પ્રેમ કરવા આવતાં હતાં. એટલે વેર વાળવા આવે છે, જેટલું વેર વાળી જાય એટલું સાચું.
એ પછી અહીંથી ગયો. એટલે પાછું બીજી જગ્યાએ એંસી વર્ષ જીવે પાછો. અહીં આટલું વેર હશે આપણું, તે એટલું પૂરું કરીને જતો રહે હડહડાટ. આ બધા વેર છે. ધણી જોડે ય વેર છે આ કળિયુગમાં. ધણીને બૈરી જોડે ય વેર છે, માટે અટાવી-પટાવીને કામ લઈને દહાડા કાઢી નાખો. આપણે આવતો અવતાર તો ના બગડે બળ્યો ! આવી ફસાયા એ આવી ફસાયા. કેમ બોલતાં નથી ? નથી આવી ફસાયા ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : ત્યાર પછી હવે જે ફસાયા એ ફસાયા. લક્કડ કા લાડુ ખાય, વો ભી પસ્તાયા, નહીં ખાયા વો ભી પસ્તાયા. ના પૈણે તો ય પસ્તાવો છે, નહીં ?!
કહેતા હશે ? એક આખા ‘કલ્પ'ના અંત સુધી ભટકશે. રડે, માથાફોડે અને પછી કહેશે, “ડૉકટર બોલાવી લાવો.’ આપણે કહીએ ફરી ડૉકટર ના બોલાવવાના હોય તો ફોડજો, નહીં તો હમણે રહેવા દોને ?
પ્રશ્નકર્તા : આટલાં બધા વર્ષો બગડે છે એવી સમજણ નહીં.
દાદાશ્રી : એમને ભાન જ નથી ને ? આટલાં માટે પુસ્તકોમાં આ બધું આપણે લખ્યું છે કે “કલ્પ'ના અંત સુધી ભટકવાનું થશે તારે. એનું નામ કલ્પાંત. કલ્પાંતનો અર્થ કોઈએ કર્યો નથી ને ? તમે આજ પહેલી વખત સાંભળ્યોને ?
પ્રશ્નકર્તા : પહેલી વખત સાંભળ્યો.
દાદાશ્રી : એટલે આ ‘કલ્પ’ ના અંત સુધી ભટકવાનું થાય અને લોક શું કહે ? બહુ કલ્પાંત કરે. અરે મૂઆ, કલ્પાંત એટલે પૂછ તો ખરો, કે કલ્પાંત એટલે શું ? તે કો'ક જ માણસ કલ્પાંત કરે. કલ્પાંત તો એકનો એક છોકરો હોય ને, આવી સ્થિતિ હોય ને તો જ બને કલ્પાંત.
ભગવાન કહે છે કે ચિંતા કરનારાને બે દંડ છે અને ચિંતા ના કરનારાને એક જ દંડ છે. એકનો એક જવાન છોકરો અઢાર વર્ષનો મરી જાય તેની પાછળ જેટલી ચિંતા કરે છે, જેટલું દુઃખ કરે છે, માથું ફોડે, બીજું બધું જે જે કરે, તેને બે દંડ છે અને આ બધું ના કરે તો એક જ દંડ છે. છોકરો મરી ગયો એટલો જ દંડ છે અને માથું ફોડ્યું તે વધારાનો દંડ છે. અમે એ બે દંડમાં કોઈ દહાડો ય ના આવીએ. એટલે અમે આ લોકોને કહ્યું છે કે, “પાંચ હજાર રૂપિયાનું ગજવું કપાય એટલે વ્યવસ્થિત કરીને આગળ ચાલવાનું ને નિરાંતે ઘેર જવાનું !”
આ એક દંડ તે આપણી પોતાનો હિસાબ જ છે. માટે ગભરાવાનું કોઈ કારણ નથી, તેથી મેં ‘વ્યવસ્થિત’ કહ્યું છે, એક્કેક્ટ ‘વ્યવસ્થિત' છે. માટે થઈ ગયું છે એને તો બરાબર કરેક્ટ એમ કહીએ ! એકનો એક છોકરો મરી ગયો તો ‘કરેક્ટ' છે એમ કોઈને ના કહેવાય. ત્યાં તો એમ કહેવું પડે કે, ‘બહુ ખોટું થઈ ગયું.’ દેખાડો કરવો પડે. ‘ડ્રામેટિક’ કરવું પડે. બાકી અંદરખાને ‘કરેક્ટ જ છે.” એમ કરીને ચાલવું.
એક કલ્પાંતતું ફળ બંધાય; કલ્પના અંત સુધી ખડાય!
એકનો એક છોકરો મરી જાય તો ય એ ‘વ્યવસ્થિત’ થાય છે, પણ આ તો એ એના લોભને લઈને, એના સ્વાર્થને લઈને રડે છે, એટલે એ અવ્યવસ્થિત માને છે. આ ગજવું કપાય છે તે ય વ્યવસ્થિત જ છે; પણ પાછો સ્વાર્થને લઈને, લોભને લઈને બૂમાબૂમ કરે છે, નહીં તો રડારડ કરવાથી પાછું આવે ? કેમ ? છ મહિના સુધી રડ રેડ કરે તો ?
પ્રશ્નકર્તા તો ય ના આવે. દાદાશ્રી : છતાં લોકોને કલ્પાંત કરેલાં જોયેલાં ને ? શાથી કલ્પાંત