________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૨૧
૩૨૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
નોર્માલિટીની હદ સુધીમાં એની મમતા રાખવી જોઈએ. અને એબવ નોર્મલ મમતા, લોકો કહે, આટલી બધી શી મમતા ! એ જરા ઓછી રાખ ને મમતા, આટલી બધી શી મમતા રાખું છું. એ છોકરો ગયો કોલેજમાં, તે મને ગમતું નથી, કઈ જાતની ફીકર છે ? એને લોકો ય વઢે. એવું ના કહે કે આટલી બધી મમતા શું કરવા રાખો છો ? કહે કે ના કહે ? એ મમતા એટલે વધારે પડતી એક્સેસ, એબવ નોર્મલ થઈ એ મમતા. આ અમારે બધા જોડે સંબંધ વધે પણ એબવ નોર્મલ તો નહીં, એ તો ઉપર જતું રહે. આપણે જઈએ એટલે વળી યાદ ના આવે. અને યાદ આવે એ વધારે પડતી મમતા.
પ્રશ્નકર્તા : યાદ ન આવે એ મમતા નહીં.
દાદાશ્રી : હા, યાદ તો ન જ આવવું જોઈએ. શું હેલ્પફુલ યાદ આવે છે ?
પ્રશ્નકર્તા : તો પછી આપણે લાગણી વગરનાં છીએ, એવું ના કહેવાય ?
દાદાશ્રી : લાગણી વગરનો કોણ ? આ યાદ આવે એ લાગણી વગરનો. લાગણીવાળાને યાદ જ ના આવે.
પ્રશ્નકર્તા : આ તો ઊંધું જ કહ્યું.
દાદાશ્રી : આ લાગણી તો તમે રાખો, તેથી પેલાને શું ફાયદો થાય ?
પ્રશ્નકર્તા: કંઈ નહીં. આપણને ચિંતા થઈ, એને તો કંઈ ના હોય.
દાદાશ્રી : એટલે હેલ્પફુલ નથી. તમારે લાગણીમાં, ફુલ લાગણી બતાવો ને ! પણ અહીં છૂટયા એટલે કશું જ નહીં. પછી ભેગાં થાય એટલે ફુલ લાગણી બતાવો. અહીંથી ઉઠયા એટલે કશું ય નહીં એવું હોવું જોઈએ. આ તો, તમે અહીંથી ઊઠ્યા તે લાગણી લઈ જાઓ, પછી ભેગા થાય ત્યારે કૂદંકૂદા કરો, વઢવઢા કરો. એ લાગણી કહેવાય નહીં ને, કારણ કે લાગણી વપરાઈ જાય છે, ખોટે રસ્તે વપરાઈ જાય છે. એ લાગણી સિલક રાખો, રસ્તામાં પાડી ના દેવી જોઈએ અને પછી ભેગાં થાય ત્યારે
પછી લાગણી વાપરવી. પેલી સમજાય કે ના સમજાય, મારી વાત ?
બહુ ઝીણી વાત છે આ. સંતો ય ના સમજે એવી વાત છે. પ્રશ્નકર્તા : બની ના શકે, ઇમ્પોસિબલ છે એમ.
દાદાશ્રી : આ દુનિયામાં કશું ઇમ્પોસિબલ હોતું જ નથી. તમે દાદા ભગવાનનું નામ લઈને કરો. તમે દાદા ભગવાનની સાક્ષી લઈને જો કરો તો બધું પોસિબલ છે.
પ્રશ્નકર્તા : આપણે અહીંયા અમેરિકામાં રહીએ, પણ મા-બાપને ભૂલી ઓછાં શકીએ ?
દાદાશ્રી : એ જગત ભૂલાતું નથી ને એ જ મમતા, ખોટી મમતા છે. એબ્નોર્મલ મમતા. મને બધાં સગાવહાલાં કહે છે, શું દાદા, તમારો પ્રેમ કેવો જબરજસ્ત પ્રેમ છે. અને તમને છે તે તમારા ઘરમાં જ માણસો કહે છે, તું આવી છું, તેવી છું. આવું તમારા ઘરનાં જ માણસો કહે. કારણ કે તમને પ્રેમ ઢોળતાં નથી આવડતું. તમે પ્રેમ રસ્તામાં ઢોળી દો છો અને ભેગો થાય ત્યારે અડધો પ્યાલો આપો છો એને. આવાં જીવનથી તો આ મન, શરીર ફ્રેકચર થઈ જશે.
એટલે બહુ અતિશય કરવા જેવું નહિ. રીતસર સારું છે. નાટકીય કેસમાં કોઈ આંગળી ના કરે એવું જોઈએ. નાટકમાં કોઈની આંગળી થાય તો પગાર ઓછો થઈ જાય, કપાઈ જાય. એટલે અભિનય કરવો પડે. હા. છોકરો મરી ગયો નાટકનો, એટલે આંખમાં જરા પાણી ના હોય તો આમ આમ એ કરીને લાવવું પડે. બાકી છોકરાનાં તો સ્વાદ ભવોભવ જોયેલાં ને ! એક કલાક છોકરાને લેફટરાઈટ લઈ જુઓ જોઈએ અને કાઢે સ્વાદ પછી. જો માખણ કાઢે વલોવીને !! આ તો વળી મર્યાદામાં હોય તો સારું છે. પણ એનાં બાપાની પાછળ કોઈ જવા તૈયાર થયેલો નહિ ! આંતરવું પડે નહિ આપણે કે, “ના, બા. તારાં બાપ જોડે નહિ જવાનું, બા. હેંડ બા પાછો.' ઝાલી ઝાલીને લઈ જવાં પડે, એવું નહિ. પણ જાય જ નહિ, મૂઓ. એ બાપા ગયા તો મારે શું ? હું પૈણીશ ઘેર જઈને અને બિસ્કીટબિસ્કીટ બધું, ઘેર લાવીને ખાય નિરાંતે.