________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૫૫
ઉપ૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
લઈએ, બીજી બધી વાતો ધ્યાન પર ના લેવાય. એવું ધ્યાન પર લઈએ તો તો પાર જ ના આવે ને ?!
સમાજના મનમાં એમ થાય કે આ પથ્થર જેવું હૃદય છે, તો આપણે બાથરૂમમાં જઈને આંખમાં પાણી ચોપડીને આવીએ. કારણ કે આ તો લૌકિક છે. લોકો ય નથી કહેતાં કે, ‘લૌકિકમાં આવજો.’ લૌકિક એટલે બનાવટી. લૌકિકનો અર્થ જ બનાવટી, જુઠું ! પેલાં છાતી ફૂટે એવી રીતે આ ય છાતી કરે, પણ છાતી તોડી ના નાખે. આમ હાથ પર હાથ ઠોકે. જો ખરેખરું લૌકિક કરે છે ને ? અને સહુસહુનું સંભારીને રડે. મારો નાનો ભાઈ મરી ગયો તેને સંભારે, પેલી એના ધણીને સંભારે ને પછી રડે ! હવે આ અણસમજણનો ક્યારે પાર આવે ?
આ ગાયો-ભેંસો કોઈ રડતી નથી. એમને ય બાબા મરી જાય છે, બેબીઓ મરી જાય છે, પણ રડતી કરતી નથીને ! પણ આ તો સુધર્યા તે વધારે રડે ! છે ગાયો-ભેંસોને કોઈ દહાડો બૂમબરાડો કે, મારી બેબી મરી ગઈ કે મારો બાબો મરી ગયો ?”
અને મારું કહેવાનું કે કોઈનાં મરણ પાછળ આજે તમે રડવાનાં હો, ત્યાં શરત કરો કે, ‘ભાઈ, ત્રણ વર્ષ સુધી હું ૨હ્યા જ કરીશ; પછી રડવાનું બંધ કરીશ', એવી કંઈ શરત કરો, ‘એગ્રીમેન્ટ’ કરો. આ તો બહેનો પણ રડવા આવે તો તેમને કહીએ કે, ‘શરત કરીને પછી રડો કે ત્રણ વર્ષ સુધી આપણે રડીશું.’ પણ આ તો પંદર દહાડા પછી કશું ય નહીં ! ને પછી સારી સાડી પહેરીને હસી હસીને લગનમાં હઉં જાય !! આનું કારણ શું છે ? બેભાનપણું છે ! હવે એવા બેભાન જોડે આપણે ક્યાં રડવા બેસીએ ? આપણે તો ત્યાં આગળ અમથું નાટક કરવું પડે ! ત્યાં આગળ કંઈ આપણાથી હસાય નહીં. હસીએ તો મૂરખ કહેવાઈએ. પણ દેખાવ તો કરવો પડે ને ? નાટકમાં જેમ અભિનય કરે છે, એવો અભિનય કરવો પડે.
મણિભાઈ મને કહે, ‘તું કામ પર રહે, હું ફાધરની ખબર કાઢી આવું.” પછી એ ભાદરણ ગયા થોડી વાર પછી મને સહજ વિચાર આવ્યો કે મેં તો બધાંને કામ સોંપી દીધું છે, લાવને હું ય ખબર કાઢી આવું તે પછી હું તો ઊપડ્યો, ને ગાડીમાં બેસી ગયો. રસ્તામાં મણિભાઈ બોરસદથી આવતા હતા. તે સામા ભેગા થયાં. તેમણે મને પૂછ્યું કે, ‘તું આવ્યો કે ?” મેં કહ્યું, હા મને મહીંથી વિચાર આવ્યો કે જઉં. તે હું બધાને કામ સોંપીને આવ્યો છું.” ત્યારે એમણે મને કહ્યું, ‘તો હવે તું ત્યાં ઘેર જા અને હવે હું કામ પર પાછો જાઉં છું.’ ફાધર પાસે આવ્યો એટલે એમણે રાત્રે ને રાત્રે જવાની તૈયારી કરી દીધી, ત્યાં સુધી એ જતા ન હતા. એટલે જેને ખભે ચઢવાનું હોય તેને જ ખભે ચઢાય.
પ્રશ્નકર્તા : જીવને શરીરની માયા ખરીને ?
દાદાશ્રી : શરીરની માયા નથી. એને આ બીજી માયા છે. આ આંખે બધું દેખાય છે. આ મારો છોકરો, આ મારા છોકરાંનો છોકરો, તેની બહુ માયા છે અને છોકરાંનો છોકરો દેખાય તો એને, ‘બાબા અહીં આવ, અહીં આવ.” કરે. એને આંખે દેખાય છે ત્યાં સુધી આ બધું બહુ ગમે. આપણે કહીએ કે, ‘કાકા, હવે માયા જતી નથી ? ત્યારે કહેશે કે, ‘ના, બા, હજુ આંખે દેખાય છે ત્યાં સુધી સારું છે.' આપણે કહીએ, ‘કાકા, આ પગ ભાંગી ગયા છે, હાથ ભાંગી ગયા છે, ખવાતું નથી તો ય.” ત્યારે કાકા કહે, “ના, હજુ આંખે દેખાય છે ત્યાં સુધી સારું છે !' જવાની કોઈને ય ઇચ્છા નથી હોતી.
જન્મીતે બાળ તરત જાય મરી; પૂર્વભવતું વેર વસુલ કરી!
દેહ છોડી જવાની ઈચ્છા ન કોઈને હજી આંખે દેખાય કરી જીવવું હોય !
પ્રશ્નકર્તા : બાળક જન્મીને નાનો હોય ને મરી જાય, નાનું બાળક મરી જાય. તો એ એને કેવો અવતાર મલે. એણે કેવા કર્મ કરેલાં હોય ?
દાદાશ્રી : એ તો એવું છે ને, નાનું બાળક આવ્યું છે, તે આપણો અહીંનો જ પૈડો થયેલો માણસ મરી ગયો હોય અને પાછળ પણે આગળ
અમારા ફાધરની તબિયત સારી નહીં. એટલે અમારા મોટાભાઈ