________________
રહે ! નહીં તો રોજ કકળાટ થાય ! આપણને ધર્મમાં રસ હોય તો તે કરવા દે ! માટે ડીફેકટીવ હશે તો આપણાથી ડીકટેટરશીપ થાય. નહીં તો એ હીટલર થઈને ફરે !
ધણી ધણીયાણી એકબીજાને હેલ્પીંગ હોવા જોઈએ ! ઉનાળો ચોમાસાને હેલ્પીંગ છે ! ઓસ્ટ્રકટીવ નથી ! એવું આ બધા મોક્ષે જવા હેલ્પીંગ જ છે. સંસાર દુઃખરૂપ થાય તેમ મોક્ષ વહેલો આવે !
અત્યારે સતિ સીતા ખોળવા જાય તો કયાંથી મળે ? રામ હોય તેને જ મળે !
‘લવ મેરેજ' કરાય કે નહિ ? કરાય ને ! કેમ નહિ? પણ માબાપની સહમતિ હોય તો જ આશિષ મળે ને સુખી થવાય !
ઘણા પૂછે દાદાશ્રીને કે પસંદગી વખતે જન્માક્ષર મેળવવા જરૂરી કે નહિ ? ત્યારે દાદાશ્રી કહેતા કે કોઈને જન્માક્ષર જોતા જ નથી આવડતાં ને ? જો જન્માક્ષર મેળવવામાં માનતા હોય તો તેની સાયકોલોજીકલ ઇફેકટ રહે અને વહેમ મહીં ગૂંચવે. માટે માનતા હો તો મેળવજો ને ના માનતા હો તો એમાં પડશો નહિ !
શાક લેવા મોકલીએ તો આજની છોકરીઓને કે છોકરાંને શાક ઓળખાતું નથી, લાવતા આવડતું નથી, અને ધણી ખોળવા નીકળ્યા છે ? પસંદગી કરવાની શી સમજ પડે ? બહારથી રૂપાળી બંબ કેરી જોઈને લાવે પણ ચાખે ત્યારે ખાટી ચંડ લાગે ! પછી શું ? કાપ્યા પછી કોણ પાછી લે ! માટે પાત્રની પસંદગી ટાણે અનુભવીની સલાહ માનવી જરૂરી. બીનઅનુભવી ભીંડા લેવામાં ય છેતરાય તો આમાં શું ના છેતરાય ? અરે, રસ્તે જતા ચાર રસ્તા આવે ને આપણને ખબર ના પડતી હોય તો જાણકારને, અનુભવીને નથી પૂછવું પડતું? તો આમાં પૂછવામાં શો વાંધો ? ત્યાં આજના છોકરાંઓના મગજમાં ભરાઈ ગયું કે મા-બાપને શી સમજ પડે ? અમારે એની જોડે જીંદગી કાઢવાની છે તો અમને જ ખબર પડે ને ? તે જાત પસંદગીવાળાના વધારે ડાયવોર્સ થાય છે કે મા-બાપોનાં ગોઠવેલાનાં ?! છોકરાં માટે ધડધડ ના પાડી દે ને પછી પસ્તાય કે આનાં
કરતાં પહેલો સારો હતો, ખોટી ના પાડી ! અને ઉપરથી ગમે તેટલું રૂપાળું હોય પણ સિન્સિયર ના હોય તો તેને શું કરવાનું ? પરણ્યા પછી બાહ્યરૂપનું મહત્વ રહેતું નથી, પછી તો અંદરનું રૂપ કામ લાગે છે જીવનમાં સુખશાંતિથી જીવવા માટે ! પરણતાં પહેલાં ચશ્માવાળી છોકરીને કેન્સલ કરે ને પૈણ્યા પછી વહુને જ ચશ્મા બનાવીને બધાંને જુએ ! ને જરાક વહુને આંખમાં નંબર આવે તો વઢી વઢીને પહેરાવે ! માટે ઊંચા ચારિત્રને વધારે મહત્વ આપવું જોઈએ બાહ્ય રૂપ કરતાં !
લગ્નજીવનમાં એકબીજાને સિન્સિયર, એટલે હક્કની સિવાય બીજે કયાં ય દ્રષ્ટિ પણ ના બગાડે !
સારા સારાને ના પાડી દે, તે તેને તરછોડ વાગે ને તેનું રીએકશન પોતા પર આવ્યા વગર ના રહે ! માટે પહેલાનું પ્રતિક્રમણ કરી ધોઈ નાખવું. જો સુખી થવું હોય તો પરણતાં પહેલાં ગુરુને કે મા-બાપને પૂછીને કરવું.
પૈણતાં પહેલાં ધણીને આમ કંટ્રોલ કરીશ, ને સાસુને, નણંદને આમ નહીં ગાંઠું એવું બધું ગોઠવે પણ તેનું પરિણામ શું આવે ? તલ્લાક, ટુંક સમયમાં જ ! તેના કરતાં મૌન અને સમતાથી જે બધાં વશ વર્તે તેની તો વાત જ ઓર ! સમતામાં રહે તો તેનું ચારિત્રબળ ઉત્પન્ન થાય અને તેનો પ્રભાવ કંઈ ઓર જ હોય ! ક્રોધ કરનાર કરતાં ક્રોધ ના કરનારનો તાપ વિશેષ પ્રકારનો હોય ! કષાય વગરનાં જે થઈ ગયા એવા વીતરાગો. તીર્થકર ભગવંતોને આજે હજારો વર્ષ પછી ય નામ પડતાં જ શીશ ઝૂકી જાય છે !!! કેવો એનો પ્રભાવ !!!
૧૯. સંસારમાં સુખ સધાય સેવાથી ! મા-બાપની સેવા વિનય અને રાજીપો લેવો એ તો અધ્યાત્મમાં આગળ જવા પાયાની માંગ છે ! બ્રહ્મચારી હોય કે પૈણેલા હોય, માબાપને તરછોડીને કોઈ પ્રગતિ ન થઈ શકે ! હા, એમને સમજાવી, મનાવી, ધીમે ધીમે કામ લેવું. પ્રતિક્રમણે ય ખૂબ કરવાં.
મા-બાપ છોકરાં પર દબાણ કરે કે ડૉકટર થા, છોકરો કહે મારે
34