________________
૩૪)
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૩૯ ગઈ, કાઢી નાખવાની થઈ એનું નામ દાદા ! અને દાદો મહીં મલકાય કે હું દાદો થયો ! આવું જગત છે !
એકું ય છોકરાં ના હોય ને છોકરો જન્મે તો તે હસાવડાવે, ભાઈને ખૂબ આનંદ કરાવડાવે. ત્યારે એ જાય ત્યારે રડાવડાવે ય એટલું જ. માટે આપણે એટલું જાણી લેવું કે આવ્યા છે તે જાય, ત્યારે શું શું થાય ? માટે આજથી હસવું જ નહીં. પછી ભાંજગડ જ નહીં ને !
ગત ભવ યાદીમાં, તો ત ખોળે બચ્યાં; મોક્ષનું કર, નથી આમાં કોઈ સચ્ચા!
પ્રશ્નકર્તા : પાછલા જન્મની સ્મૃતિ રહેતી નથી, એટલે માંગ્યા કરે.
દાદાશ્રી : એવું છે ને, પાછલાં જન્મોનું યાદ નથી રહેતું તે જ સારું છે. નહીં તો પાછલાં જન્મોનું જો યાદ આવ્યું, તો વહુને પછી કાઢી મેલે તરત. આ તો બધું યાદ નથી આવતું તો આ પોલંપોલ ચાલ્યું છે જગત. આજે છોકરાંઓને સોડમાં ઘાલે છે બાપ ! ભગવાન શું હસે છે કે મૂઆ, ગયા અવતારમાં કહે છે, તારું મારે મોંઢું જોવું નથી, ચિઢાતોતો, તે જ માણસને આ કરે છે. આ જગત એ ફુલ્સ પેરેડાઈઝ છે. આ લોકોને શું ભાન હોય છે ?
પ્રશ્નકર્તા ઃ ભગવાન મહાવીરને પાછલાં જન્મો ખબર હતી ને ?
દાદાશ્રી : એમને પોષાય, એ ભગવાનને પોષાય. આ લોકોને પાછલાં અવતાર દેખાય ને શી દશા થાય આ લોકોની ! તે આમને તો દેખાવાં ના જ જોઈએ. આ લોકોને ત્રિકાળ જ્ઞાન આપે, તમને ત્રિકાળજ્ઞાન આપે, તો તમારી શી દશા થાય ?
એવું છે બેન, ગયા અવતારનાં છોકરાં ક્યાં મૂકી આવ્યા ? એ નાનાં નાનાં મૂકીને આવ્યા હતા ! આવડાં આવડાં છોકરા અને છોડીઓ. તે ઘડીએ તો એમને છોડવાનું ગમતું પણ ન્હોતું. મનમાં એમ કે હજી જીવાય તો સારું, પેલો છોકરો નાનો છો. પણ ના જીવાયું અને છોકરાંછોડીઓને મૂકીને આવ્યા. તે ભૂલી ગયાં ? લ્યો ! અને આ નવો વેષ, નવી દુનિયા ! પેલા છોકરાંઓને દગો કર્યો અને આ નવા છોકરાં
ઝાલ્યાં ! આવું કેવું કર્યું ?! આ બધું તો જુઓ ! અને આ બધાં ઠેર ઠેર આનાં લચકાં માર્યા છે ! પેલી કૂતરી એનાં કુરકુરિયાં મુકીને આવે અને આ માણસો, આ બઈઓ એનાં બચ્ચાને, છોડીને, છોકરાંને મૂકીને આવે. જ્યાં ને ત્યાં આ જ લચકાં માર માર કર્યા છે !
પ્રશ્નકર્તા : અને આમાં ને આમાં જ લાખો કરોડો ભવ કરી દીધા.
દાદાશ્રી : હા, એવા કરોડો અવતાર કર્યા છે. માટે આ ફેરો આ એક અવતારમાં કે બે અવતારમાં, જો મોક્ષે જવું છે તેથી આ વાત કરું છું, માટે વાતને સમજી જાવને ! આ ‘દાદા’ ફરી નહીં મળે. આ તો ભેગાં થયા તે થયા. નહીં તો આ ફરી ભેગાં થશે નહીં. એટલે વાત સમજી જાવ ને ! તે અનંત અવતારના ફેરા છૂટી જાય અને આખો ઉકેલ આવી જાય.
જરા વૈરાગ આવવો જોઈએ કે ના આવવો જોઈએ ? આપણે નાસી જવાનું નથી કહેતાં કે સાધુ થવાનું નથી કહેતા. અને આપણા ઋષિ અને ઋષિ-પત્ની જોડે રહેતાં હતાં, તો આખી જિંદગીમાં એક પુત્રદાન આપે અને આ તો પાંચ-સાત છોકરાં ! એક જણ મને કહે કે ઘેર મારી માટે ચા પીવા જેટલું ય દૂધ મારે ભાગ નથી આવતું. મેં કહ્યું, કેમ ? ત્યારે કહે કે ચાર છોડીઓ છે ને બે છોકરાં છે. અલ્યા, તને ઊંચે કોણે બાંધ્યો હતો તે ? સરકારે કાયદો કાઢ્યો તો પાંસરા રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ ?
પાછા મેટર્નિટી વોર્ડ નીકળ્યા છે ! તે બોજો બિચારા ધણીને માથે ને ! અમારે ત્યાં કંટ્રાક્ટના કામ માટે મજૂર બઈઓ કામ કરે. માટી કામ ને મજૂરી માટે બઈઓ, તે માલવણી બઈઓ હતી. તે મને કહે કે શેઠ છેલ્લા બે-ત્રણ દહાડા છે. ત્યારે મેં એને કહ્યું કે તો રજા લઈ લે ને. અમે તને પગાર આપીશું. પણ તે એક જ દહાડો રજા લઈને બીજે દહાડે પાછી આવી. રસ્તામાં જ એને બાળક જન્મે તે એણે હાથમાં લઈ લીધું અને ઉપર માથે ટોપલામાં નાખીને ઘરે લઈ ગઈ. હવે ક્યાં ગયો મેટર્નિટી વોર્ડ ! આ કૂતરાં-બિલાડીને ક્યાં મેટર્નિટી વોર્ડ હોય છે ? આ મેટર્નિટી વોર્ડ કાઢીને તો માણસને ઢીલાઢસ કરી નાખ્યા અને ધણીને પૈસા ખર્ચ કરવાનો બોજો વધ્યો !