________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૪૫
૩૪૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પાછા બીજા ખાતાં મહીં ઘાલે, ‘તું અમારા છોકરાં જેવો જ છું !” અલ્યા શું તોપને બારે ચઢાવવો છે !! એના બાપને ત્યાં જ રહેવા દે ને ! આપણે નહીં ચીતરેલું તો ય આ શી ધમાલ ? પણ આમ છેતરાય છે. જ્ઞાનીઓ શું કહે છે ? કે એવા ડાહ્યા થઈ જાવ, કે મોહથી છેતરાવ નહીં કોઈ જગ્યાએ. મોહનો માર ખાવ છો તમે ! આવું જ્ઞાન મળ્યા પછી કોઈ માણસ પાછાં જતાં હશે ? એ તો અહીં થોડા ઘણા પૈસા લાવત. ને બે રૂમો રાખીને રહે ને સત્સંગ કર્યા કરે.
બહુ ડબાવાળો હોય તેને ચોપડો બહુ લાંબો હોય. આ તો મારા છોકરાં જેવો જ છે. ત્યારે પછી બૈરી એને જવાબ આપે, એમ તો કંઈ ઢીંચણે દૂધ આવતાં હશે કે ? એવું કહે તો ય પાંસરો ના રહે. જ્ઞાનીઓ બહુ પાકાં હોય. અરે, અડેલું હોય તેને ફેંકી ના દે અને ના અડવું હોય તેને ચોંટાડે નહીં. અને આ લોકો શું કરે છે ? ના અડેલું હોય તેને ચોંટાડે અને અડેલું હોય એને ફેંકી દે. તે ધકમક ધકમક કરે, નથી આ ય નિકાલ કરતો, નથી પેલો નિકાલ કરતો. એ આ બાબતમાં જ્ઞાનીઓ બહુ પાકાં હોય. તીર્થકર ભગવાન થયા તે અમથા થયા હશે, કંઈ ? શું એમને છોડીઓ નહોતી ? જમાઈ નહોતા ? બધું ય હતું. પણ અડવા દે એ બીજા ! અને બહારથી અમારા જમાઈરાજ આવ્યા, જમાઈરાજ ! બોલે, અભિનય કરે, નાટક બધું કરે પણ અડવા-બડવા દે નહીં.
અને આ તો આમ છાતીએ ઘાલે. અલ્યા, મેલને પૂળો. શાં વહાલ આવ્યાં ! આવા વહાલ હોતાં હશે ?! વહાલ આત્મા જોડે હોય. પુદ્ગલના શાં વહાલ ?! જે પુદ્ગલ ગંધાઈ ઊઠે કલાક પછી, હાય નહીં તો બીજે દહાડે જોવા જેવો થઈ જાય. સમજ પડીને તમને મારી વાત ?
પ્રશ્નકર્તા : બરોબર છે.
દાદાશ્રી : સમજીને ચાલો. હવે કોણ ચેતવે આવું ? અને ઋણાનુબંધ, ચોપડે હિસાબ છે, તો પજવે તો ય સહન કરવું આપણે. પણ પજવીને પછી આપણને છોડતો હોય તો પાછું ફરી ત્યાં જવું ?
પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એ કહે કે અમારે હવે તમારી વાત જાણવાની જરૂર
નથી. તો ‘ભલું થયું ભાંગી જંજાળ.’ ના છોડે આ લોકો તો. જ્યાં સુધી કેરીમાંથી રસ આવે છે ત્યાં સુધી છોકરાં ય ના છોડે. રસ ના આવે પછી ફેંકી દે. નહીં તો નાનું છોકરું ફેંકી દે કેરી ? આપણે કહીએ કે કેરી ફેંકી, દે જોઈએ ? પણ ના ફેંકે. મહીં રસ આવે છે ને ! તે એ તો બાપનો રસ છોકરો ચાખી ગયો હોય, તે પછી મહીં જ્યારે ગોટલું ને છોડિયું રહે, ત્યારે બાપાને ફેંકી દે ! ત્યારે આપણે ના સમજવું જોઈએ બળ્યું કે રીતસર એની હદ હોય ! મોહની હદ હોય કે ના હોય ? હવે મોહ નહીં થાય ?
પ્રશ્નકર્તા ઃ નહીં થાય. દાદાશ્રી : આ સુખમાં જ રહેશોને ? પ્રશ્નકર્તા: આ બેનની દીકરી છે, ભાણેજ છે.
દાદાશ્રી : હા, એવું બેસાડે છે. કો'કને ખોળી લાવે. કોઈ ના આવતા હોય તો ય ખોળી લાવે. હવે બેસાડ્યા પછી શું થાય ? ભૂલચૂક એવડી મોટી કરે છે. બેસાડે છે પાછાં ! અને પાછાં એનું રક્ષણ કરે, રાતે જાગીને. રાતે એ જાગરણ કરે બાપા !
આપણે એમ નથી કહેતા કે બાવા થઈ જાવ, છોકરાંને મોટા કરો, છોકરાંને સંસ્કાર આપો. ભણાવો, ગણાવો બધું કરો. પણ એના વગર ગમે નહીં એવું કરી નાખો છો ? છોકરાં વગર મને ગમતું નથી. એવો કેવો માણસ છે ? મારે ત્યાં છે તે જાબુંડાનું ઝાડ છે. એટલે જાબુંડા વગર મને ગમતું નહીં, એનાં જેવી વાત કરું છું. આ તો બધા કેટલાય ઝાડ હોય નર્યા અને આ છોકરાં, એ છોકરાં તો મનુષ્યના અવતાર છે. જો મનુષ્યમાં આવી મનુષ્યપણાનું સાર્થક ના કરી ગયો, કામ ના કાઢી ગયો, તો દૂધીમાં જ ગયોને બિચારો !
ક્યાં ઋષિ-મુતિ પૈણે એક પુત્રદાત; વિષયાંધે સર્જાવા ફેમિલિપ્લાત!
આ દૂધી હોય ને, તે પાંદડે-પાંદડે બેસે બળી. તેવું આ ય સંસારી વેલા બધા સરખા. એ પછી મનુષ્યનો વેલો હોય કે ગલકાનો વેલો હોય,