________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૨૯
ખાધા પછી ‘હવે મને શું થશે ? શું થશે ?” એવો વિચાર કરીએ એનો શો અર્થ છે ?
ચિંતા કરવાથી તો અંતરાય કર્મ પડે છે ઊલટું, એ કામ લાંબું થાય છે. આપણને કોઈકે કહ્યું હોય કે ફલાણી જગ્યાએ છોકરો છે, તો આપણે પ્રયત્ન કરવો. ચિંતા કરવાની ભગવાને ના પાડી છે. ચિંતા કરવાથી તો એક અંતરાય વધારે પડે છે અને વીતરાગ ભગવાને શું કહ્યું છે કે, ‘ભઈ, ચિંતા તમે કરો છો, તો તમે જ માલિક છો ? તમે જ દુનિયા ચલાવો
છો ?” આને આમ જોવા જાય તો ખબર પડે કે પોતાને સંડાશ જવાની પણ સ્વતંત્ર શક્તિ નથી, એ તો જ્યારે બંધ થાય ત્યારે ડૉકટરને બોલાવવો પડે. ત્યાં સુધી એ શક્તિ આપણી છે એવું આપણને લાગ્યા કરે, પણ એ શક્તિ આપણી નથી. એ શક્તિ કોને આધિન છે, એ બધું જાણી રાખવું ના પડે ?
1 ક્યારથી છોડી પૈણાવવાની ચિંતા શરૂ કરવી જોઈએ, એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે ? આમ વીસમે વર્ષે પણાવી હોય તો આપણે ચિંતા ક્યારથી શરૂ કરવી જોઈએ ? બે-ત્રણ વર્ષની થાય ત્યારથી ?
પ્રશ્નકર્તા : ચૌદ-પંદર વર્ષની થાય પછી મા-બાપ વિચાર કરે છે
૩૩૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર આના ય હાથમાં ના હોય. ચિંતાવાળો રૂપિયા લાવે ક્યાંથી ? લક્ષ્મીનો સ્વભાવ કેવો છે કે જે આનંદી હોય એને ત્યાં લક્ષ્મીજી મુકામ કરે. બાકી ચિંતાવાળાને ત્યાં મુકામ કરે નહિ. જે આનંદી હોય, જે ભગવાનને યાદ કરતો હોય એને ત્યાં લક્ષ્મીજી જાય. તે આ તો છોડીની અત્યારથી ચિંતા કરે છે. આપણે ચિંતા ક્યારે કરવાની છે ? કે જ્યારે આજુબાજુના લોકો કહે કે, છોડીનું કંઈ કર્યું ? એટલે આપણે જાણવું કે હવે ચિંતા કરવાનો વખત આવ્યો અને ત્યારથી ચિંતા એટલે શું કે એને માટે પ્રયત્નો કર્યા કરવાના, આ તો આજુબાજુવાળા કોઈ કહેતાં નથી ને ત્યાર પહેલાં આ તો પંદર વર્ષ પહેલેથી ચિંતા કરે. પાછો એની બૈરીને કહેશે કે, ‘તને યાદ રહેશે કે આપણી છોડી મોટી થાય છે, એને પૈણાવવાની છે ?અલ્યા, પાછો વહુને શું કામ ચિંતા કરાવું છું. આપણા લોક તો એવાં છે કે એક વર્ષ દુકાળનો ગાળો હોય, તો બીજા વર્ષે શું થશે, હવે શું થશે, કર્યા કરે. તે ભાદરવા મહિનાથી જ ચિંતા કર્યા કરે. અલ્યા, આમ શું કરવા કરે છે ? એ તો જે દહાડે ખાવા-પીવાનું તારે ખલાસ થઈ જાય અને કોઈ જોગવાઈ ના હોય તે દહાડે ચિંતા કરજે ને !
મરતી વખતે જીવ, છોડી પૈણાવાવાળા; અક્કલનો કોથળો ન લે કોઈ ચાર આતામાં!
દાદાશ્રી : ના. તો ય પાછા પાંચ વર્ષ રહ્યાં. એ પાંચ વર્ષમાં ચિંતા કરનારો મરી જશે કે જેની ચિંતા કરે છે એ મરી જશે, એ શું કહેવાય ?
પ્રશ્નકર્તા: એવું જો હોય તો તો પછી લોકો કમાવા જ ના જાય ને કોઈ ચિંતા જ ના કરે.
દાદાશ્રી : નહીં, કમાવા જાય છે એ પણ એમના હાથમાં જ નથી ને, એ ભમરડા છે. આ બધા નેચરના ફેરવ્યા ફરે છે અને મોઢે અહંકાર કરે છે કે, હું કમાવવા ગયેલો અને આ વગર કામની ચિંતા કરે છે. પાછું એ ય દેખાદેખીથી કે ફલાણા ભાઈ, તો જુઓને, છોડી પૈણાવવાની કેટલી બધી ચિંતા રાખે છે ને હું ચિંતા નથી રાખતો. તો ચિંતામાં ને ચિંતામાં પછી તડબુચા જેવો થઈ જાય અને છોડી પૈણવાની થાય, ત્યારે ચાર
જો આખી જિંદગીમાં ભક્તિનું સરવૈયું સારું હોય, સત્સંગનું સરવૈયું સારું હોય, એ સરવૈયું મોટું હોય તો છેલ્લા કલાકમાં ચિત્ત એમાં ને એમાં વધારે રહ્યા કરે. વિષયોનું સરવૈયું મોટું હોય તો મરતી વખતે એનું ચિત્ત વિષયમાં જ જાય. કોઈને છોડી-છોકરાં પર મોહ હોય તો છેલ્લી ઘડીએ ચિત્ત એમનામાં રહ્યા કરે.
એક શેઠને મરવાનું થયું, તે બધી રીતે શ્રીમંત હતા. છોકરાંઓ ય ચાર-પાંચ. તે કહે, પિતાજી હવે નવકાર મંત્ર બોલો. ત્યારે પિતાજી કહે કે આ અક્કલ વગરનો છે. અલ્યા, આ બોલવું એ હું નથી જાણતો ? હું મારી મેળે બોલીશ. તું પાછો મને કહે કહે કરે છે ! તે છોકરાં ય સમજી ગયા કે પિતાજીનું ચિત્ત અત્યારે કોઈ જગ્યાએ ભમે છે. પછી બધા