________________
૩૫૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
આપણે ત્યાં એક ભાઈ આવેલા, એનો એકનો એક દીકરો હતો તે મરી ગયો. મેં એને પૂછયું, ‘છોકરાંને ઘર છોકરો છે કે નહીં ?” ત્યારે કહે છે, “છે ને, હજુ નાનો છે, પણ આ મારો છોકરો તો મરી ગયોને !' ત્યારે મેં કહ્યું, ‘તમે અહીંથી બીજે ભવમાં જશો તો ત્યાં શું આવશે ? ત્યારે કહે કે, ‘ત્યાં તો બધું ભૂલી જવાય.’ એટલે છોકરો ગયો એની ચિંતા નથી, આ તો નહીં ભૂલવાથી જ ભાંજગડ છે ! પછી મેં કહ્યું કે, ‘હું તમને ભૂલ્લાવી દેવડાવું ?” ત્યારે કહે, ‘હા ભૂલાડી દો.' એટલે પછી મેં એને જ્ઞાન આપ્યું, પછી એ ભૂલી ગયાં. પછી એને કહ્યું કે, હવે યાદ કરો જોઈએ. તો ય યાદ ના આવે.
એટલે દાદા ભગવાન તમને સોપ્યું’ એવું બોલજો. તમને ખાતરી છે કે નથી ? સો એ સો ટકા ખાતરી છે કે થોડી કાચી છે ? દાદાને સોંપજોને, બધો ઉકેલ આવી જશે !
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૫૩ પ્રશ્નકર્તા : એ બધું કર્યું !
દાદાશ્રી : હા, પણ એવું ફરી ફરી કરીએ. જ્યારે કંઈક સગવડ થાય ને પાંચ-પચાસનું એવું કંઈક કામ કરો કે જેથી એને પહોંચે.
પ્રશ્નકર્તા : આ ભાઈને દીકરો મરી ગયાનું જે દુઃખ થાય છે ને, પણ મારે પોતાને એવો અનુભવ થયેલો કે મા-બાપ ગુજરી ગયા પછી મને કોઈ દિવસ યાદ જ નથી આવ્યાં. મરી ગયાં ને પાંચ-સાત દહાડા પછી મેમરી પણ નથી આવી, એ શાથી ?
દાદાશ્રી : તમારે એ સારું કહેવાય, મા-બાપ એટલાં પુણ્યશાળી. જો તમને મેમરી હોત તો એમને દુઃખ થાત.
તમને મારી વાત સમજાય છેને ? માટે જ્યારે યાદ આવેને, ત્યારે એટલું બોલજો ને કે “હે દાદા ભગવાન આ છોકરો તમને સોંપ્યો !” એટલે તેનો ઉકેલ આવશે. તમારા દીકરાને સંભારીને એનાં આત્માનું કલ્યાણ થાય એવું મનમાં બોલ્યા કરજો, આંખમાં પાણી ના આવવા દેશો. તમે તો જૈન થીઅરીવાળા માણસો છો. તમે તો જાણો કે આત્મા ગયા પછી એવી ભાવના ભાવવી જોઈએ કે, ‘એમના આત્માનું કલ્યાણ હો ! હે કૃપાળુદેવ, એમના આત્માનું કલ્યાણ કરો.’ તેને બદલે આપણે મનમાં ઢીલા થઈએ તે પોષાય નહીં. આપણા જ પોતાના સ્વજનને દુ:ખમાં મૂકીએ તે આપણું કામ નહીં. તમે તો ડહાપણવાળા, વિચારશીલ, સંસ્કારી લોકો, એટલે જ્યારે જ્યારે યાદ આવે ત્યારે આવું બોલવું કે, ‘એમના આત્માનું કલ્યાણ થાવ. હે વીતરાગ ભગવાન, એમના આત્માનું કલ્યાણ કરો.” એટલું બોલ્યા કરવું. કૃપાળુદેવનું નામ લેશો, દાદા ભગવાન કહેશો તો ય કામ થશે. કારણ કે દાદા ભગવાન અને કૃપાળુદેવ આત્મારૂપે એક જ છે ! દેહથી જુદા દેખાય છે. આંખોમાં જુદા દેખાય, પણ વસ્તુ તરીકે એક જ છે. એટલે મહાવીર ભગવાનનું નામ દેશો, તો ય એકનું એક જ છે. એમના આત્માનું કલ્યાણ થાવ એટલી જ આપણે નિરંતર ભાવના રાખવાની. આપણે જેના જોડે નિરંતર રહ્યા, જોડે ખાધું પીધું, તો આપણે એમનું કેમ કલ્યાણ થાય એવી ભાવના ભાવીએ. આપણે પારકા માટે સારી ભાવના ભાવીએ, તો આ તો આપણા પોતાના માણસને માટે તો શું ના કરીએ ?!
મરણ પછીનું લૌકિક કરવાનું કહે; રડે બધાં, પણ અંદર નાટક રહે!
છોકરો મરી ગયો હોય તો બાપ રડવા લાગે. છોકરાંના મામાને, એના કાકાને, એ બધાને આપણે પૂછીએ કે, ‘તમે કેમ રડતા નથી ?” ત્યારે કહેશે, ‘એમ રડે કંઈ પાલવે ખરું ? જે જન્મે એ મરવાનું જ છેને !” જુઓને, આ લોકો કંઈ ‘વ્યવસ્થિત' નથી જાણતા ? પણ આપણને તો પેલો સ્વાર્થ છે કે મારો છોકરો મોટો થયો હોત તો મને લાભ થાત, એ બધો સ્વાર્થ છે. બીજા કોઈ રડવા નથી લાગતાને ?!
પ્રશ્નકર્તા : હવે ના રડે, તો સમાજમાં લોકો પાછા એમ કહેશે કે આને તો કંઈ લાગતું ય નથી.
- દાદાશ્રી : હા. એવું ય બોલે. સમાજના લોકો તો બે બાજુનું બોલે. સૂઈ રહ્યો હોય ત્યારે કહેશે કે, ‘ઢોંગરાની પેઠ સુઈ રહ્યો છે. અને દોડધામ કરતો હોય ત્યારે કહેશે કે, ‘આખો દહાડો દોડધામ ર્યા કરે છે, કૂતરાની પેઠ ભટક ભટક કર્યા કરે છે.’ ત્યારે આપણે ક્યાં રહેવું ? એટલે સમાજની વાત કદી એટલી બધી ધ્યાન પર ના લેવાય, વ્યવહારિક રીતે ધ્યાન પર લેવાય. આપણને હિતકારી હોય એટલી વાત ધ્યાન પર