________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૩૧
૩૩૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
છોકરાંઓએ સાર કાઢ્યો કે શેમાં ભમે છે ? આપણને પૈસાનું દુઃખ નથી, બીજી કોઈ અડચણ નથી, પણ ત્રણ છોકરીઓ પૈણાવી હતી ને એક નાની છોકરી રહી ગઈ હતી, તે શેઠનું ચિત્ત નાનીમાં રહ્યા કરતું હતું કે મારી આ છોડીને પૈણાવવાની રહી ગઈ, તે હવે આનું શું થશે ? તે છોકરાં સમજી ગયા, એટલે નાની બહેનને જાતે મોકલી. એ કહે છે, પપ્પાજી મારી કોઈ ચિંતા કરશો નહિ. તમે હવે નવકાર મંત્ર બોલો. ત્યારે પપ્પાજી એને કશું બોલ્યા તો નહિ, પણ મનમાં એમ સમજે કે આ હજુ છોકરું છે ને. એને શું સમજણ ! અલ્યા, જવાનો થયો તે પાંસરો રહે ને. આ હમણાં કલાક-બે કલાક પછી જવાનું. તે છોડી કહે છે તે કરને, નવકાર મંત્ર બોલવા માંડને ! પણ શું થાય ? શી રીતે નવકાર બોલે ? કારણ એનાં કર્મ એને પાંસરો નથી રહેવા દેતાં, એના કર્મ તે ઘડીએ ફરી વળે છે !
આ નાની છોકરી પૈણાવી નહિ, તેમાં જીવ રહે એમનો. એટલે પછી ચાર પગને પંછડાં ચઢાવ્યાં. જો અક્કલનો કોથળો ! જવાનું થયું ને લોક ચેતવે છે, તો મૂઆ પાંસરો મરને ! ને અત્યારે મૂઆ, હવે જતી વખતે પૈણાવવા બેઠો છું ?! સારો છોકરો હતો ત્યારે ના પૈણાવી, ને હવે પૈણાવવા બેઠો છું ?!
આ તો મરવા જેવો ખાટલામાં પડ્યો હોય તો ય નાની બેબીની ચિંતા કર્યા કરે કે આને પરણાવવાની રહી ગઈ. તે ચિંતામાં ને ચિંતામાં મરે એટલે પછી જાનવરમાં જાય. જાનવરનો અવતાર નાલેશીભરેલો છે. પણ મનુષ્ય અવતારમાં ય સમો ના રહે તે શું થાય ?
પ્રશ્નકર્તા : એ વાત સાચી, દાદા.
દાદાશ્રી : કાલે આપણને જ ઉઠાવી જાય એનું શું કરવાનું, ગુંડા હોય તો ? એટલે એ તમારી ચિંતા મારી પર સોંપવી કે છોકરા દાદાને સોંપ્યા એવું કહી દેવું. મને સોંપી દો તો બંધ થઈ જાય. આ બધા ચિંતા મને સોંપી દે છે બધા.
પ્રશ્નકર્તા : અમે તો એટલા માટે જ આવ્યા છીએ કે ચિંતા તમને સોંપી દઈએ હવે.
દાદાશ્રી : હા, તે ચિંતા બંધ કરી દેવડાવીએ, હા, તો હવે શેની ભાંજગડ છે પછી ?
પ્રશ્નકર્તા : મારી ચિંતાવાળો સ્વભાવ છે એટલે નાની નાની વાતમાં કંઈ ને કંઈ થઈ જાય એમ.
દાદાશ્રી : એટલે પ્યાલા ફૂટી જાય તો ?
પ્રશ્નકર્તા: ના, ના. એ બાબત નહીં. પણ આ છોકરાંઓનું કંઈ પણ કરવાનું હોય તે ન થાય, તો તે બાબતમાં ચિંતા થઈ જાય મને.
દાદાશ્રી : તેથી કંઈ છોકરાંઓનું કામ થઈ જાય, ચિંતા કરવાથી ? આપણે આ ચિંતા જો ફૂટલ ન થતી હોય, તો પછી એ બંધ કરી દેવી. જો હેલ્પ ન કરતી હોય ચિંતા તો બંધ કરી દેવી. | ‘તું મારી ચિંતા કરીશ નહીં અમથી વગર કામની, જો તારું શરીર કેવું થયું.” માને આવું કહે ત્યારે પેલી ચિંતા કરે ! આ તો બેઉ મૂર્ખ છે. હવે જે ચિંતા કરો છો, યાદ લાવો છો ને, એ ઇગોઇઝમ છે, રોંગ ઇગોઇઝમ છે. આ ઇગોઇઝમ શું કામનાં બધાં. જે ઇગોઇઝમ હેલ્પફુલ ના થાય, નુકશાનકારક હોય, એ ઇગોઇઝમને શું કરવાનું ? જાણ્યા વગરનાં જગતમાં શું સુખી થાઓ છો તમે ? એને જાણવું પડે જ્ઞાની પુરુષની પાસે. જ્ઞાની પુરુષને આખા જગતનું જ્ઞાન હોય એમને. દરેક બાબતનું તમારી સમસ્યાઓનો ઉકેલ લાવી આપે. માને કહે કે તું મારી ચિંતા કરીશ નહીં અને આ ચિંતા કર કર હજુ ય કરે છે. કહે છે, ચિંતા
સોંપી દે દાદાને છોરાંઓનો ભાર; ગેરંટીથી પછી ચિંતા ન લગાર!
પ્રશ્નકર્તા : આ દેશમાં એવા બનાવો બને છે કે જો આપણે બરાબર ધ્યાન ન રાખીએ, તો કોઈ છોકરાઓને ઉઠાવી જાય, હેરાન કરે ને એવું કંઈક પ્રસંગ બને. એની માટે ચિંતા વધારે થાય છે કોઈક વાર.
દાદાશ્રી : તો પછી છોકરાઓને અવતાર નહોતો આપવો. શું કરવા નવરા પડ્યા હતા ?! આટલો બધો ભડકાટ રહેતો હોય તો !