________________
માટે !!! આ રીત ખોટી નથી ? બીજી સાઈડ પણ વિચારવી તો જોઈએ ને ? ચાર પાંચ છોકરા ના પાડયા પછી કયો છોકરો તારી પાસે આવવા પછી હિંમત કરે !! તારી છાપ પડી જાય ને કે આને તો ફક્ત છોકરા ફેરવવા જ છે, પૈણવાની દાનત નથી ! અને આટલી બધી ચકાસણી કર્યા બાદ ડાયવોર્સ વધારે થાય છે કે પહેલાં જોયા વગર કરતા હતા તેના વધારે થતા હતા ?! ત્યાં છોકરાઓ કેટલીય છોકરીઓને ફેરવે ને બધાને હાથતાળી આપીને જાય ! કારણ કે પરણાય તો એકને જ ને ! જાનવર જેવું જીવન થઈ ગયું !!!
બ્રહ્મચારી રહેવાનો ઉદય આવે તેનું તો જીવન સર્વોત્તમ ! પણ પૈણવું તો પડે જ ને ! પરણતાં પહેલાં છોકરીઓ નક્કી કરે કે આપણે તો એક ધણી એકલો જ જોઈએ પણ પૈણ્યા પછી ખબર પડે કે કેટલું મોટું લંઘર સાથે આવે છે !!!
પૈણ્યા એટલે ધણીના, સાસુના બધાનાં અંડરહેન્ડ રહેવું પડે ! તેના કરતાં ‘આત્મા'માં રહેતા થઈ જઈએ તો છે કોઈ ઉપરી ત્યાં ?! છે કશા ઝગડા ત્યાં પછી ?
જલ્દી પરણી જવામાં સેફસાઈડ છે ! પછી બગાડે નહીં બીજે. પહેલાના વખતમાં જલ્દી જ પૈણાવતા હતા ને !
મા-બાપ છોડીને પૈણાવાની ચિંતા કરે ! અલ્યા એના માટેનો છોકરો જન્મી ચૂકેલો હશે કે જન્મવાનો બાકી હશે ?!
પૈણતા પહેલાં વિષયોના વિચારો આવે તો તુર્ત જ પ્રતિક્રમણ કરી તેને ઊખેડી નાખવું. કોઈ છોકરી ગળે પડે, ઝૂરે, રડે, આપઘાત કરી નાખવાનો ભય પેસાડે, તેથી કંઈ તેને ઓછું પૈણી જવાય ? ઠંડા કલેજે દેલવાનું હોય ? રીસ્પોન્સ જ ના અપાય ને કડક રહેવાનું ?
આજકાલ છોકરીઓ છોકરાંઓને બબૂચક જ સમજે છે ! તેથી મચક જ ના આપે એમને ! છોકરીઓ છોકરાંઓ કરતાં દસ વરસની ઉંમરે આગળ હોય છે ! એટલે છોકરાં એમના મગજમાં જ નથી બેસતા !
પૈણવાનો મોહ, ઘર માંડવાનો મોહ, છોકરાં જણવાનો મોહ. બધો પાર વગરનો મોહ છે ! પુરુષને ય એકવાર ડીલીવરી આવે તો ફરી ક્યારે ય વિષય ના કરે ! આ તો તરત જ મોહ ફરી વળે ! છતાં ય છૂટકો નથી. હસબંડ પણ કરવા પડશે.
છોકરાં છોકરીઓનાં ડાન્સ, પાર્ટી, ડેટીંગ બધાય સંસ્કાર બગાડે છે અને મા-બાપને કેટલું બધું ટેન્શન રહે ?! પેટ્રોલ અગ્નિ બે જોડે રખાય ? ત્યાં મા-બાપની આજ્ઞામાં જ રહેવું જોઈએ. નહીં તો એકવાર ફસાયા પછી બહુ મોટું ડીપ્રેશન આવે ને મગજ બગડી જાય !
પરદેશમાં આપણા ભારતીય છોકરાં અમેરિકન્સ જેવી છૂટવાળી જીંદગી જીવતા થઈ ગયા છે ! મા-બાપ કશું કહેવા જાય તો કહે કે અહીંના છોકરાંની જેમ અમારે જીવવું જ પડે ! નહિ તો અમે પછાત ગણાઈએ ! હવે ત્યાં છોકરાંઓ એ નથી જોતા કે અમેરિકન છોકરાં થવું છે તો માબાપ તો તમારે ઇન્ડિયન માનસના જ જોઈએ. જેમ કે છોકરો પરણે ધંધે લાગે ત્યાં સુધી બાપ જ બધો ખર્ચો કરતો હોય. જયારે ધોળીયાઓ તો ૧૮ વર્ષે જવાબદારીઓથી છૂટા ! ત્યાં કેમ અસલ ભારતીય રિવાજ બાપ તરીકેનો યોગ્ય છે ?!
પરદેશમાં દાદાશ્રી દરેક છોકરીને વ્યક્તિગત વાતચીત કરી પાકા પાયે #ાવી દેતા કે અમેરિકન જોડે પૈણવામાં શું નુકસાન અને ઇન્ડિયન જોડે પૈણવામાં શું ફાયદો ! એટલે છોકરી જ ઇન્ડિયન સાથી ઇચ્છતી થઈ જાય ! એમાં ય ગુજરાતી ગુજરાતીમાં જ કરાય. વિચાર સંસ્કાર ને રહેણી કરણી સરખી આવે એટલે લગ્નજીવન સુખી જાય ! અને હિન્દુસ્તાનમાં રહેનારાંને તો નાતમાં જ કરવું ઉત્તમ, જેથી આચાર વિચાર મળતા આવે.
દાદાશ્રી છોકરીઓને મીઠી ગમ્મતમાં કહે કે છોકરો એવો ખોળજે કે જે તારા કહ્યામાં રહે, મોક્ષના ધ્યેયમાં સહાયક બને ! તે એક જ નાતના હોય તો બને ! વળી થોડોક ડીફેકટીવ ધણી ખોળી કાઢે તો ખૂબ જ આજ્ઞામાં રહે ! દારૂ માંસમાં ચોખ્ખો ધણી જોઈએ ! થોડોક આપણાથી ઉતરતા માર્કવાળો હોય તો સારું. થોડીક ડીફેકટ હોય તો આપણા વશમાં