________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૪૭
૩૪૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
વેલા બધા સરખા. એને બેસે કે ના બેસે ? પહેલાં તો બાર બાર બેસતાં હતાં. આપણે કહીએ કેટલા છોકરાં છે કાકાને ? ત્યારે કહે, સાત છોડીઓ છે ને પાંચ છોકરાં છે. એ કોઈ ટીખળી માણસ હોય તે કહેશે, એક ડઝન
પૂરાં !
પ્રશ્નકર્તા : સાંભળું છું હું.
દાદાશ્રી : અડપલાં કરતાં શીખેલા નહીં !! આ બધો માલ એ નો એ જ બધા. પણ આ શરીરની મિલકત સારી રહે એટલા માટે આ વસ્તુ છે. જરા થોડો વખત એમ ને એમ ભરાય ને, ભલે લીકેજ થયેલું હોય પણ ભરેલો હોય તો જીવે જરા. કાઠું સારું મજબૂત હોય ને ! અને પેલું લુઝ ઝટ થઈ જાય.
એટલે આપણા લોકો કેરીઓ બેસવા નહીં દેતા. નાની ઉંમરના આંબા હોયને, ત્યારે મોર આવે એને. પણ આપણા લોકો શું કરે ? મોર ખંખેરી નાખે. નહીં તો આંબો વધે નહીં પછી. એટલે અત્યારે એક બાબો ને એક બેબી બસ. કે બે બહુ થઈ ગયું. પહેલા ડઝન જોયેલાં. અઢારે છોકરાં જોયેલા ! બે સ્ત્રીઓવાળા હોય. જ્યાં સુધી હું આવ્યું નથી ત્યાં સુધી છોડવો લીલો દેખાય. ને હું આવ્યા પછી એ છોડ સૂકાવા માંડે.
આ બધું પૂછયું તે તમને ગમ્યું બધું ? બધી વાતચીત ગમી ? એમાં વાંધો ઉઠાવવા જેવો ન્હોતો. વિવાદ કરવાનું મન થતું હોતું ને ! એ વિવાદ કરવાનું ના મન થાય એ સાચું જ્ઞાન અને જ્યાં વિવાદ ઊભા થયા ત્યાં અજ્ઞાન. એ પછી કાગડાની પેઠ કઉ કઉ કઉ કર્યા કરે.
ડઝન પૂરાં અત્યારે કેમ નહીં થતા ? અત્યારે એક-દોન-તીન. ચાર તો કો'કને જ હોય. કેમ ડઝનવાળા નીકળતા નથી કોઈ ? ડઝનવાળા દેખાય છે કોઈ જગ્યાએ ?
પહેલા સ્ત્રી ને પુરુષ સંસાર અભડાવેલો નહીં. પેલી ચૌદ વર્ષની પૈણે અને આ સોળ વર્ષનો પૈણે તે થોડું ઘણું લીકેજ થયેલું હોય. ખાસ કંઈ લીકેજ નહીં. એ ત્યારથી ચાલ્યું તે પાંદડે-પાંદડે બેસે અને આ તો બધા લીકેજ થઈ ગયેલા. મોટી ઉંમરે પૈણ્યા એટલે શું થયેલું ? આખું લીકેજ જ થઈ ગયેલું હોય. એટલે પછી એક-બે રહ્યા હોય મહીં ફૂલ ! સમજાય એવી વાત છે કે ? આ વાત અમારી સાચી છે, એવું અમે કોઈ વાર કહીએ નહીં. કારણ કે એ તો ખોટી પણ નીકળે. કારણ કે અમારી વાત સાચી છે, એ અમારી દ્રષ્ટિમાં ! મોક્ષના માર્ગમાં અમારી વાત સાચી છે એવું હંડ્રેડ પરસેન્ટ કહીએ. પણ આમાં તો ખોટી પણ નીકળે, આ હવે બુદ્ધિબળનું કામ છે !
આ મોટી ઉંમરના નિચોવાઈ ગયેલા હોય અને પછી પૈણે અઠ્ઠાવીસ વરસનો થાય ત્યારે. પછી એક બાબો એકલો થાય. પછી રામ રામ ! પેલા બેને ય એવા.
એ તમને ખબર ના પડે. પણ મારી પાસે હું તો ડોકટરને, એટલે મારી પાસે આ લોકો-સ્ત્રીઓ છે તે પોતાની બાર વર્ષની ઉંમરથી પોતાનું લખીને આપે, શું કર્યું તે, ભૂલો થઈ તે ! તે ચાલીસ વર્ષની થયેલી હોય ત્યાં સુધીની બધી ભૂલો મને લખીને આપે. અને પુરુષો આઠ વર્ષથી લખીને આપે. આઠ વર્ષનો હતો ત્યારથી તે ય ચાલીસ વર્ષનો સુધી લખીને આપે. એટલે બધી મને તો ખબર જ હોય ને ! માલ શું છે આમાં ! આઠ વર્ષનો હતો. ત્યારથી અડપલાં શીખ્યો ! ક્યારથી અડપલાં કરતાં શીખે ? કેમ બોલતા નથી ?
બાળ મરે દુ:ખ પડે શું કારણ? હિસાબ પત્યે ત ટળે કો'થી મરણ!
પ્રશ્નકર્તા : ગયે વરસે એનો એક બાબો ગુજરી ગયા ને ત્યારે કહે છે મને બહુ જ દુ:ખ થયેલું ને બહુ જ મેન્ટલી બહુ સહન કરવું પડેલું. તો કે એવું આપણને જાણવાનું મન થાય કે આપણે એવું શું હશે કે જેથી કરીને આવું થાય એમ. ગયા ભવમાં શું કર્યું હોય તો આવું આવે આપણને ?
દાદાશ્રી : એવું છે ને કે જેટલો જેનો હિસાબ એટલા જ આપણી જોડે રહે એ હિસાબ પતી જાય એટલે ચોપડામાંથી જુદા થઈ જાય. બસ આ આનો કાયદો છે.
પ્રશ્નકર્તા : કોઈ બાળક જન્મીને તરત મરી જાય છે, તો તે એનું