________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૩૩
૩૩૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
કર્યા વગર ના ચાલે “ઓહોહો !” હવે આ છે મેડનેસ કે ડહાપણ ?
છોકરાં ઊડાડે, તેને જોયા કરો; મરીતે જીવો એ સૂત્ર હદે ધરો!
છોકરાં જ છે આપણું થર્મોમીટર; મોક્ષને લાયક બતાવે, છોડ ફીકર!
આપણો છોકરો મોટો થયો હોય ને સામો થઈ જતો હોય તો જાણવું કે આ આપણું “થર્મોમીટર છે. આ તમારે ધર્મ કેટલો પરિણામ પામ્યો છે, એના માટે “થર્મોમિટર’ ક્યાંથી લાવવું ? ઘરમાં ‘થર્મોમિટર મળી આવે તો પછી બહાર વેચાતું લેવા ના જવું પડે !
છોકરો ધોલ મારે, તો પણ કષાય ઉત્પન્ન થાય નહીં, ત્યારે જાણવું કે હવે મોક્ષમાં જવાના આપણે. બે-ત્રણ ધોલો મારે તો ય પણ કષાય ઉત્પન્ન ના થાય, એટલે જાણવું કે આ છોકરો જ આપણું થર્મોમીટર છે. એવું થર્મોમીટર બીજું લાવીએ ક્યાંથી ? બીજો કોઈ મારે નહીં. એટલે આ થર્મોમીટર છે આપણું. ઘરનાં થર્મોમીટર કામ લાગે છે કોઈ વખત ?
પ્રશ્નકર્તા : લાગે છે ને દાદા.
દાદાશ્રી : ઘરનાં માણસો જ થર્મોમીટર હોય આપણું. આપણને તાવ કેટલો ચઢ્યો છે, કેટલો ઉતર્યો છે, તરત ખબર પડી જાય છે. આપણે એને કશુંક સલાહ આપી અને સલાહ આપી એટલે જરાક કઠણ બોલ્યા કે તરત એ કંઈ એવું બોલે કે આપણને તાવ ચઢ્યો છે કે નહીં, એ આપણને ખબર પડી જાય. એટલે ઘરમાં બેઠા થર્મોમીટર ! દવાની દુકાનવાળાને કહીએ, કે થર્મોમીટર લાવ જોઈએ, તો એ શું આપે ? આવું થર્મોમીટર કોઈ આપે ? છોકરાં કોઈ ફેરો થર્મોમીટર થાય કે ન થાય ?
પ્રશ્નકર્તા : થાય.
દાદાશ્રી : તમને ખબર પડી જાય કે આ થર્મોમીટર છે મારું ? એવું લાગે તમને ? એટલે તમે સાચવીને જ મુકો. થર્મોમીટર ભાંગી નાખવું નથી ? રહેવા દેવું છે ? એ હોય તો કામ લાગશે. પછી તોડી જ ના નાખોને ! થર્મોમીટર કામ લાગેને ? એટલે સાચવીને મૂકે કે ના સાચવીને મૂકે ? એટલે સાચવીને મૂકી રાખવું.
પ્રશ્નકર્તા : દીકરો ભૂલ કરતો હોય વ્યવહારમાં, આપણે એને ન કહીએ. આમ સંસારમાં શું કહે, વ્યવહારની અંદર કે ભઈ તમારે કહેવું જોઈએ. આપણે કહેવું જોઈએ, એને સમજાવવો જોઈએ. પણ આપણે કંઈ પણ એમાં ન કહીએ, કંઈ બોલીએ જ નહીં કંઈ. એટલે ડખો કંઈ પણ ન કરીએ. કારણ કે આ જ્ઞાન લીધા પછી આપણને તો એમ સમજાતું હોય કે આ જે ચાલી રહ્યું છે એ સામેના એકબીજાના કર્મના ઉદયને લઈને ચાલી રહ્યું છે. એમાં આપણે કશું ફેરવી શકવાના નથી. તો પછી શું કામ બોલવું જોઈએ કંઈ પણ ?!
દાદાશ્રી : બરાબર છે, પછી ?
પ્રશ્નકર્તા : બસ, આટલું જ પૂછવું છે, એ બરાબર છે ? આપણે ન બોલીએ કંઈ પણ તે ?
દાદાશ્રી : હંડ્રેડ પરસેન્ટ. અને બોલ્યા હોય તો પસ્તાવો કરો. ખોટું છે માટે પસ્તાવો કરો. બાકી આપણે ના હોય ત્યારે શું કરે ? ઉદય પ્રમાણે વર્તે છે. એના ઉદય છે એટલે વર્તે છે.
જગતના લોકો તો ન બોલે તો ય ખોટું. કારણ કે તો એને ખબર ના પડે કે ભૂલ છે. એ ખોટું કંઈ ફળતું નથી પણ લોકો ઉપદેશ માને.
પ્રશ્નકર્તા : હા, પણ એમાં જ ગરબડ થાય છે. કંઈ પણ થાય તો એમ કહે કે તમારે કંઈ કહેવું જોઈએ ને. વ્યવહાર ખાતર તો કહેવું જોઈએ.
દાદાશ્રી : એ તો એ બોલે ને આપણે ય કહેવું કે હા, એ બરાબર છે, વાત સાચી છે. એ કહેવું કે ના કહેવું એ આપણા હાથની વાત છે ? ના કહેવાય એ ઉત્તમ.
પ્રશ્નકર્તા : હું, ના કહેવાય એ ઉત્તમ. દાદાશ્રી : અરે, ના કહેવું હોય તો ય કહેવાઈ જાય છે.