________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
અને કોઈ દુઃખીયા-બુખીયાને હજાર-બેહજાર આપીએ, મહિને પાનસો, તો પાંસરું ના કહેવાય ? એ તો ઋણ કંઈ સુધી માને ? આખી જીંદગી માને ! તમારો પ્રતાપ કહેશે. તમારાં પ્રતાપે અમે સુખી થયા, કહેશે. અને પેલો છોકરો કહે નહિ. એ તો કહેશે, મારું છે ને મેં લીધું, એમાં તમારે શું લેવા-દેવા ?
૩૧૯
પ્રશ્નકર્તા : પેલું આપ એક કહેતા’તા ને, આખી જીંદગી ભત્રીજા પાસે ચાકરી કરાવે અને મરતી ઘડીએ છોકરાંને આપીને જાય.
દાદાશ્રી : હા. ચાકરી કરનારો તો એમ જાણે કે હવે પેલાંને બોલાવતાં નથી એટલે એને કશું આપશે તો ય થોડુંક આપશે, વધારે તો મને આપી દેશે, જમીન-જાગીર તો મને આપશે ! મરતી વખતે એક દશ તોલાનો અછોડો રાખી મેલ્યો હોય ને, ‘લે ભઈ, લે બા, તે બહુ ચાકરી કરી છે.’ અને પેલાને બોલાવીને ચાવીઓ આપી દે. ખરી રીતે આ તો હિસાબ જ છે સામસામી.
અમારાં એક સગાવહાલાં તો, છોકરાંની બહુ કાળજી રાખ રાખ કર્યા કરે, પોતે જરા ભીડ વેઠીને પણ. મેં કહ્યું, તારા ફાધરનો ફોટો દેખાતો નથી. ત્યારે કહે, નહિ હોય તે દહાડે ખાસ ફોટો. મેં કહ્યું, પૂજા શાની કરો છો ? ફાધરની શી રીતે પૂજા કરો છો ? ફાધરની પૂજા કરો છો ? ત્યારે કહે, ના. પછી કહ્યું, પણ આ છોકરાં તમારી પૂજા કરશે જ ને ? આટલી બધી છોકરાં પાછળ મહેનત કરો છો ? ત્યારે કહે, ના, કોઈ ના કરે. ત્યારે મેં કહ્યું, શું જોઈને આ પાછળ પડ્યા ? ગાયો-ભેંસો ય છોડી દે, છ મહિનાનાં, બાર મહિનાનાં થાય એટલે છોકરાં છૂટાં. તું તારા રસ્તે ને હું મારા રસ્તે અને પશુઓમાં તો છોકરો બે વર્ષનો થાયને, ત્યારે પાછો ધણી થઈને ય આવ્યો હોય ! એમને કશું નહિ, કાયદો લાગુ નહિ ને ! કાયદો આ ગૃહસ્થાશ્રમને, મનુષ્યલોક છેને આ.
પ્રશ્નકર્તા : આ બાબતમાં એમ કહેવાય છે કે ધેર ઇઝ નો લૉ ઇન ધ નેચર, કુદરતમાં કોઈ કાયદો નથી.’
દાદાશ્રી : હોય જ નહિ ને પણ. જે કાયદા છે એ જુદાં છે પણ આ મનુષ્યોના કાયદા ત્યાં નથી. આ કોર્ટોના કાયદા જુદાં ! જાનવરમાં ત્યાં તો ધાવવા ના આવ્યું હોય તો જોયા જ કરે એક બાજુ. પણ એ
મા-બાપ છોકરાનો વ્યવહાર
લિમિટ, છ મહિનાની. આ ફોરેનર્સની લિમિટ અઢાર વર્ષની અને આપણી તો લિમિટ જ નહિ ને, સાત પેઢી થાય તો ય ! મારાં છોકરાની વહુ સાતમી પેઢીએ સોનાની ગોળીમાં છાસ વલોવે ને તે સાતમે માળે અને તે પાછો હું જોઉં આંખેથી, એવી આંધળો માંગણી કરે છે. માળ સુધી દેખાય મને. અને સાતમી પેઢીની વહુ એટલે, છોકરાંની વહુ એટલે કેટલાં વર્ષનો થાય પોતે ! કેવું માંગ્યું ? ભગવાન મુંઝાયા કે આ દેશમાં ક્યાં આવ્યો હું !
૩૦
પ્રશ્નકર્તા : મારા ઘરેથી એકલી આવું છું એટલે એકલાપણું બહુ લાગે છે.
દાદાશ્રી : ઘરનાં કોને કહો છો ? કલાક ગાળો ભાંડે તો ગેટ આઉટ
કહી દે.
જે મા-બાપ તેમતે તભાવે! હવે નવાં જણી ક્યાંથી લાવો?
લાગે.
પ્રશ્નકર્તા : ઘરનાં બે-ચાર જણાં એક વિચારનાં હોય તો બહુ સારું
દાદાશ્રી : પણ એવું હોય તો ને ? એની માટે આપણે ક્યાં પાછાં નવા જણીએ ? જે જણ્યા છે એ સાચાં. નવા પાછા ક્યારે જણીએ અને ક્યારે દહાડો વળે ! જણીએ તો ય પચ્ચીસ વર્ષ તો જોઈએ ને પાછાં ! એનાં કરતાં જે હોય તે ખરું. એટલે બધી સેફસાઈડ જોવા જઈએ તો નથી પાર આવે એવો. છતાં ઘરનાંને જુદાં ગણવાં નહીં. ઘરનાં એ ઘરનાં, પણ અતિશય લાગણી એવું બધું ના રાખવું. છતાં ભાવના રાખવાની કે બધા જ્ઞાનને પામો !
ગેરહાજરીમાં લાગણીઓ ઊભરાય; ખાલી સ્ટોક તેથી હાજરીમાં કષાય!
છોકરા પર ભાવ તો જોઈએ. મનુષ્ય છે, વિચારશીલ છે. એટલે ભાવ તો જોઈએ. એટલે બીલો નોર્મલ આપણાથી રખાય નહીં. પણ