________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૨૭
૩૨૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
કેટલાક તો હજી છોડી ત્રણ વર્ષની હોય ત્યારથી ચિંતા કરે છે, ‘અમારી નાતમાં ખર્ચા બહુ, કેવી રીતે કરીશું?” તે બૂમો પાડ્યા કરે. આ તો ખાલી ઈગોઈઝમ કર્યા કરે છે. શું કામ છોડીની ચિંતા કર્યા કરે છે ? છોડી પૈણવાના ટાઈમે પૈણશે, સંડાશ સંડાશના ટાઈમે થશે, ભૂખ ભૂખના ટાઈમે લાગશે, ઊંઘ ઊંઘના ટાઈમે આવશે, તું કોઈની ચિંતા શું કામ કરે છે ? ઊંઘ એનો ટાઈમ લઈને આવેલી હોય છે, સંડાશ એનો ટાઈમ લઈને આવેલો છે. શેને માટે વરીઝ કરો છો ? ઊંઘવાનો ટાઈમ થશે કે એની મેળે આંખ મીંચાઈ જશે, ઊઠવાનું એનો ટાઈમ લઈને આવેલું છે, એવી રીતે છોડી એનો પૈણવાનો ટાઈમ લઈને આવેલી હોય છે. એ પહેલી જશે કે આપણે પહેલાં જઈશું, છે કશું એનું ઠેકાણું ?
ચિંતાથી પડે અંતરાય; માત્ર પ્રયત્નો જ કરાય!
તમારે કેમનું છે ? કોઈક ફેરો ઉપાધિ થાય છે ? ચિંતા થઈ જાય
દસ માણસો બેઠા હોઈએ, મોટી બે ઘોડાની ઘોડાગાડી હોય. હવે એને ચલાવનારો ચલાવતો હોય અને આપણે અંદર બૂમાબૂમ કરીએ કે, “એય આમ ચલાવ, એય આમ ચલાવ,’ તો શું થાય ? જે ચલાવે છે એને જોયા કરોને ! કોણ ચલાવનાર છે એ જાણીએ તો ચિંતા આપણને હોય નહીં. એવું આ જગત કોણ ચલાવે છે એ જાણીએ તો ચિંતા આપણને હોય નહીં. તમે રાત-દહાડો ચિંતા કરો છો ? ક્યાં સુધી કરશો ? એનો આરો ક્યારે આવશે ? તે મને કહો.
આ બેન તો એનું લઈને આવેલી છે, તમે તમારું બધું લઈને નહોતા આવ્યા ? આ શેઠ તમને મળ્યા કે ના મળ્યા ? તો શેઠ તમને મળ્યા, તો આ બેનને કેમ નહીં મળે ? તમે જરા તો ધીરજ પકડો. વીતરાગ માર્ગમાં છો અને આવી ધીરજ ના પકડો તો તેનાથી આર્તધ્યાન થાય, રૌદ્રધ્યાન થાય.
પ્રશ્નકર્તા : એવું નહીં પણ સ્વાભાવિક ફિકર તો થાય ને !
દાદાશ્રી : એ સ્વાભાવિક ફિકર તે જ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કહેવાય, મહીં આત્માને પીડા કરી આપણે. બીજાને પીડા ના કરતો હોય તો ભલે, પણ આત્માને પીડા કરી.
આનો ચલાવનારો કોણ હશે ? બેન, તમે તો જાણતા હશો? આ શેઠ જાણતા હશે ? કોઈ ચલાવનારો હશે કે તમે ચલાવનારાં છો ?
પ્રશ્નકર્તા : કોઈ નહીં.
દાદાશ્રી : કોઈનાં વગર એ કેવી રીતે ચાલે ? કોઈક તો સંચાલક હશે ને ? સંચાલક વગર તો ચાલે જ નહીં ને ? એવું છે, કે કો'ક દહાડો તાવ આવે છે ત્યારે મનમાં એમ થાય છે કે મને તાવ આવ્યો, પણ કોણે મોકલ્યો એ તપાસ નથી કરતાં. એટલે મનમાં શું લાગે છે કે હવે તાવ નહીં જાય તો શું કરીશું ? અલ્યા, ભઈ આવ્યો છે, મોકલનારે એને મોકલ્યો છે ને પાછો બોલાવી લેશે, આપણે ફિકર કરવાની જ ક્યાં રહી ? આપણે બોલાવ્યો નથી, મોકલનારે મોકલ્યો છે, તો પાછો બોલાવી લેશે, આ બધી કુદરતી રચના છે. આપણે વિચાર કરવાનો હોય તો ખાતાં પહેલાં વિચાર કરવાનો કે આ દાળ મને વાયડી પડશે કે નહીં ? પણ
પ્રશ્નકર્તા : આ અમારી જ મોટી બેબીની સગાઈનું નથી પતતું તે ઉપાધિ થઈ જાય છે ને !
- દાદાશ્રી : મહાવીર ભગવાનને એમની દિકરી નહોતી પૈણવાની ? એ ય મોટી થઈ ગઈ હતી ને ? ભગવાન કેમ નહોતા ઉપાધિ કરતાં ? તમારા હાથમાં હોય તો ઉપાધિ કરો ને, પણ આ બાબતે તમારા હાથમાં
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : નથી ? તો ઉપાધિ શેને માટે કરો છો ? ત્યારે કંઈ આ શેઠના હાથમાં છે ? તો આ બેનના હાથમાં છે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો કોના હાથમાં છે તે જાણ્યા વગર આપણે ઉપાધિ કરીએ, તો શેના જેવું છે ? કે એક ઘોડાગાડી ચાલતી હોય, એમાં આપણે