________________
સંપૂજયશ્રી દાદાશ્રી વર્ષોથી અધ્યાત્મની સાચી સમજણ બધાંને આપ આપ કરે છે જેનાથી લાખો લોકોનાં જીવન આદર્શતાને પામ્યાં છે !
એજીનીયર થવું છે ! હવે દબાણથી ના થાય, કર્મ પ્રમાણે જ થાય ! ઘરમાં એક છોકરો ના ભણતો હોય તો મા-બાપ એની ચિંતા કરી કરીને જાનવર ગતિ બાંધે ! અલ્યા બધાં જ સરખું ભણતર લાવ્યા હોય ? એકાદનું કર્મ ભણતર ના હોય તો ગણતર હોય, ધંધામાં હોંશિયાર હોય તો તેને તેવું સીંચન કરવું.
જીવનભર મા-બાપનો ઉપકાર ભૂલાય શી રીતે ? ગમે તેટલું તે બોલે તો ઉપકાર યાદ કરી સહી લેવું ! અને આપણાથી મા-બાપને દુ:ખ થઈ જાય તો તેનું તુરત જ પ્રતિક્રમણ કરી લેવું.
મા કોને ના ગમે ? ગમે તેવી કાળી હોય તો ય મા સહુને રૂપાળી જ લાગે !
મા-બાપ અને ગુરુ આ ત્રણનો ઉપકાર આખી જીંદગી ભૂલાય તેમ નથી ! જે ભૂલ્યો તે દગાખોર બને ને કયારે ય સુખી ના થાય !!!
જય સચ્ચિદાનંદ
પપ્પાને રાજી રાખવા, એમની સેવા કરવી, પગ દાબવા, પૈણ્યા પછી પપ્પાની સેવા પૂરી ના કરાય, છેક સુધી કર્યે રાખવાની ! દુનિયામાં સેવા કરવા જેવી હોય તો સૌથી પહેલી મા-બાપની કરવાની ! મા-બાપની સેવાથી ખૂબ સુખશાંતિ મળે ! અને ગુરુની સેવાથી મોક્ષ મળે !
જે ઘરમાં મા-બાપની સેવા થાય ત્યાં ભગવાનનો વાસ હોય જ !
અત્યારે સૌથી દુઃખી હોય તો પાંસઠ વર્ષની ઉંમરના લોકો ! ઘરમાં બધાંના ઠેબા મળે ! શરીરે ય દગો દે, ના કહેવાય ન સહેવાય ! ન છોકરાં રાખે ને ન સમાજની ડરે ઘરડાંઘરમાં રહેવા જવાય ! આ ઘરડાંઘરની વ્યવસ્થા એ આ કાળને માટે યોગ્ય છે ! પૈડાંઓએ પણ જમાના પ્રમાણે એડજસ્ટ થવું પડે. જૂના જમાનાની માન્યતાઓને તિલાંજલિ નહીં આપીએ તો ક્યાં સુધી આ માન્યતામાં રહીને દુઃખી થઈશું ?! પરમ પૂજ્ય દાદાશ્રી પૈડાં મા-બાપને દરરોજ નીચા નમીને પગે અડીને નમસ્કાર કરવાનું શીખવે છે ! એનાથી બન્ને વચ્ચેનું અંતર ઘટે અને દોષ થયેલા ધોવાઈ જાય ! ઊંચામાં ઊંચો આ વિનય છે ! એનું પરિણામ એ આવે છે કે એમને એમનાં છોકરાં ય નમસ્કાર કરતા શીખી જાય છે ! ઘર સ્વર્ગ જેવું બની જાય છે ! મા-બાપનું ય ચારિત્રબળ એવું હોવું જોઈએ કે છોકરાંઓને મહીંથી પગે લાગવાનું મન થાય અને એ ચારિત્રબળ વધારવા માટે
35