________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૨૩
૩૨૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
એટલે આની મર્યાદા કેટલી છે, આપણે જાણીને પછી કામ લેવું. મર્યાદા ના સમજે એ મોહ કહેવાય. પપ્પા ખરાં, પણ મૂરખ બનવા માટે
હાજર થઈ ગયા. કોઈ ના થાય, આ દાદા હાજર થાય. ગમે તે દુ:ખેસુખે પ્રસંગમાં તરત હાજર થઈ જાય. અને હું કહું ય ખરો. મેં કહ્યું, ગભરાશો નહીં. બીજું કોઈ હાજર નહીં થાય. આ છોકરા-છોકરા તો કોઈ હાજર નહીં થાય.
નહીં.
બધાં માટે બધું કર્યું અંદગીભર; ખરે ટાણે કોઈ નહીં ‘જ્ઞાતી' વગર!
ભવિષ્યની ચિંતા બગાડે વર્તમાન; દૂર ડુંગરા છોડી, ઠોકર સવાર!
બધું ‘વ્યવસ્થિત’ ચલાવે છે, કશું બોલવા જેવું નથી. ‘પોતાનો ધર્મ કરી લેવા જેવો છે. પહેલાં તો એમ જાણતા હતા કે આપણે ચલાવીએ છીએ એટલે આપણે હોલવવું પડે. હવે તો ચલાવવાનું આપણે નહીં ને ? હવે તો આ ય ભમરડા ને તે ય ભમરડા ! મેલ ને પીડા અહીંથી ! પ્યાલા ફૂટે, કઢી ઢળે, વહુ છોકરાંને વઢતી હોય તો ય આપણે આમ આડા ફરીને નિરાંતે બેસી જવું. આપણે જોઈએ, ત્યારે એ કહે ને કે, ‘તમે જોતા હતા ને કેમ ના બોલ્યા ?” અને ના હોય તો હાથમાં માળા લઈને ફેરવ્યા કરીએ. એટલે એ કહેશે કે, “આ તો માળામાં છે', મેલો ને પૈડ ! આપણે શી લેવા-દેવા ? સ્મશાનમાં ના જવાનું હોય તો કચ કચ કરો ! માટે કશું બોલવા જેવું નથી. આ તો ગાયો-ભેંસો ય એના બાબા જોડે રીતસર ભો ભાં કરે, વધારે બોલે નહીં ! ને આ મનુષ્યો તો ઠેઠ સુધી બોલ બોલ કરે. એ મૂરખ કહેવાય, આખા ઘરને ખલાસ કરી નાખે. એનો ક્યારે પાર આવે ? અનંત અવતારથી સંસારમાં ભટક્યા. ના કોઈનું ભલું કર્યું, ના પોતાનું ભલું કર્યું. જે માણસ પોતાનું ભલું કરે તે જ બીજાનું ભલું કરે. કોઈની ય પડેલી નથી આજે. નાટક છે આ. તે આપણે કાઢી નાખવાનું નથી. આવ ભઈ, બેસ બા. એવું તેવું થોડું છે તે પ્રેમ-બેમ દેખાડવાનો, બધું કરી શકો.
એ તો “ભાભો ભારમાં તો વહુ લાજમાં એવું છે. કોઈ આપણું થાય નહીં. આ દાદા એકલા તમારાં થશે. જ્યારે જોશો ત્યારે, સુખમાંદુ:ખમાં એકલા દાદા તમારા થશે, બાકી કોઈ તમારું થાય નહીં. એની ગેરેન્ટી આપું છું. એ ખરે ટાઈમે કોઈ હાજર નહીં થાય. પેલા સાહેબ કહેતા હતા કે બહુ જગ્યાએ ફર્યો. વીસ-પચ્ચીસ વર્ષ તો એક સંત જોડે રહ્યો પણ મારો ખરો ટાઈમ આવ્યો તે ઘડીએ કોઈ હાજર ના થયું, દાદા
પ્રશ્નકર્તા : મારી ત્રણ છોકરીઓ છે, એ ત્રણ છોકરીઓની મને ચિંતા રહે છે કે એના ભવિષ્યનું શું ?
દાદાશ્રી : આપણે આગળના વિચાર કરવાનાં ને, તેના કરતાં આજે સેફસાઈડ કરવી સારી, રોજ-દરરોજ સેફસાઈડ કરવી સારી. આગળનાં વિચાર જે કરો છો ને એ વિચાર હેલ્ડિંગ નથી કોઈ રીતે. નુકસાનકારક છે. એના કરતાં આપણે સેફસાઈડ દરરોજ કરતાં જ રહેવું એ જ મોટામાં મોટો ઉપાય. ના સમજાયું તમને ?
પ્રશ્નકર્તા : હા સમજાયું.
દાદાશ્રી : આગળના વિચાર કરવાનો અર્થ નથી. એ સત્તામાં જ નથી. એક ઘડીવારમાં તો માણસ મરી જાય. એનો એ વિચારવાની જરૂર જ નથી. એ તારા વિચારમાં મહેનત નકામી જાય. ચિંતા થાય, ઉપાધિઓ થાય, અને હેર્લિંગ જ નથી એ. એ વૈજ્ઞાનિક રીત જ નથી.
આપણે જેમ બહાર જઈએ છીએ, એ કેટલા ફૂટ લાંબુ જોઈને ચાલીએ છીએ સો ફૂટ. બસો ફૂટ કે નજીકમાં જોઈએ છીએ ?
પ્રશ્નકર્તા : હા, નજીકમાં જોઈએ છીએ.
દાદાશ્રી : લાંબું કેમ જોતા નથી ? લાંબું જોઈએ તો નજીકનું રહી જાય તો ઠોકર વાગશે. એટલે પોતાના એમાં નોર્માલિટીમાં રહો. એટલે એની રોજ સેફસાઈડ જોયા કરવી. આપણે એને સંસ્કાર સારા આપવા એ બધું કરવું. તમે જોખમદાર એના છો, બીજા કોઈ જોખમદાર તમે નથી. અને આવી વરીઝ કરવાનો તો અધિકાર જ નથી માણસને.