________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૪૩
૩૪૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
તમને?” ત્યારે કહે, ‘બેઉ જણે કંઈ પાપ કર્યો હશે.” મેં કહ્યું, “મોક્ષે જવાની ઇચ્છા ખરી ?” ત્યારે કહે, ‘એ કોને ના હોય !' તો પ્રજા એ શું છે એ જાણો છો તમે ? જેટલાં ખાતાં બાકી રહ્યાં હોય ને, એટલાં જ ચોપડામાં ખાતાં પડે. ત્રણ છોડીઓ અને સાત છોકરાં, દસ ખાતાં પડે. અગર એક છોડી અને એક છોકરો, એટલા ખાતાં પડે. અગર બાકી જ ના હોય એને, તો આ બે જ ! ઊંચામાં ઊંચું ! તો વહેલું મોક્ષે જવાનું સાધન થઈ ગયું !! પછી તે એને સમજણ પડી ગઈ. પછી કહે છે, આ તો ઘણું મારા લાભમાં જ છે. ત્યારે કહ્યું, આ તો ઘણું લાભમાં જ હતું. આખો કેસ લાભમાં, તમે ગેરલાભમાં સમજીને બેઠા છો.
જો ચોપડા ચોખ્ખા થાય તો છોકરાં થાય જ નહીં. ને થયો હોય તો ય મરી જાય. પણ ચોપડા જેટલાં હોય, એટલું ઘાલમેલ હોય. તે કોઈને ત્યાં અગિયારે ય હોય છે અને કોઈને ત્યાં એકનો એક બાબો હોય છે. તમારે એકનો એક જ છે ને ?
પ્રશ્નકર્તા : એક જ છે.
દાદાશ્રી : તે સારું ! ચોપડા એટલાં જરા ઓછાં ચિતર્યા ! આવા ત્રણ હોત તો શી દશા થાત ?
નહીં. એક કાળ એવો આવ્યો હતો. આ તો કાળે કાળે બધું બદલાયા કરે. તે લોક આ બાજુ જ વળી ગયેલું. એટલે પછી આ મૂકેલું, કે ભઈ જો પૈણશે નહીં, છોકરાં નહીં હોય તો પછી સરાવશે કોણ ? ને સરાવશે નહીં તો ગતિ સારી નહીં થાય, એવું તે દહાડે બધું મૂકેલું. એનું તોફાન છે બધું !
ઋણાનુબંધનો હિસાબ હોય ને, તો છોકરાં આવે. આ હિસાબ વગર કોઈ આવે જ નહીં એટલે એ મોટામાં મોટા પુણ્યશાળી કે જેને ઘરે પ્રજા બોલાવે તો ય ના થાય. ચોપડામાં હિસાબ હોય તો આવે ને ! હિસાબ ચોખ્ખો કરતાં કરતાં આવ્યા હોય.
એ બહુ પુણ્યશાળી કહેવાઓ તમે. હિસાબ આટલો ચોખ્ખો પ્યોર લઈને ફરો છો !
પ્રશ્નકર્તા : એમને જરા એ જ સમાધાન જોઈતું હતું. એમને આ વાક્યથી સમાધાન થઈ ગયું, એમના પત્નીને પણ આ વાક્યથી સમાધાન થઈ ગયું. પણ પેલા મા-બાપ જે છે જૂની પેઢીના, જૂની સમજના. એનાં મનની અંદર એમ થયા કરે છે કે આ જજ જેવો મારો છોકરો અને એની પાછળ કોઈ હવે દીવો ય નહીં કરે !
દાદાશ્રી : એ તો આવું જ ઊભું થયેલું છે આ બધું. હવે પછી દીવો હોય તે કોલસો નીકળે છે કે એ શું નીકળે છે, એ શું ખબર પડે ! પણ જગતના આ લોકોએ એક જાતની મોહનીય ઘાલી દીધી.
ના મોહનીય હોય તેને ચઢાવે, તોપને બારે ! એ મહીં ચોપડામાં ના હોય તો શી રીતે આવે ? ક્યાંથી આવે ? આ તો ભણેલાં છે, પણ તો ય બાવાઓ પાસે જાય અને બાવાઓ છોકરાંઓ આપે છે, કહે છે. જો તમારું છે એ તમારી પાસે આવવાનું છે, તમારું નથી એ તો શી રીતે આવે ?!
કાચી સમજે તીકળે, હાય વરાળ; શાણો કહે, ભલું થયું ભાંગી જંજાળ!
કોણે ઘાલ્યું સરાવવાનું તૂત;
પરણવું જ પડેનું ઘાલ્યું ભૂત! પ્રશ્નકર્તા : એ પોત-પતિ પત્ની બે જ છે. એમને બાળક નથી, એટલે સાધારણ રીતે એમના વાઈફની અંદર મનમાં એ થયા કરે કે બાળક નથી અને પાછા જજ જેવી મોટી પ્રતિષ્ઠિત પોઝિશન. એટલે એમના ફાધર-મધર બધાને એમ થયા કરે, કે આમને છોકરું નથી એટલે એ બધાને મનની અંદર કલેશ થયા કરે. પણ આપનું જ્યારે આ વાક્ય વાંચ્યું કે સંતાન જો ન હોય તો એ બહુ મોટો પુણ્યશાળી હોય તો તેને આવો યોગ બેસે. એ જરા સમજાવો આપ.
દાદાશ્રી : કોને કહેલું આ ? સંતતિનું આ અંદર ઊંચા પુસ્તકોમાં ઘાલી દીધું છે. આ લોકોએ. કારણ કે લોકોને પેલી બાજુ દ્રષ્ટિ વધારે હતી. હવે આમ પૂરું સમજદાર નહીં અને બ્રહ્મચર્ય તરફ દ્રષ્ટિ વધારે હતી
આ કાળમાં જેને છોકરા ના હોય એ મહાપુણ્યશાળી ! ચોપડો જ ચોખ્ખો ! ઉધાર નહીં ને જમા ય નહીં, એ મહાપુણ્યશાળી કહેવાય. ત્યારે