________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૫૧
ઉપર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મારી વાત ?
પ્રયત્ન કરવાના. આપણે પ્રયત્ન કરવાના અધિકારી, આપણને ચિંતા કરવાનો અધિકાર નથી.
મરે તેતો ન કરાય કલ્પાંત; દુ:ખ પહોંચે પ્રિયતે સમજ વાત!
મર્યા તેની ન કરાય ચિંતા; જીવે છે તેનો ખરો બત પિતા!
આપણા હાથના ખેલ નથી આ અને એને બિચારાને ત્યાં દુ:ખ થાય છે. આપણે અહીં દુઃખી થઈએ એની અસર એને ત્યાં પહોંચે છે. તે એને ય સુખી ના થવા દઈએ ને આપણે ય સુખી ન થઈએ. એટલે શાસ્ત્રકારોએ કહ્યું કે, ‘ગયા પછી ઉપાધિ ના કરશો.’ તેથી આપણા લોકોએ શું કર્યું કે ગરુડ પુરાણ બેસાડો, ફલાણું બેસાડો, પૂજા કરો, ને મનમાંથી ભૂલી જાવ. તમે એવું કશું બેસાડ્યું હતું ? તો ય ભૂલી ગયાં
નહીં ?
છોકરાં મરી ગયા પછી એની પાછળ એની ચિંતા કરવાથી એને દુ:ખ પડે છે. આપણા લોકો અજ્ઞાનતાથી આવું બધું કરે છે, એટલે તમારે જેમ છે તેમ જાણીને શાંતિપૂર્વક રહેવું જોઈએ. ખોટી માથાકૂટ કરીએ એનો અર્થ શો છે તે ? બધે જ છોકરાં મર્યા વગર કોઈ હોય જ નહીં ! આ તો સંસારના ઋણાનુબંધ છે, હિસાબ લેવાદેવાનાં છે. અમારે થી બાબા-બેબી હતાં, પણ તે મરી ગયાં. મહેમાન આવ્યો હતો તે મહેમાન ગયો, એ આપણો સામાન જ ક્યાં છે ? આપણે હઉં નથી જવાનું ? આપણે જીવતાં હોય એને શાંતિ આપો, ગયું એ તો ગયું, એને સંભારવાનું ય છોડી દો. અહીં જીવતા હોય, જેટલાં આશ્રિત હોય એને શાંતિ આપીએ, એટલી આપણી ફરજ. આ તો ગયેલાને સંભારીએ અને આમને શાંતિ ના અપાય, એ કેવું ? એટલે ફરજો ચૂકો છો બધી. તમને એવું લાગે છે ખરું ? ગયું એ તો ગયું. ગજવામાંથી લાખ રૂપિયા પડી ગયા ને પછી ના જડે એટલે આપણે શું કરવાનું ? માથું ફોડવાનું?
પ્રશ્નકર્તા : ભૂલી જવાનું.
દાદાશ્રી : હા, એટલે આ બધી અણસમજણ છે. આપણે બાપદીકરા કોઈ રીતે હોતાં જ નથી. દીકરો મરે તો ચિંતા કરવા જેવું છે જ નહીં. ખરી રીતે જો ચિંતા કરવા જેવી હોય જગતમાં તો મા-બાપ મરે તો જ મનમાં ચિંતા થવી જોઈએ. છોકરો મરી જાય. તો છોકરાંને અને આપણે શું લેવાદેવા ? મા-બાપે તો આપણી ઉપર ઉપકાર કર્યો હતો, માએ તો આપણને પેટમાં નવ મહિના રાખ્યા પછી મોટો કર્યો. બાપાએ ભણવા માટે ફીઓ આપી છે, બીજું બધું આપ્યું છે. કંઈક ગુણ માનવા જેવા હોય તો મા-બાપના હોય, છોકરાંને શું લેવાદેવા ? છોકરો તો મિલકત લઈને ગાળો ભાંડે. માટે છોકરા જોડે સંબંધ રાખવાનો. પણ મરી જાય તો આવી રીતે મનમાં દુ:ખ નહીં રાખવાનું. તમને કેમ લાગે છે
પ્રશ્નકર્તા: પણ એ ભૂલાતું નથી, બાપ અને દીકરા વચ્ચે વ્યવહાર એવો હતો કે વ્યવસ્થિત ચાલતો હતો, એટલે એ ભૂલાય એવું નથી.
દાદાશ્રી : હા, ભૂલાય એવું નથી, પણ આપણે ન ભૂલીએ તો એનું આપણને દુઃખ થાય, અને એને ત્યાં દુ:ખ થાય. એવું આપણાં મનમાં એને માટે દુઃખ કરવું એ આપણને બાપ તરીકે કામનું નહીં.
પ્રશ્નકર્તા : એને કઈ રીતે દુઃખ થાય ?
દાદાશ્રી : આપણે અહીં દુ:ખ કરીએ એની અસર ત્યાં પહોંચ્યા વગર રહે નહીં. આ જગતમાં તો બધુ ફોનની પેઠ છે, ટેલિવિઝન જેવું છે આ જગત ! અને આપણે અહીં ઉપાધિ કરીએ તો એ પાછો આવવાનો છે ? કોઈ રસ્તે આવવાનો નથી ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો ઉપાધિ કરીએ તો એને પહોંચે છે અને એના નામ ઉપર આપણે ધર્મ ભક્તિ કરીએ તો ય એને પહોંચે છે ને એને શાંતિ થાય છે. એને શાંતિ કરવાની વાત તમને કેમ લાગે છે ? અને એને શાંતિ કરીએ એ તમારી ફરજ છેને ? માટે એવું કંઈક કરો ને, કે એને સારું લાગે. એક દહાડો સ્કૂલનાં છોકરાંઓને જરા પેંડા ખવડાવીએ એવું કંઈક કરીએ.