________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૪૧
૩૪૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મારે ત્યાં આવો ! જેને ત્યાં છે ત્યાં ભલે છે.
કર્મ પ્રમાણે જ મળે સંતાત; જ્યોતિષના ચક્કર થઈશ હેરત!
હવે તો ઝંપીને બેસ. પણ ના બેસે ! એ બચ્ચો પછી મોટો થઈને મારે ને બે-ચાર, ત્યારે એ બોલે કે આ સંસાર ખારો છે. ત્યારે આ રાગદ્વેષને કારણે મીઠો લાગતો'તો !
બચ્ચાં એ તો આપણો હિસાબ રાગ-દ્વેષનો હોય, પૈસાનો હિસાબ નહીં, રાગ-દ્વેષના ઋણાનુબંધ હોય છે. રાગ-દ્વેષના હિસાબ ચૂકવવા માટે આ બચ્ચાં બાપાનું તેલ કાઢે, અવળી ઘાણીએ !! શ્રેણિક રાજાને બચ્ચે હતું ને, તે રોજ ફટકારતું હતું જેલમાં હલું ઘાલી દેતા હતાં.
પાછા કો'ક કહેશે કે મારે છોકરાં નથી. મૂઆ, છોકરાંને શું તોપને બારે ચઢાવવાં છે ? આવાં છોકરાં હોય તે પજવે તે શા કામનો ? એના કરતાં તો શેર માટી ના હોય તે સારું અને કયા અવતારમાં મૂઆ તારે શેર માટી નહોતી ? આ એક મનુષ્ય અવતાર મહાપરાણે મળ્યો છે ત્યાં તો મૂઆ પાંસરો મર ને ! અને કંઈક મોક્ષનું સાધન ખોળી કાઢ, ને કામ કાઢી લે.
કઈ ગાદી દેવાતી તે જુએ પત્રની રાહ; પૂત્રીઓની લાઈન લગાડે કેવી આ ચાહા
પ્રશ્નકર્તા ઃ ઘણાં છે તો નિઃસંતાન હોય છે, તો અમુક જ્યોતિષ શાસ્ત્રના બધા ઉપાયો બતાવે છે પણ એથી કરીને કંઈ પ્રાપ્તિ થતી નથી, એવો કોઈ ઉપાય બતાવે કે જેથી કરીને નિઃસંતાન હોય એને સંતાન પ્રાપ્ત થાય અને એની એ ઉપાધિ જાય. એવું આપ કંઈ બતાવી શકો ?
દાદાશ્રી : આ આવું તેવું અમને ખબર ના હોય. આ તો અમારી લાઈન જ નહીં ને ! લોકો એવું જ વધારે પૂછે ને !
પ્રશ્નકર્તા : હા, પણ આપ સમજાવોને કે આ સંતાન શા હિસાબે છે અને શા હિસાબે નથી હોતા ?
દાદાશ્રી : એ તો જાણે બધું ય. પણ એ લાલચ છોડે નહીં ને ! જાણે તો બધા, બીજાને ત્યાં ન્યાય કરવાનો હોય તો કરી આપે, પોતાને જોઈતું હોય ત્યાં લાલચ છોડે નહીં ને, એટલે ભૂલી જાય ! બધું સમજે ઈન્ડિયનો તો.
બીજા દુઃખો મટાડવાનાં છે, આ બીજા બધા કેટલાંય પ્રકારનાં દુઃખો છે ! સંતાનનું તો દરેકને દુઃખ હોય છે જ ક્યાં ? કો'કને જ હોય એ તો. દરેકને તો ઉલ્ટાં છોકરાં વધારે પડતા હોય છે. લોક કંટાળી ગયેલા હોય છે. સંતાનનું દુ:ખ તો કો'કને હોય અને લોકે યે લાલચુ છે બિચારાં ! છોકરાંને ઘર છોકરાં નથી, કહેશે ! અલ્યા મૂઆ, તારા છોકરાં છે ને !
સહુને છોકરાં છે, પણ એમને નથી. તો ય પણ જો આનંદ છે ને ! નહીં તો પછી મનમાં આવું રાખે કે સાલું આને છોકરો છે ને મને નથી, તો ઊંઘ આવે બે જણને ? ના આવે ને ! - તે એક જણ તો મને જ્યારે જુએ ત્યારે કહે, ‘બધું સુખ છે, પ્રજા નથી હજુ, તેનું દુઃખ છે.' કહ્યું, ‘પ્રજા નથી તે શું કાયદાથી નહીં હોય
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે એક-બે પુત્ર અને એક પુત્રી, પછી બધું બ્રહ્મચર્ય પાળવું જોઈએ. હવે કેટલીક વખત એવું પણ બને કે બે પુત્રી ને પુત્રને બદલે, પુત્રી જ ત્રણે ત્રણ કે પાંચ પુત્રીની લાઈન પડી જાય, પુત્ર મરી જતા હોય તો એવા સંજોગોમાં આપનો શો અભિપ્રાય ?
દાદાશ્રી : તો તમારે શું કરવા છે ? કઈ ગાદી તમારી રહી ગઈ છે, અહીંયા ગાદીઓ કોઈને ત્યાં છે હજુ ?! ખાવાનું છે નહીં, દૂધ પીવાના પૈસા નથી અને છોકરાં મોટા કરવાનાં છે ! મૂઆ, ગાદી રહી ગઈ હોય તો જાણે ઠીક છે કે દસ ગામનું ઉત્પન્ન છે ! નોકરીવાળા ચાર મહિના રજા આપે ને તો મુશ્કેલીમાં મુકાય. દૂધ પાવાનું ના હોય. તે આવી સ્થિતિમાં, છોકરાં હોય તો નાખી દેવા નથી અને ના હોય તો બોલાવાની જરૂર નથી. હોય તો નાખી દેવાનાં નથી, હોય તો મોટા કરવાનાં એને અને ના હોય તો બોલાવાની જરૂર નથી કે આવો, આવો