________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૪૯
૩૫૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
એટલું જ લેણદેણ ?
દાદાશ્રી : જેનો જેટલો હિસાબ હોય છે મા-બાપ જોડે રાગદ્વેષનો એટલો પૂરો થઈ ગયો, તે મા-બાપને રડાવીને જાય, ખૂબ રડાવે. માથા હઉં ફોડાવે. પછી ડોકટર પાસે દવાના પૈસા ખર્ચાવડાવે, બધું કરાવીને છોકરો જતો રહે !
આ આપણા વડોદરામાં શુક્કરવારી છે, તેવું તમે જાણોને ? તે આ શુક્કરવારીમાં લોક ભેંસો લાવે, તે આજે ભેંસ ચોગરદમથી જોઈ કરીને લાવે. બધા દલાલોને પૂછે કે, ‘કેવી લાગે છે ?” ત્યારે બધા દલાલ કહે કે, ‘બહુ સરસ છે.’ તે ભેંસ ઘેર બાંધી જાય, પછી ત્રણ દહાડા પછી તે મરી જાય. અલ્યા, આ તે શું હતું ? આ તો પેલાને પૈસા અપાવીને ગઈ. નહીં તો એને ત્યાં જ ના મરી જાત ? આવું બને ખરું ? આ બધા હિસાબ ચૂકવવાના છે. છોકરું જન્મીને તરત મરી જાય, એ બધાને રડાવીને જાય. એના કરતાં ના આવે તો સારા, એવું બધાને પછી થાય.
અલાતી વાડીતું અમાનત ફળ; દીધાં લીધાંતો હર્ષ-શોક ન કર!
છે તો તેને હવે ‘લેટ ગો’ કરવાનું.
પ્રશ્નકર્તા : એ તો બરોબર છે, અલ્લાની અમાનત આપણી પાસે હતી તે લઈ લીધી !
દાદાશ્રી : હા, બસ. આ બધી વાડી જ અલ્લાની છે. પ્રશ્નકર્તા : આ પ્રમાણેનું એનું મૃત્યુ થયું તે આપણા કુકર્મ હશે ?
દાદાશ્રી : હા. છોકરાંનાં ય કુકર્મ ને તમારા ય કુકર્મ, સારાં કર્મો હોય તો તેનો બદલો સારો મળે.
પ્રશ્નકર્તા: આપણે આપણો દોષ શોધી શકીએ કે આ બાબતથી આપણું કુકર્મ થયું હતું ?
દાદાશ્રી : હા, એ બધું જડે, એને માટે સત્સંગમાં બેસવું પડે.
આ અલ્લાની વાડી છે. તમે ય અલ્લાની વાડીમાં છો ને એ છોકરો ય અલ્લાની વાડીમાં છે. અલ્લાની મરજી પ્રમાણે બધું ચાલ્યા કરે છે, એમાં સંતોષ લેવાનો છે. અલ્લા જેમાં રાજી તેમાં આપણે ય રાજી ! બસ, ખુશ થઈ જવાનું છે !
પ્રશ્નકર્તા: તો તો પછી કશો પ્રશ્ન રહેતો જ નથીને !
દાદાશ્રી : અલ્લાએ શું કહ્યું છે કે તમે ચલાવનાર હો તો તમે ચિંતા કરો. પણ ચલાવવાનું મારે છે તો તમે શેને માટે ચિંતા કરો છો ? એટલે ચિંતા કરો છો એ અલ્લાનો ગુનો કરો છો.
પ્રશ્નકર્તા : એટલે અલ્લા છે, એની અલ્લાહીમાં આપણે ડખલ નહીં કરવાની એમ ?
દાદાશ્રી : ડખલ તો નહીં, પણ ચિંતા ય નહીં કરવી જોઈએ. આપણે ચિંતા કરીએ તો અલ્લા નાખુશ થઈ જાય.
પ્રશ્નકર્તા: જે સવાલો પેદા થાય, એના જવાબો તો જોઈએને ?
દાદાશ્રી : સવાલ ઊભો થાય છે, એનો જવાબ એટલો જ છે કે અલ્લા કહે છે કે, ‘છે મારું, ને તું શું કામ ચિંતા કરે છે ?” ચિંતા નહીં કરવાની. આપણે એની સેવા કરવાની. દવા કરવાની, ઠેઠ સુધી એના
તમારે જે કંઈ પૂછવું હોય તે પૂછો. અલ્લાને ત્યાં પહોંચવા માટે જે કંઈ અડચણ આવે તે અમને પૂછો. તે અમે તમને દૂર કરી આપીએ.
પ્રશ્નકર્તા : મારા દીકરાનું અકસ્માતથી મરણ થયું, તો તે અકસ્માતનું કારણ શું ?
દાદાશ્રી : આ જગતમાં જે બધું આંખથી જોવામાં આવે છે, કાનથી સાંભળવામાં આવે છે, એ બધું “રીલેટિવ કરેક્ટ' છે, તદ્દન સાચી નથી એ વાત ! આ દેહ પણ આપણો નથી, તો છોકરો આપણો કેમ કરીને થાય ? આ તો વ્યવહારથી, લોક-વ્યવહારથી આપણો છોકરો ગણાય છે, ખરેખર એ આપણો છોકરો હોતો નથી. ખરેખર તો આ દેહ પણ આપણો નથી. એટલે જે આપણી પાસે રહે એટલું જ આપણું અને બીજું બધું જ પારકું છે ! એટલે છોકરાંને પોતાનો છોકરો માન માન કરીએ તો ઉપાધિ થાય અને અશાંતિ થાય ! એ છોકરો હવે ગયો, ખુદાની એવી જ ઇચ્છા