________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૩૭
૩૩૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પુણ્યશાળી કહેવાય !! ત્યારે મૂઆ આ કોણે શીખવાડ્યું ? ત્યારે કહે, મારી શેઠાણી રોજ કચ કચ કર્યા કરે છે. મેં કહ્યું, હું આવીશ, ત્યાં આગળ. પછી શેઠાણીને સમજણ પાડી, પછી ડાહ્યી થઈ ગઈ. શેઠને બહુ ભાંજગડ નથી. તમારે તો ચોપડામાં ખાતાં નથી, તે સારું છે, નહીં ?! એટલે પરમ સુખિયા જ છો.
પ્રજા માટે પૈણ્યા ઘડપણમાં બીજીવાર; દસ વરસની બીબી મળી તો ય થઈ હાર!
યે ક્યા ચીજ હૈ ? કુછ નહીં સાહેબ, કુછ નહીં, કુછ નહીં, ફૂલ નહીં ને ફૂલની પાંખડી, કહે છે ! એટલે હું સમજી ગયો આ. ' કહ્યું, “શેઠ આ શું છે, અહીં આ તોફાન, આ બધું લાયા છો તે ?!” પછી કહ્યું, ‘ફૂલની પાંખડી અહીં ક્યાં લાયા ? હું કંઈ સાધુમહારાજ છું નહીં.” ત્યારે કહે, “ના, ના, આપ સ્વીકારો એટલું.” ત્યારે મેં કહ્યું, આ શેના જેવું છે તેનો હું તમને દાખલો આપું કે તમારી સિલ્ક મીલ છે. તેમાંથી લીંટ આવે છે. વધારે લીંટ આવે છે તે મને ચોપડવાં આવ્યા છો તમે, ખરું ને ?! પણ હું કોન્ટ્રાક્ટનો ધંધો કરું છું. મારી લીંટ કોને ચોપડું કહો હવે. તમે જ કહો, તમે ન્યાય કરી આપો કે તમે તો તમારી લીંટ મને ચોપડી જાવ. પણ મારી લીંટ આવે તો કોને ચોપડવી ? એટલે ગભરાઈ ગયો બિચારો, આ લીંટ કહીને ! મેં કહ્યું, કોઈને ના આવતી હોય એવું, સાધુ-સંન્યાસીઓને ના આવતી હોય ત્યાં ચોપડી આવો. અહીં ક્યાં આવ્યા ? મારે લીંટ બહુ આવે છે, આ કોન્ટ્રાક્ટનો ધંધો છે એટલે.
પછી મને કહે છે, ‘પણ સાબ..' એટલે હું સમજ્યો કે આને શું ઇચ્છા છે એ તો પૂછવા દો. મેં કહ્યું, “શેઠ શું જોઈએ છે તમારે ? આ બધી વસ્તુઓ પાછી મોકલી દો. પણ તમારે શું જોઈએ છે એ મને કહીને જાવ.’ ‘કુછ નહીં કુછ નહીં.... શેર મીટ્ટી, શેર મીટ્ટી.’ ‘બળ્યું તારું જીવતર !' શેઠને મેં કહ્યું, “ક્યા અવતારમાં તમે બચ્ચા વગર રહ્યા'તા.'' કૂતરામાં ગયાં, માંકડામાં બચ્ચા, ગિલોડી, બીલાડી, ફલાણી બધે જયાં જયાં જુઓ ત્યાં બચ્ચાં, કેળમાં ગયા તો ય બચ્ચાં ! કેળને કેળ હોય ને, તે એને બચ્ચા ઊભાં થાય પાછાં. જ્યાં જુઓ ત્યાં બચ્ચાં, બચ્ચાં ને બચ્ચાં! હજુ અકળાયો નહીં મૂઆ ?
અને પછી મેં કહ્યું, “મૂઆ, આ એક જણને દુનિયામાં રહેવા દો ચોખ્ખો, આખી દુનિયામાં એક તદ્દન યોર રાખોને ! શું કરવા આવાં પાછા લોચા નાખો છો ?”
કો’ક અવતાર, બહુ પુણ્યશાળીનો અવતાર હોય ત્યારે બન્યું ના હોય. કારણ કે એ ચોપડાનો હિસાબ છે બચ્ચાં કે ના બચ્ચાંનો. આ અવતારમાં મહાન પુણ્યશાળી છો કે તમને છોકરું ના થયું ! તે મહાન
એક શેઠને છોકરો નહોતો અને કરોડ રૂપિયાની પાર્ટી ! શેઠને મનમાં થતું કે હું મરી જઉં તો શું થાય ? સાઠ વર્ષની ઉંમર થઈ ગયેલાં તો શું થાય ? પહેલી બઈને છોકરો નહીં. પહેલી બઈએ રજા આપી કે જાવ ફરી પૈણો, જો તમારી ઇચ્છા પૂરી થતી હોય તો ! તે શેઠ ફરી પૈયા ! ત્યારે મારવાડણ ૧૦ વર્ષની મળી. કારણ કે પચાસ હજાર રૂપિયા આપ્યા ત્યારે એક મારવાડીએ પોતાની છોડી એ શેઠને પૈણાવી ! હવે શેઠના મનમાં એમ કે વર્ષ દહાડામાં મરી જઈએ તો શું થાય ? હવે શેઠ ઉતાવળ કરે છે કે છોકરો કેમ વહેલો થાય, છોકરો કેમ વહેલો થાય ! તો બાધા રાખે તો છોકરો થાય ? કેમ ના થાય ? બીબી ૧૦ વર્ષની તો છોકરો શી રીતે થાય ? એમણે ના સમજવું જોઈએ એવું ? અને શેઠ ના મનમાં ભડક પેસી ગઈ કે વર્ષ દહાડામાં મરી જઉં તો શું થાય ? અલ્યા નથી મરવાનો ! ભડક શું કરવા રાખે છે ?! પણ ભડક પેસી ગઈ તે શું થાય ?
દાદા, દાદા સાંભળતા મલકાય; આ તો સિતલ પડયું, વધુ ના જવાય!
કેટલાક તો છોકરાં ‘દાદા, દાદા’ કહે, એટલે દાદાજી મહીં મલકાય ! અલ્યા, છોકરાં ‘દાદા, દાદા’ ના કરે, તો શું “મામા, મામા” કરે ?! આ છોકરાં ‘દાદા, દાદા’ કરે, પણ મહીં સમજતાં હોય કે દાદા એટલે થોડા વખતમાં જે મરી જવાના છે તે, જે કેરીઓ હવે નકામી થઈ