________________
૩૧૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર છે ? આસક્તિમાંથી જ, એટલે છોકરા ઉપર અભાવ નથી કરવાં જેવો, તેમ છતાં એને છાતીએ વળગાડ વળગાડ કરવાં જેવો ય નથી. બધામાં આસક્તિ નહીં, નોર્માલિટી. બધું નોર્માલિટીમાં જોઈએ.
છોકરાંને મારીને સીધો કરાય? વેર વસુલ કરશે ગમે તે ઉપાય!
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૧૩ કંટાળી જાય તો બચકાં ભરે આપણને. એટલે રીતસરનું બધું સારું.
આ છોકરાં એ તો બધા પૂર્વભવનાં ઋણાનુબંધ છે અને તે આસક્તિના જ બધા બંધ છે. આસક્તિથી વેર બંધાયા છે અને વેરનો જ બંધ છે, તે વેર પ્રમાણે વેર વાળીને જાય.
પ્રશ્નકર્તા ઃ આ છોકરાંઓ વેર વાળીને જાય એ ના સમજાયું.
દાદાશ્રી : એવું છે ને એ છોકરાને આપણી જોડે સ્નેહ બંધાયેલો હશે ને, તો સ્નેહ વાળીને જાય અને વેર બંધાયેલું હોય તો ગમે તેટલું એની જોડે વહાલ કરો તો પણ એ વેરને વેર જ વાળ્યા કરે. માટે સ્નેહનું તો આપણે નિકાલ કરી નાખીએ, સ્નેહનું તો વાંધો નહીં આવે. પણ વેર બંધાયેલું હશે ત્યાં બહુ મુશ્કેલી ઊભી થશે. આપણે વેરને શાથી આગળ મૂકીએ છીએ કે આ વેર એ મુશ્કેલીવાળું છે. સ્નેહનું બંધાયેલું હોય તો એ મુશ્કેલી વગરનું છે, પણ આ દુષમ કાળમાં સ્નેહનાં તે ઓછાં હોય છે, નય વેર જ વધારે હોય છે.
આ કાળની વિચિત્રતા છે કે ઘરનાં માણસો જ સામસામી આરોપ આપે કે તમે આમ કરી નાખ્યું, તમે આમ કરી નાખ્યું. અલ્યા ભઈ, મેં નથી કર્યું આ. તો એ કહેશે કે ના, તમે જ કરી નાખ્યું છે. એટલે નફો આવે ને ત્યાં સુધી શેઠને “આવો શેઠ આવો શેઠ” કરે. અને ખોટ જાય ત્યારે, તમે જ ઊંધું બગાડ્યું, તમે આમ કર્યું. તમારામાં અક્કલ નથી, આમ બધાં આક્ષેપો આપ આપ કર્યા કરે. તે વખતે કડવું ઝેર જેવું લાગે. પછી મનમાં આંટી રાખે કે મને સપડાવ્યો અને મારી પર આક્ષેપ આપે છે, પણ એ મારા લાગમાં આવે તો હું એની પર આપીશ. તે વખત આવે ત્યારે પેલો આની પર આક્ષેપ આપે ને પાછું વેર વાળે. એટલે જ્યારે આપણે સપડાઈ ગયા હોઈએ ને ત્યારે એણે આપણને આક્ષેપ આપ્યા હોય, ત્યારે આપણે સહન કરી લઈએ. પણ ફરી એ લાગમાં આવે ને, એ સપડાય ત્યારે પાછા આપણે એને આક્ષેપ આપીએ. એવી રીતે આ સંસાર ઊભો રહેલો છે.
વેરબીજથી આ સંસાર ઊભો રહ્યો છે. પ્રેમમાં કંઈ સંસાર બંધાય એવો નથી. પણ પ્રેમમાંથી જ વેર ઊભું થયેલું છે. વેર શેમાંથી ઊભું થાય
પ્રશ્નકર્તા ઃ ગયા અવતારમાં કોઈની જોડે વેર બાંધ્યું હોય, તો તે કોઈ ભવમાં તેને ભેગાં થઈને ચૂકવવું પડે ને ?
દાદાશ્રી : ના, એવું નથી. એવી રીતે બદલો વળતો નથી. વેર બંધાય એટલે મહીં રાગદ્વેષ થાય. ગયા અવતારમાં છોકરા જોડે વેર બાંધ્યું હોય તો આપણે વિચાર કરીએ કે એ કયા અવતારમાં વળશે ? આવી રીતે પાછા ક્યારે ભેગાં થઈશું? એ છોકરો તો આ ભવમાં બિલાડી થઈને આવે. તેને તમે દૂધ ધરો તો એ તમારા મોઢાં પર નખ મારી જાય ! આ એવું છે બધું ! આમ તમારું વેર ચૂકવાઈ જાય. પરિપાક કાળનો નિયમ છે એટલે ટૂંક સમયમાં હિસાબ પૂરો થાય. કેટલાક તો વેરભાવે આવે ને, તે છોકરો આપણને વેરભાવે તેલ કાઢી નાખે, સમજ પડીને ? એવું બને કે ના બને, દુશ્મન ભાવે આવે તો !?
પ્રશ્નકર્તા : બને.
દાદાશ્રી : છોકરાં મારી ઠોકીને સમા કરવા જાય છે તેનાં વેર બંધાય છે. આખી રાત ઓરડીમાં પૂરી રાખ્યો એક જણને. અલ્યા મૂઆ, એને મનમાં કેટલું બધું દુઃખ થાય. પછી મનમાં શું ભાવ થાય છે એ જાણો છો ?! હું મોટો થઉં એટલે આ બાપાને એવો મારીશ ! એટલે પોતે ડિસાઈડ કરે, ડિસિઝન લે. અલ્યા મૂઆ, વેર ના બાંધીશ. જીવતું છે આ છોકરું. વેર બાંધેલાની શી દશા થાય ?
એક રાણી હતી. તે એને રાજાનું માંસ ખાવાનું મન થયું. એટલે રાણીના મનમાં થવા લાગ્યું, આવાં કેમ મને વિચાર આવે છે ? રાણીએ રાજાને કહી દીધું કે મને આવું હોય નહીં, છતાં આવા વિચાર આવે છે. તે રાજાએ જાણ્યું કે ધેર ઇઝ સમથિંગ રોંગ. એટલે જ્યોતિષિઓને