________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૧૩
૩૧૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એટલે છોકરાને જે આપવું હોય તે આપજો.
એ તો આસક્તિ કહેવાય. એટલે જરા રીતસરનું કરવું બધું આપણે. આપણું કંઈ કલ્યાણ તો કરવું જોઈએ ને કયા અવતારમાં નહોતાં છોકરાં ?! દરેક અવતારમાં છોકરાં હતાં જ ને ?! તો હજુ શેનાં હારું આટલો બધો મોહ !! તેમ છતાં છોકરાંને છંછેડવાનાં નહીં. એમને જરૂર હોય, જે જોઈએ એ બધું ય આપીએ કરીએ ! રાતે સૂઈ જાવ છો ત્યારે સોડમાં ઘાલીને સૂઈ જાવ છો ? એ કહેશે, મને નથી ગમતું તો ? એટલે રીતસરનું જેટલું થાય એટલું જ કરાય. આપણે દાઝીએ તો છોકરાંને લ્હાય બળે ? કેમ ના બળે ? છોકરાં તો આપણાં ને ? એટલે આવું છે આ બધું ! માટે સબ સબ કી સમાલો.
મમતા બચ્યાતી ગાય-ભેંસતે છ માસ; મનુષ્યો તો સાત પેઢીની રાખે ખાસા
સ્કૂલ મોહથી સૂક્ષ્મતમ; જ્ઞાતી સમજાવે, સમજ મોઘમ!
પ્રશ્નકર્તા : સ્કૂલ મોહ, સૂક્ષ્મ મોહ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ મોહ એ શું છે દાખલા સહીત સમજાવો. - દાદાશ્રી : એ શેના જેવું છે, આપણે દૂધ કાઢી લઈએ, દૂધ કાઢ્યું એ ભૂલ કહેવાય. એમાં થોડુંક પાણી રેડતાં ગયાં એ સૂક્ષ્મ કહેવાય. પછી એનાંથી વધારે પાણી, ખૂબ પાણી રેડીને પછી એ કર્યું. ચા બનાવી એ પણ દૂધ કહેવાય છે. પાણી રેડ્યું તો ય, તે સૂક્ષ્મતર કહેવાય અને સૂક્ષ્મતમ એટલે સાપરેટ(માખણ કાઢેલ છાસ). એવી રીતે છે એ.
સ્થૂલ મોહ એટલે શું ? બાપ અમેરિકા હતો અને છોકરો અહીં મોટો થયો હતો. એ અગિયાર વર્ષનો થયો. બાપ અમેરિકાથી આવ્યા ને એટલે છોકરો આવીને. પપ્પાજી કરીને જે જે કરવા લાગ્યો. બાપે એને ઊંચક્યો, ઊંચકીને એવો દબાવ્યો, પ્રેમનો માર્યા કે છોકરાએ બચકું ભરી લીધું. ત્યારે કહે, આ કયા પ્રકારનો મોહ ? ત્યારે કહે, સ્થૂલ મોહ. બાબાની જોડે છેટે રહીને જે' જે' કરીએ અને માથે હાથ મૂકીએ એ સૂક્ષ્મ મોહ. અને બાબો ઊંધો ચાલે અને એને ટૈડકાવીએ એ સૂક્ષ્મતર મોહ. એ એક પ્રકારનો મોહ. અને સૂક્ષ્મતમ મોહ કયો ? તે ગાળો ભાંડે, ઘરમાં પેસવા ના દે, તો ય છેવટે ઘર-મિલકત એને જ આપી દે. એટલે આવાં બધાં મોહના પ્રકાર. સમજાયું ને ?
જો દુ:ખી, દુઃખી, એ છોકરાં ય દુ:ખી અને આપણે ય દુ:ખી. પારકાં છોકરાં ! પેલો છોકરો બાપને કહેશે, તમારે ને મારે હવે શું લેવાદેવા છે ? પછી આપણે એના બાપને કહીએ, જુઓ હવે, તમે ના જોયું? તો ય બાપ શું કહેશે, એ છોકરો તો મારો જ ને ! મેર અક્કરમી ! મેલને પૂળો અહીંથી. છોકરાં એટલે તો, આ દૂધીનું બી વાવીએ ને એટલે ઊગીને વેલો ફેલાય. તે પાંદડે પાંદડે દુધીયાં બેસે હડહડાટ. એમ આ દૂધીયાં બેસે બધાં.
છોકરો ને બાપ છે તે રીલેટીવ વેપાર, જો ચાલ્યું તો ચાલ્યું, નહિ તો રહ્યું ! છોકરો કહે, ‘હવે તમારે કશું બોલવું નહિ. તો આપણે જાણવું કે સારું, ઇંડોને નિરાંત થઈ ! વગર કામની પીડા માથે ક્યાં સુધી રાખવી ?”
પ્રશ્નકર્તા : અમે એવું જ રાખ્યું છે.
દાદાશ્રી : હા, આ શી પીડા આપણે ? જેમ મારી-ઠોકીને મિયાંભાઈ ના બનાવીએ, એમ મારી-ઠોકીને છોકરો થતો હશે ? એવું છે ને, કોઈ છોકરો એના બાપનું કોઈ દહાડો ધ્યાન રાખતો નથી. છોકરો એમનાં છોકરાનું ધ્યાન રાખે.
પ્રશ્નકર્તા: એ તો એવી જ રીતે દુનિયાનો ક્રમ છે કે બાપ દીકરાનું ધ્યાન રાખે !
દાદાશ્રી : હા, તે આ કળિયુગમાં. સયુગમાં સવળું હતું. છોકરો બાપનું ધ્યાન રાખે, એનો છોકરો એમનું ધ્યાન રાખે એવું હતું. આ અવળું થયું અને પાછું ધ્યાન આપણું રાખે નહીં અને મિલકત એના પોતાના નામ પર કરી નાખે ‘ટ્રાન્સફર'. એનાં કરતાં થોડી મિલકત વેચી