________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૧૫
૩૧૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
બોલાવ્યા. જ્યોતિષ જોવડાવ્યું. જ્યોતિષિઓએ કહ્યું કે આ મહીં જે ગર્ભ રહ્યો છે રાણીને, તેના પ્રતાપથી આ બોલી રહી છે. આ ગર્ભ રહ્યો છે તે બોલાવે છે. તે રાજાને મારવો ને એને કાપીને ખઈ જાય એવો હતો. પેટમાં આવીને બોલે છે ને તરત ! છોડે નહીં ને, વેર !
પ્રશ્નકર્તા : એક મા-બાપને ત્યાં ચાર છોકરાં છે, બધા લઢે છે, ને ભયંકર વેર બાંધે છે. એક છોકરો વાંદરાના કૃત્યવાળો છે ને વાંદરામાં જવાનો છે. બીજો છોકરો ગધેડામાં જાય એવી જુદી જુદી પશુયોનિમાં ગતિ બાંધી રહ્યા છે. પેલું ઋણાનુબંધ સખત છે તો પેલાં મા-બાપનું શું ? એ કંઈ ગધેડામાં જાય ?
દાદાશ્રી : જવું જ પડેને, છૂટકો જ નહીં ને ? પ્રશ્નકર્તા : મા-બાપના કૃત્યો એવાં નથી, છોકરાઓમાં એવાં છે. દાદાશ્રી : એ જેનાં હોય તે ગધેડામાં જાય. પ્રશ્નકર્તા : પણ પેલાએ મા-બાપ જોડે વેર બાંધ્યું હોય તો ?
દાદાશ્રી : મા-બાપથી એમાં સામો પ્રતિકાર થાય તો વાંધો આવે. નહીં તો મહાવીર ભગવાનને ય મોક્ષે જવા ના દેત લોક. ભગવાન તો બહુ દેહકર્મી, તે લોક ઊઠાવી જતા હતા. પણ એ પોતે જ કોઈની પર. કિંચિત્ માત્ર રાગ નથી રાખતાને ! રાગ નહીં ને દ્વેષે ય નહીં, વીતરાગ. પછી છોને એમની પર જેટલો રાગ કરવો હોય એટલો કરે. સામો પ્રતિકાર ના થાય તો કશું વાંધો નથી.
એક નક્કી કરે. આવાં અજંપાથી બધું ચાલી રહ્યું છે.
માને પજવે તો ય એને આ વ્હાલો લાગ્યા કરે અને બાપને સહન ના થાય, બાપને શી રીતે સહન થાય ? જ્યાં બુદ્ધિનું લાઈટ હોય. સ્ત્રીઓમાં ય બુધ્ધિ ખરી, પણ મોહ ખરો ને, તે મોહને લઈને અંધારું થયા કરે બુદ્ધિ પર ? અને આપણે પાછળ ફોકસ મૂકેલું હોય એટલે મુંઝામણ થઈ જાય.
આ કાળમાં પેલા ધણી કહેશે, હું ઘરડાઘરમાં જઉં છું, તમે આવો છો કે ?' ત્યારે પેલી કહે, ના, છોકરા જોડે મને ફાવશે, વહુ સારી છે. ને ! ના આવે, આવે નહીં કોઈ દહાડો ય. આ બહારનાં લોકોને માટે વાત છે. બહારના લોકોને કેવી મુશ્કેલી છે એ તો મને સમજાય !
આ મને તો સાત છોકરા હોય ને, જો કદિ આવું છોકરા પજવ પજવ કરતા હોય ને તો જેમ અવળું બોલે, તેમ હું ખુશ થઈ જઉં, હેડ તું ગાંડો છું, પણ હું ડાહ્યો છું ને ! પણ હું મોઢા ઉપર અવળું દેખાડું. મોઢા ઉપર એવું દેખાડવું પડે કે મને બહુ દુઃખ થયું અને અંદરખાને હું ખુશ થઉં કે એનો ચક્કર કાચો પડ્યો, કહીએ. જે મશીન ફટાકા મારેને તેને અમે કાચા કહી દઈએ. મશીન બોલેને મારી પાસે એટલે ‘હું પાકો છું' એવું કહી દઉં. વિનય રાખે એટલે હું જાણું કે પાકો છે આ. પણ, તમે આવા છોને તેવાં છો, બોલે એટલે હું નબળો, વીકનેસ માની લઉં કે આ વીક છે બિચારો, દયા ખાવા જેવો છે. આપણે કંઈ એવા વીક છીએ ?!
છોકરાઓ જોડે ડીલ કરતાં ના આવડે એ આપણી ભૂલ ખરી કે નહીં ?
પ્રશ્નકર્તા : હા, ભૂલ ખરી.
દાદાશ્રી : હં, બધે આની આ જ ભૂલો થયેલી તમારી, નહીં ? આ બધે જ્યાં જુઓ ત્યાં આની આ જ ભૂલો. લોકો મોહમાં મારું લડકું, મૂઆ ન્હોય લડકું, જરા અથડાવી જોજો, એની જોડે સામો થા જોઈએ એક કલાક ! એ તારું લડકું છે કે નહીં ! ખબર પડશે ! એ તો રીતસર બધું સારું. છૂપો પ્રેમ રાખવાનો, ઉપરથી પ્રેમ ના ઓપન કરાય છોકરાઓને,
છોકરાં પજવે તો થવું ખુશ મહીં; છોડાવે છે મોહમાંથી ઉપકાર લહીં!
આજના છોકરાઓ, આ જનરેશન જોડે મેળ નથી પડતો પૈડા માણસોને. એટલે એ ખત્તા ખઈખઈને રહેવું પડે છે. પેલો અવળું બોલે છે, ચલાવી લઈશું પણ એવું આ ચલાવી લે છે. અહીં પણ પાર વગરનો અજંપો થયા કરે ને મનમાં એમ ય થાય કે મૂઓ. આથી વહેલો મરી ગયો હોત તો સારો એ. કાં તો હું મરી ગયો હોત તો સારો. બેમાંથી